Funny video : યુવરાજ સિંહને તેની માતાએ ઘરની બહાર કાઢી મૂક્યો, ફની વીડિયો જુઓ

યુવરાજ સિંહની માતાએ તેને અને તેના ભાઈને ઘરની બહાર ધકેલી દીધા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

Funny video : યુવરાજ સિંહને તેની માતાએ ઘરની બહાર કાઢી મૂક્યો, ફની વીડિયો જુઓ
યુવરાજ સિંહને તેની માતાએ ઘરની બહાર કાઢી મૂક્યો
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Feb 21, 2023 | 1:16 PM

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે જે પણ કરે છે તેનાથી તેના ફેન્સને અપડેટ રાખે છે અને મનોરંજન કરવાની કોઈ તક છોડતો નથી. આટલું જ નહીં, તે વાયરલ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડ અને ડાન્સ ચેલેન્જમાં ભાગ લેવાનું પણ પસંદ કરે છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પરની તેની પોસ્ટમાં પણ તેણે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે તેની માતા શબનમ સિંહ અને ભાઈ જોરાવર સાથે વાયરલ ‘કુન ફાયા કુન’ ટ્રેન્ડ પર એક રીલ બનાવી છે. યુવરાજે વિડિયોને કેપ્શન આપ્યું હતું કે, ” શું અમે કંઇક ખોટું કર્યું છે?”

માતા શબનમ સિંહને ઘરની બહાર કાઢી મૂક્યા

યુવરાજ સિંહના આ વીડિયોમાં, તેની માતા તેને અને તેના ભાઈને ઘરની બહાર  કાઢી મૂકે છે કારણ કે માતાએ તેમને શાકભાજી ખરીદવા મોકલ્યા હતા અને તેઓ ‘ધાનિયા’ (કોથમળીને બદલે  (ફૂદીનો) લાવ્યા હતા. વીડિયો પર લખવામાં આવ્યું છે કે, મમ્મીએ કોથમીળ લેવા માટે મોકલ્યા હતા અને અમે ફુદીનો લાવ્યા હતા.આ વીડિયો પર ફેન્સ ફની રિએક્શન પણ આપી રહ્યા છે. એક ચાહકે કોમેન્ટ કરતાં લખ્યું, યુવી પાજી પણ એક મહાન કલાકાર છે. અન્ય યુઝરે લખ્યું,

 

 

સૌ લોકો તેમની શાનદાર અભિનય અને રમુજી અભિવ્યક્તિઓથી આ ટ્રેન્ડની મજા લીધી છે. અત્યાર સુધીમાં રીલને 9 લાખથી વધુ વખત જોવામાં આવી છે, 19 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. અને કોમેન્ટમાં પણ ઢગલો થયો છે. લોકોએ યુવીની સ્ટાઈલના વખાણ કર્યા હતા.

યુવરાજે 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

યુવરાજે ભારતની 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2011ના વર્લ્ડ કપમાં તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રહ્યો હતો. યુવરાજે ભારત માટે અનુક્રમે 40 ટેસ્ટ, 301 ODI અને 58 T20 રમી હતી. યુવીના નામે ટેસ્ટમાં 1900 રન અને નવ વિકેટ છે. તે જ સમયે, તેણે વનડેમાં 8701 રન બનાવ્યા અને 111 વિકેટ લીધી. ટી-20માં ડાબોડી બેટ્સમેને 1177 રન બનાવ્યા છે અને 28 વિકેટ લીધી છે.

તમને જણાવી દઈએ કે યુવરાજ સિંહ એક ઓવરમાં ફટકારેલી છ સિક્સ માટે જાણીતો છે. જે તેણે 2007 T20 વર્લ્ડ કપની પ્રથમ સિઝનમાં ઈંગ્લેન્ડ સામે કમાલ કર્યું હતું. વર્ષ 2007માં ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારથી ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ જીતવામાં સફળ રહી નથી.