IPL મેચ જોવા માટે પૈસા ચૂકવવા નહી પડે, ફ્રીમાં જોઈ શકશો આઈપીએલ મેચ

|

Jan 11, 2023 | 10:00 AM

IPL 2023 ના મોંઘા ખેલાડીઓમાં કેટલી તાકાત છે, તે ચાહકો ફ્રી જોઈ શકશે. તમે કોઈપણ ખર્ચ વિના તમારી ટીમની દરેક મેચ જોઈ શકશો

IPL મેચ જોવા માટે પૈસા ચૂકવવા નહી પડે, ફ્રીમાં જોઈ શકશો આઈપીએલ મેચ
Watch IPL 2023 Free Live Streaming
Image Credit source: File Image

Follow us on

IPL 2023ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLમાં આ વખતે બેન સ્ટોક્સ, સેમ કરણ સહિત ઘણા મોટા ખેલાડીઓ જોવા મળશે અને ચાહકો પણ લીગમાં આ મોટા નામોની અજાયબી જોવા માટે આતુર છે, પરંતુ મોટાભાગના ચાહકો પણ આને લઈને ચિંતિત છે. તે IPLની તમામ મેચો કેવી રીતે જોઈ શકશે? પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે જાણીને દરેક ચાહકોની IPLને લઈને ઉત્સુકતા વધુ વધી જશે.

 

કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ

IPL 2023નું આયોજન એપ્રિલમાં થઈ શકે છે. ગયા મહિને જ કોચીમાં હરાજી યોજાઈ હતી, જેમાં ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ થયો હતો. સેમ કરણ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.

મોંઘા ખેલાડીઓની અજાયબી જોવા ઉત્સુક

પંજાબ કિંગ્સે તેને 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કેમેરોન ગ્રીન, બેન સ્ટોક્સ, નિકોલસ પૂરન, પેટ કમિન્સ પર પૈસાનો ભારે વરસાદ થયો. હવે ચાહકો આ મોંઘા ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા આતુર છે, પરંતુ આ માટે તેમને કેટલો ખર્ચ કરવો પડશે તે હજુ પણ તેમના માટે માથાનો દુખાવો છે.

jio પર મફતમાં iplનો આનંદ માણો

સારા સમાચાર એ છે કે, ચાહકોએ IPL 2023 ની મેચ જોવા માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. ચાહકો લીગની તમામ મેચો મફતમાં જોઈ શકે છે. Jio IPL 2023ની તમામ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ફ્રીમાં કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Jio ભોજપુરી, તમિલ અને બંગાળી સહિત 11 ભાષાઓમાં IPLનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે.

ફ્રેન્ચાઈઝીઓએ પર્સ ખાલી કર્યું

જ્યારે પંજાબ કિંગ્સે સેમ કરણ માટે તેમની તિજોરી ખોલી હતી, ત્યારે ઘણી ફ્રેન્ચાઇઝીઓએ કેટલાક અન્ય ખેલાડીઓ માટે પણ તેમના પર્સ ખાલી કરી દીધા હતા. ગ્રીનને મુંબઈ ઈન્ડિયન્સે 17.50 કરોડમાં ખરીદ્યો હતો. તે IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો. સ્ટોક્સને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂ. 16.25 કરોડમાં ખરીદ્યો હતો, નિકોલસ પૂરનને લખનૌ સુપરજાયન્ટ્સે રૂ. 16 કરોડમાં ખરીદ્યો હતો.

પંજાબ કિંગ્સની ટીમે ઈંગ્લેન્ડની ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી Sam Curranને ₹18,50,00,000 એટલે કે 18.50 કરોડમાં ખરીદ્યો છે. આ આઈપીએલ ઈતિહાસની સૌથી ઊંચી બોલી હતી.મુંબઈની ટીમે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી Cameron Greenને 17.50 કરોડમાં ખરીદ્યો છે. આ આઈપીએલ ઈતિહાસની બીજી સૌથી મોટી બોલી છે.

Next Article