વર્લ્ડ કપ 2023ની ટ્રોફી જીતવા માટે મેચ પહેલા ટીમ ઈન્ડિયા પ્રબળ દાવેદાર માનવામાં આવતું હતું અને ભારત હજી પર આ મામલે ફેવરિટ જ છે, છતાં ટીમ ઈન્ડિયાના ભાવના મોટો ઘટાડો નોંધાયો હતો, સટ્ટા બજારમાં ભારતનો રેટ 1 રૂપિયા વધી ગયો છે, જેનો મતલબ એ થયો જો ભારતની જીત પર પૈસા લગાવ્યા હોય તો ભારતની જીત પર પહેલા કરતા ઓછા રૂપિયા મળશે.
વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલના એક દિવસ પહેલા સટ્ટા બજારમાં જે ભાવ ચાલી રહ્યો હતો, તેમાં ચાલુ મેચ દરમિયાન મોટા પરિવર્તનો જોવા મળ્યા હતા. પહેલા ભારતનો ભાવ 0.50 પૈસા હતો જે હાલ 1.63 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે મેચ પહેલા ઓસ્ટ્રેલિયાનો ભાવ 1.90 રૂપિયા હતો જે 2.44 રૂપિયા પહોંચી ગયો છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઈનલમાં સટ્ટો લાગવનાર લોકો માટે લેટેસ્ટ રેટ જાણવા માટે ઓનલાઈન બેટિંગની અનેક વેબસાઈટ છે, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમો રેટ દર્શાવવામાં આવે છે. આવી જ એક ઓનલાઈન બેટિંગ વેબસાઈટ અનુસાર હાલ રેટમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે.
વર્લ્ડ કપ ફાઈનલની મેચમાં ટોસ હારી ભારતે પ્રથમ બેટિંગ કરી હતી અને સતત ભારતીય બોલરોએ વિકેટ ગુમાવી હતી જેના કારણે ટીમ ઈન્ડિયા મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી છે. એવામાં બેટિંગ સાઈટ પર ભારતના રેટ ઓછા થયા હતા છતાં હજી આ ફાઈનલ મેચ ભારત જ જીતશે એવું બેટિંગ રેટમાં દેખાઈ રહ્યું છે, કારણેકે હજી પણ ભારત કરતા ઓસ્ટ્રેલિયાના રેટ વધુ છે.
આ પણ વાંચો : વર્લ્ડ કપ ફાઈનલમાં ઈઝરાયેલ-ગાઝા યુદ્ધની એન્ટ્રી, મેચ અચાનક રોકવી પડી