Stump Price: વાનખેડેમાં Arshdeep Singh ની ‘દાંડીયા તોડ’ ઓવર, હજ્જારો નહીં લાખ્ખોમાં છે ક્રિકેટના સ્ટંપની કિંમત, જાણો

|

Apr 23, 2023 | 3:39 PM

Arshdeep Singh, IPL 2023: અર્શદીપ સિંહે વાનખેડેમાં 2 સળંગ બોલમાં 2 વાર મીડલ સ્ટંપ તોડી નાંખ્યા હતા. બેટરને ક્લીન બોલ્ડ કરતા આમ થયુ હતુ, ગત સિઝનમાં હાર્દિક પંડ્યાએ થ્રો કરીને સ્ટંપ તોડ્યુ હતુ.

Stump Price: વાનખેડેમાં Arshdeep Singh ની દાંડીયા તોડ ઓવર, હજ્જારો નહીં લાખ્ખોમાં છે ક્રિકેટના સ્ટંપની કિંમત, જાણો
What is the cost of LED Cricket Stump Set

Follow us on

IPL 2023 નો રોમાંચ જબરદસ્ત જામ્યો છે. એક બાદ એક દિલધડક મેચ જોવા મળી રહી છે. અંતિમ પાંચેય બોલમાં પાંચ છગ્ગા વડે મેચ જીતાડતો બેટર જોવા મળી રહ્યો છે, તો કોઈ ઝડપી બોલ વડે સ્ટંપ પરની ચકલીઓને તોડતો જોવા મળી રહ્યો છે. શનિવારે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં અર્શદીપ સિંહે સળંગ બે બોલમાં બે બોલ્ડ કરીને મિડલ સ્ટંપ તોડી નાંખ્યા હતા. બે વાર સળંગ બે બોલમાં તોડવાની આવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હશે. તે શનિવારે વાનખેડેમાં જોવા મળ્યુ હતુ. અર્શદીપે મુંબઈના દિલ પર હાર લખી એટલુ જ નહીં તો પણ આઈપીએલને પણ મોટું નુક્શાન કરી દીધુ છે. જોકે રોમાંચ અને જીત આગળ આની કોઈ જ કિંમત નથી.

હાર્દિક પંડ્યા અગાઉ ગત સિઝનમાં થ્રો કરતા સ્ટંપ તોડી ચૂક્યો છે. દિલધડક મેચમાં જ્યારે જીત મળે એટલે જશ્ન મનાવવા માટે ખેલાડીઓ પહેલા જ વિકેટ તરફ દોડતા જોવા મળતા હતા અને સ્ટંપ પોતાના હાથોમાં લઈને હવામાં ઉંચા કરતા નજર આવતા હતા. ધોની હોય કે સચિન તેંડુલકર આમ કરતા જોવા મળ્યા છે. પરંતુ હવે આ દ્રશ્યો જોવા મળી નથી, કારણ જાણીને તમે હેરાન રહી જશો. તમને એમ થશે કે કેમ જશ્ન પર નિયંત્રણ લાગી ગયા હશે? પરંતુ એનુ કારણ સ્ટંપ છે. હવે સ્ટંપ આધુનિક બની ચુક્યા છે અને એટલા મોંઘા દાટ બન્યા છે.

 

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

ટેકનોલોજી ધરાવતા સ્ટંપ

સ્ટંપની કિંમતનો અંદાજ કેટલો કેટલો માનો છો તમે. કોઈ દિવસ વિચાર્યુ છે કે, જેને હવામાં ઉડતા જોવાનો રોમાંચ માણવાની આશા રાખીએ છીએ તે કેટલા મોંઘા હોય છે? તો આજે તમને એ પણ બતાવીશુ કે આઈપીએલની મેચમાં લાઈટથી ઝબકતા આ સ્ટંપની કિંમત કેટલી મોંઘી છે. જ્યારે ઝડપી બોલર બોલ નાંખે ત્યાકે કદાચ ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજકોનો જીવ અદ્ધર રહેતો હશે. જ્યારે કોઈ જબરદસ્ત ફિલ્ડર બોલ થ્રો કરે ત્યારે ભલે ચાહકો રોમાંચનો આનંદ લેતા હશે પરંતુ ટૂર્નામેન્ટના આયોજકોના શ્વાસ જરુર અટકેલા રહેતા હશે. કારણ સ્ટંપની કિંમત છે.સ્ટંપની કિંમત વર્ષે દર વર્ષે ખૂબ જ મોંઘી થતી રહી છે. આનુ કારણ સ્ટંપમાં વધતી જતી ટેકનોલોજી છે.

ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ ક્રિકેટમાં થઈ રહ્યો છે. ખાસ કરીને આઈપીએલ જેવી ટૂર્નામેન્ટમાં હવે સતત ટેકનોલોજી અપડેટ થતી રહી છે. આવી જ રીતે સ્ટંપમાં પણ ટેકનોલોજીને અદ્યતન બનાવાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષથી સ્ટંપમાં એલઈડી લાઈટ્સ અને કેમેરા ફિટ કરવામાં આવેલા હોય છે. તેમાં પણ હવે સતત અપડેટ થતુ હોય છે. આમ સ્ટંપ્સ ખૂબ જ મોંઘા બનતા જતા હોય છે.

હજ્જારો નહીં, લાખ્ખોની કિંમત

તમને થતુ હશે કે, ક્રિકેટના સ્ટંપ્સમાં કેમેરા અને LED લાઈટને લઈ લઈને કિંમત કેટલી હશે, પચાસ હજાર, લાખ કે બે લાખ રુપિયા કેટલી રકમના સ્ટંપ હોવાનો અંદાજ હોઈ શકે. પરંતુ એવુ નથી. આ સ્ટંપના સેટની કિંમત મીડિયા રિપોર્ટ્સના અંદાજ મુજબ 35 થી 40 લાખ રુપિયા હોય છે. કેટલાક દેશોમાં આ સ્ટંપ્સની કિંમત અલગ અલગ હોઈ શકે છે. આમ આઈપીએલમાં કેટલાક ખેલાડીઓ કરતા પણ વધારે કિંમત સ્ટંપ્સ સેટની છે.

2013 માં પ્રથમ વાર LED સ્ટંપ્સનો ઉપયોગ

આમ તો પહેલા સ્ટંપ્સ એટલે સામાન્ય જ જોવામાં આવતા હતા. પરંતુ હવે આ સ્ટંપ્સ આધુનિક બની ચુક્યા છે. કોઈ ખેલાડી આઉટ થવા માટે અંપાયરને મદદરુપ થઈ શકે એવા સ્ટંપ્સ છે. જેમકે સ્ટંપ્સમાં લાગેલી સેન્સર ધરાવતી એલઈડી લાઈટ ખૂબ મદદગાર નિવડી રહી છે. ઓસ્ટ્રેલિયાના બ્રોન્ટે એકરમેને પ્રથમ વાર એલઈડી સ્ટંપ્સનુ નિર્માણ કર્યુ હતુ. તેઓએ 2013માં આ પ્રકારના સ્ટંપ્સને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને પોતાનો આઈડીયા બિગ બેશ લીગ માટે વેચ્યો હતો. ત્યાર બાદ આઈસીસીએ પણ ટી20 વિશ્વકપ 2013 માં તેનો પ્રયોગ કર્યો હતો અને પછી તો હવે આ સ્ટંપ્સ મહત્વના બની ચૂક્યા છે.

અર્શદીપે તોડ્યા 2 સ્ટંપ

શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી. આ મેચમાં 215 રનના લક્ષ્ય સામે અંતિમ ઓવરમાં મુંબઈને 16 રનની જરુર હતી. 20 ઓવરમાં તિલક વર્મા સ્ટ્રાઈક પર બીજા બોલ પર આવ્યો હતો. આ દરમિયાન બીજો બોલ ડોટ રહ્યો. આગળના બોલ પર અર્શદીપે તિલકનુ મિડલ સ્ટંપ નિશાન પર લીધુ હતુ, સ્ટંપ ઉખડી જ નહીં પરંતુ તૂટી ગયુ હતુ. સૌ કોઈ દંગ હતુ. આગળના બોલે નેહલ વઢેરા હતો અને આ વખતે મિડલ સ્ટંપનો તુટેલો હિસ્સો હવામાં ઉડ્યો હતો. આમ સળંગ 2 બોલમાં 2 સ્ટંપ તોડી દીધા હતા.

આ પણ વાંચોઃ Arshdeep Singh, IPL 2023: ગજબ ! મીડલ ઉખાડ્યુ જ નહીં તોડી નાંખ્યુ, અર્શદીપ સિંહે 2 બોલમાં 2 સ્ટંપ તોડ્યા-Video

હાર્દિક પંડ્યા તોડી ચૂક્યો છે સ્ટંપ

શનિવારે અર્શદીપ સિંહે કમાલની બોલિંગ કરતા મેચની અંતિમ ઓવરમાં બે સળંગ ક્લીન બોલ્ડ કર્યા હતા. આ બંને બોલ્ડ મિડલ સ્ટંપના હતા. બંને વાર મીડલ સ્ટંપ ઉખાડી નહી તોડી નાંખ્યુ હતુ. આ પ્રકારની દ્રશ્યથી સૌ કોઈ દંગ હતુ. જબરદસ્ત બોલ હતો અને તેની પર બે સંળંગ વિકેટ મેળવી હતી. ક્રિકેટમાં આવો રોમાંચ ભાગ્યેજ Live જોવા મળતો હોય છે. આ પહેલા હાર્દિક પંડ્યાએ સંજૂ સેમસન રન લેવા માટે દોડતો હતો, ત્યારે થ્રો કરીને સ્ટંપ તોડ્યુ હતુ. આ ઘટના ગત સિઝનમાં થઈ હતી. ત્યારે પણ હાર્દિક પંડ્યા ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

 

આ પણ વાંચોઃ Arjun Tendulkar, IPL 2023: અર્જુન તેંડુલકરની થઈ ગઈ ધુલાઈ! સિઝનની મોંઘી ઓવર કરી દીધી, લુટાવી દીધા અધધ રન

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Published On - 9:31 am, Sun, 23 April 23

Next Article