વેંકટેશ અય્યર T20 વર્લ્ડ કપની રેસમાં હાર્દિક પંડ્યાથી આગળ નીકળી ગયો

વેંકટેશ અય્યર આઈપીએલમાં ઓપનરની ભુમિકા ભજવી છે. તે કોઇ પણ ક્રમમાં બેટિંગ કરી શકે તેના માટે અમે તેને તૈયાર કરીએ છીએઃ રાહુલ દ્રવિડ

વેંકટેશ અય્યર T20 વર્લ્ડ કપની રેસમાં હાર્દિક પંડ્યાથી આગળ નીકળી ગયો
Venkatesh Iyer and Hardik Pandya
| Updated on: Feb 21, 2022 | 11:31 PM

વેસ્ટ ઇન્ડિઝ સામે હાલમાં જ પુરી થયેલ ટી20 સીરિઝમાં ભારતીય ટીમમાં (Team India) વેંકટેશ અય્યરના (Venkatesh Iyer) ઓલરાઉન્ડર પ્રદર્શનને જોયા બાદ, ભારતન પુર્વ ઓપનીંગ બેટ્સમેન વસીમ જાફરે (Wasim Jaffer) કહ્યું કે, “વેંકટેશ અય્યર ટી20 વર્લ્ડ કપ 2022 ની રેસમાં હાર્દીક પંડ્યાથી આગળ નીકળી ગયો છે. આ સીરિઝમાં ભારતીય ટીમમાં ઘણા નવા ચહેરા સામે આવ્યા, જેમાં આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમનાર વેંકટેશ અય્યર પણ છે. વેંકટેશ અય્યરે વેસ્ટ ઇન્ડિઝ સામે ઇડન ગાર્ડન્સ મેદાન પર રમાયેલ ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં 19 બોલમાં 35 રનની અણનમ ઇનિંગ રમી હતી. 27 વર્ષના વેંકટેશ અય્યરે ત્રણ મેચમાં 92 રનની સાથે ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો અને સાથે 2 વિકેટ પણ લીધી હતી.

વસીમ જાફરે ઈએસપીએનક્રિકઇન્ફો પર કહ્યું, “આ શ્રેણી બાદ, મને લાગે છે કે વેંકટેશ અય્યર થોડો આગળ છે, કારણ કે તમને નથી ખ્યાલ કે હાર્દીક પંડ્યા અત્યારે કેટલો ફીટ છે. હવે હાર્દિક પંડ્યા માટે આઈપીએલ કેવી રહેશે, એ ઘણું મહત્વપુર્ણ ભુમિકા નિભાવશે, પણ આ સમયે તો વેંકટેશ અય્યર હાર્દિક પંડ્યાથી આગળ નીકળી ગયો છે તે 100% સાચી વાત છે.”

વસીમ જાફરે વધુમાં કહ્યું કે, “હું હૈરાન છું કે નંબર 6 પર બેટિંગ કરવા છતાં વેંકટેશ અય્યર ઘણું સારૂ રમી રહ્યો છે. અમે તેને એક ઓપનિંગ બેટ્સમેન તરીકે જોયો છે. નંબર 6 પર આવીને ટીમ માટે આટલી સારી બેટિંગ કરવી એક એક શાનદાર કહેવાય. સાથે જ, જે રીતે તેણે બોલિંગ કરી, તેણે ઘણી મહત્વપુર્ણ ગણાય તે વિકેટો ઝડપી. તે નિશ્ચિત રીતે ભારતને વિશ્વ કપમાં ફાયદો અપાવી શકે છે.”

ભારતના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ પણ શ્રેણીમાં વેંકટેશ અય્યરના પ્રદર્શનથી ખુશ હતો. કોચ રાહુલ દ્રવિડે રવિવારે જીત બાદ કહ્યું, “મને ખ્યાલ છે કે વેંકટેશ અય્યર આઈપીએલમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમે છે. પણ અમે એ વાતથી સંતુષ્ટ છીએ કે તે કોઇ પણ ક્રમ પર આવીને બેટિંગ કરી શકે છે. આવા લોકો પહેલા ત્રણ નંબર આવીને ઘણું સારૂ પ્રદર્શન કરી શકે છે.” તેણે કહ્યું કે, એટલા માટે અમે તેને પડકાર ફેક્યો. અમે તેને આવી સ્થિતિમાં બેટિંગ કરવા માટે સક્ષમ બનવા માટે આવી ભુમિકા આપી. દરેક વખતે તેણે સારૂ પ્રદર્શન કર્યું છે.

આ પણ વાંચો : Prime Volleyball League: કાલીકટ હીરોઝે 5-0થી હૈદરાબાદ બ્લેક હોક્સને હરાવ્યું, બોનસ પોઇન્ટ સાથે સેમિ ફાઇનલમાં પહોંચ્યું

આ પણ વાંચો : Pro Kabaddi League: યુપી યોદ્ધા અને પુનેરી પલટન વચ્ચે પહેલી એલિમિનેટર મેચ, જીતનાર ટીમ સેમિ ફાઇનલમાં પટના પાઇરેટ્સ સામે ટકરાશે