
ભારતીય પૂર્વ ઝડપી બોલર ઇરફાન પઠાણ (Irfan Pathan) નિવૃત્તી બાદ કોમેન્ટેટર તરીકેની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. ઇરફાન પઠાણ સ્વિંગ બોલીંગ માટે પણ જાણીતો હતો. પઠાણ મુજબ કોઇ પણ બોલરને માટે બોલને બંને તરફ સ્વિંગ કરવો એ ખૂબ મુશ્કેલ કાર્ય છે. તો વળી પઠાણે ઝડપી બોલીંગને લઇને, ભૂવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) અને શોએબ અખ્તર (Shoaib Akhtar) ની તુલના કરતુ ઉદાહરણ રજૂ કર્યુ છે.
મીડિયા રિપોર્ટનુસાર પઠાણે કહ્યુ, સ્વિંગ અને ઝડપ કોઇ પણ ઝડપી બોલર માટે મુખ્ય હથીયાર છે. જેના ફાયદા પણ છે, જોકે કોઇ પણ બેટ્સમેન માટે સ્પીડને બદલે સ્વિંગ બોલીંગ સામે રમવુ એ મુશ્કેલ હોય છે. ઇરફાન પઠાણે આ માટે ભૂવનેશ્વર અને શોએબ અખ્તરની તુલના કરી લીધી. પઠાણે સ્વિંગ અને ઝડપનુ ઉદાહરણ આપતા સમજાવ્યુ કે, ભૂવનેશ્વર માટે બંને તરફ સ્વિંગ કરાવવા બાદ શોએબ અખ્તર જેવા બનવુ મુશ્કેલ છે.
જે (શોએબ) વિશ્વમાં પોતાના સમયે વિશ્વનો ઝડપી બોલર માનવામાં આવતો હતો. એક સ્વિંગ બોલરને માટે ફાસ્ટ બોલર બનવુ એ નુકશાનીનો સોદો થઇ શકે છે. પઠાણે કહ્યુ, યુવાન બોલરો પોતાની બોલીંગમાં ફક્ત 4-5 ક્લિક જોડવા માટે સ્વિંગ સાથે સમાધાન નહી કરવુ જોઇએ. તેમણે સ્વિંગને ઝડપી બોલ કરતા વધારે ઘાતક માન્યુ છે. તેણે કહ્યુ, પાકિસ્તાન સામે 2006 માં હેટ્રિક સ્વિંગ બોલીંગના દમ પર જ હાંસલ કરી હતી.
ઇરફાન પઠાણના ક્રિકેટ કરિયરને જોઇએ તો આઠ વર્ષ થી તે ભારતીય ક્રિકેટ ટીમ થી દુર છે. તેણે અંતિમ મેચ 2012 માં રમી હતી. જ્યારે પઠાણે 2003 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. ભારત તરફ થી 29 ટેસ્ટ મેચ અને 120 વન ડે મેચ રમી હતી. ભારત તરફ થી 24 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં 1105 રન કર્યા હતા, જેમાં એક શતક અને સાત અર્ધશતક સામેલ છે. જ્યારે 100 વિકેટ ઝડપી હતી. તેની બોલીંગ એવરેજ 32.26 ની એવરેજ રહી હતી. વન ડે ક્રિકેટમાં 1544 રન કર્યા હતા. આ દરમ્યાન 5 અર્ધશતક કર્યા હતા. 29.72 ની સરેરાશ થી તેણે બોલીંગ કરીને 173 વિકેટ હાંસલ કરી હતી. T20 ક્રિકેટમાં 172 રન કર્યા હતા અને 28 વિકેટ ઝડપી હતી.