વેસ્ટ ઈન્ડિઝ ટીમનુ પ્રદર્શન હાલમાં ખાસ નથી રહ્યુ, ICC રેન્કિંગમાં પણ ખૂબ પાછળ જોવા મળી રહી છે. હવે આ આવી સ્થિતીમાં એક સમયે રુઆબ ધરાવતી કેરેબિયન ટીમ ફરી બેઠી થવા પ્રયાસ કરી રહી છે. હવે આવા જ પ્રયાસમાં એક અનોખો પ્રયાસ કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ માં હવે 3 કેપ્ટન જોવા મળશે. આ ત્રણેય કેપ્ટન ક્રિકેટના ત્રણેય ફોર્મેટ મુજબની અલગ અલગ ટીમો માટેના હશે. જેમકે ટી20, વનડે અને ટેસ્ટ ફોર્મેટ માટે હવે અલગ અલગ કેપ્ટન જોવા મળશે. આ માટેની ઘોષણા પણ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટે કરી દીધી છે.
હવે વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમમાં વ્હાઈટ બોલ ફોર્મેટ માટે 2 કેપ્ટન જોવા મળશે. જેમાં ટી20 અને વનડે ફોર્મેટ માટે અલગ અલગ કેપ્ટન હશે. વેસ્ટ ઈન્ડિઝે સ્લિપ્ટ કેપ્ટનશિપનો પ્રયોગ કર્યો છે, જોકે આ થોડો વિશેષ બનાવી દીધો છે. સામાન્ય રીતે રેડ અને વ્હાઈટ બોલ પ્રમાણે કેપ્ટનશિપનો ભાર વહેંચવામાં આવે છે. અહીં તમામ ફોર્મેટની જવાબદારી અલગ અલગ ખેલાડીઓને શિરે વહેંચી દેવામાં આવી છે.
🚨BREAKING NEWS🚨
CWI announces new captains for White-Ball formats.
Read More⬇️ https://t.co/Bmw7qILA9p pic.twitter.com/suNk7ndqKE
— Windies Cricket (@windiescricket) February 15, 2023
ટીમના સુકાની અંગેની ઘોષણા કરતા વ્હાઈટ બોલ ક્રિકેટમાં ટી20 ફોર્મેટ માટે રોવમેન પોવેલને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે શે હોપને વનડે ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ બંને નવા સુકાની પહેલા પણ મર્યાદીત ઓવરોના ફોર્મેટમાં વાઈસ કેપ્ટનશિપની ભૂમિકા નિભાવી ચુક્યા છે. હવે તેઓએ કેપ્ટનના રુપમાં જોવા મળનારા છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝની વનડે અને ટી20 ફોર્મેટની ટીમની કેપ્ટનશિપ નિકોલસ પૂરન પાસે હતી. જેણે ઓસ્ટ્રેલિયામાં ગત વર્ષે રમાયેલ ટી20 વિશ્વકપ 2022માં વેસ્ટ ઈન્ડિઝના ખરાબ પ્રદર્શન બાદ રાજીનામુ ધર્યુ હતુ.
હોપને કેપ્ટનશિપ મળતા ખૂબ ખુશ છે. તેણે બાળપણનુ સપનુ પુરુ થયાની ખુશી વ્યક્ત કરી હતી. શે હોપને અગાઉ બાર્બાડોસ ટીમની કેપ્ટનશિપનો અનુભવ છે. તેની કેપ્ટનશિપમાં તેનું સૌથી મોટું લક્ષ્ય હાલમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમને સ્થાન અપાવવાનું રહેશે. હોપ ટીમનો કેપ્ટન બન્યો અને કહ્યું કે “આ તેના માટે ભાગ્યની વાત છે. નાનપણથી મેં જે સપનું જોયું હતું તે બરાબર છે”.
A childhood dream come true for the ODI Skipper, @shaidhope.❤#MenInMaroon pic.twitter.com/YlQLadGlsX
— Windies Cricket (@windiescricket) February 15, 2023
રોવમેન પોવેલ કેરેબિયન પ્રીમિયર લીગમાં ટીમની કેપ્ટનશિપ નિભાવી છે. તે લીગમાં જમૈકા થલાઈવાનુ સુકાન સંભાળી રહ્યો હતો. અંતિમ વર્ષે તેણે ટીમને ટાઈટલ જીતાડ્યુ હતુ. જમૈકાનુ સુકાન સંભાળનાર પોવેલ હવે વેસ્ટ ઈન્ડિઝની ટી20 ટીમનો સુકાની છે. તે ટી20 ફોર્મેટનો અનુભવ હવે નેશનલ ટીમને ફરીથી ઉંચાઈઓ તરફ લઈ જવા માટે પ્રસાસ કરશે.
A new JOURNEY!#Rpowell52 pic.twitter.com/7OqKxqHUkB
— Rovman Powell (@Ravipowell26) February 15, 2023
આગામી 28 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કેરેબિયન ટીમ કરનાર છે. એક મહિનાના પ્રવાસ દરમિયાન 2 ટેસ્ટ મેચ અને 3 વનડે તેમજ 3 ટી20 મેચની સિરીઝનુ આયોજન કરવામાં આવ્યુ છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમની આગેવાની સંભાળનારા સુકાનીઓ અલગ અલગ જોવા મળશે. આમ ત્રણેય ફોર્મેટમાં અલગ અલગ નિર્ણય ક્ષમતાનો ઉપયોગ થશે. હવે આ પ્રયોગ કેટલો કારગત એક જ પ્રવાસમાં રહે છે. એ માટે વેસ્ટ ઈન્ડિઝનો દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે.
Published On - 10:01 am, Thu, 16 February 23