ક્રિકેટ ના સ્ટેડિયમમાં બેઠેલ પ્રેક્ષકને બોલ વાગવાની ઈજા થવાનુ તો તમે સાંભળ્યુ હશે. બેટરે ફટકારેલી સિક્સર સીધી જ બાળક કે કોઈ યુવાનને વાગ્યો હોય એવુ પણ કેટલીક વાર જોવા મળ્યુ હશે. પરંતુ મેદાનની બહાર પોતાના ઘરમાં બેઠેલી મહિલાને બોલને લઈ ખતરો સર્જાયો હોય એવુ સાંભળવુ તો તમને કદાચ આશ્ચર્યજનક લાગતુ હશે. પણ હા આવુ બન્યુ છે. ઈંગ્લીશ બેટરે જમાવેલા શોટને લઈ એક મહિલા પર બોલ વાગવાનો ખતરો તોળાયો હતો. પરંતુ સદનસીબે એ મહિલાને બોલ વાગતા વાગતા રહી જતા રાહત રહી હતી.
ડેવિડ પાયનો એક છગ્ગો સિધો જ મેદાનની બાજુમાં રહેલા એક ઘરમાં જઈને પહોંચ્યો હતો. જ્યાં એક મહિલા બાલ્કનીમાં સોફા પર બેઠેલી હતી અને બોલ તેને વાગતા રહી ગયો હતો. મહિલાને બોલ વાગે એ પહેલા જ તેના પાર્ટનરે બોલને પકડી લીધો હતો. વિટાલિટી બ્લાસ્ટ ટૂર્નામેન્ટમાં આ ઘટના બની હતી. ગ્લૂસ્ટરશર અને કેટ વચ્ચે બ્રિસ્ટલમાં રમાયેલી મેચમાં ડેવિડે છગ્ગો જમાવ્યો હતો.
બ્રિસ્ટલનુ મેદાન એવા સ્થાને આવેલુ છે કે, જ્યાં ગ્રાઉન્ડની બાજુમાં જ એપાર્ટમેન્ટ આવેલ છે. અહીં લોકો બાલ્કનીમાં બેસીને ક્રિકેટની મેચની મજા પણ લેતા હોય છે. આવી જ રીતે ગ્લૂસ્ટરશર અને કેટ વચ્ચેની મેચનો આનંદ કેટલાક લોકો પોતાના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં બેસીને લઈ રહ્યા હતા. આ દરમિયાન આ ઘટના બની હતી.
ગ્લૂસ્ટશરની બેટિંગ ઈનીંગ દરમિયાન 19મી ઓવર ચાલી રહી હતી. આ દરમિયાન ગ્લૂસ્ટશરે 9 વિકેટ ગુમાવીને 127 રન નોંધાવ્યા હતા. જેની આગળની ઓવરમાં ડેવિડ પાયને સ્ટ્રાઈક પર આવ્યો હતો. જ્યારે બોલિંગ લઈને ગ્રાન્ટ સ્ટીવર્ટ આવ્યો હતો. ડેવિડે પ્રથમ બોલને ચાર રન માટે ફટકાર્યો હતો. જ્યારે આગળનો બોલ તેણે સીધો જ નજીકના એપાર્ટમેન્ટની બાલ્કનીમાં પહોંચાડી દીધો હતો. જ્યાં એક મહિલા બેસીને મેચને જોઈ રહી હતી.
David Payne nails a six which is then CAUGHT by a spectator on the balcony 🤯#Blast23 pic.twitter.com/BHZsSJYPA0
— Vitality Blast (@VitalityBlast) June 18, 2023
બોલને પોતાના તરફ આવતો જોઈને મહિલાનો શ્વાસતો અધ્ધર ઘડીક ભર થઈ ગયો હતો. પરંતુ તેના પાર્ટનરે બોલને પોતાના હાથમાં જ લપકી લીધો હતો. જોકે ડેવિડ પાઈન આગળના બોલ પર જ પોતાની વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો.
Well, it is BBQ season 🍗
Confusion between the Kent Spitfires openers and David Payne capitalises 💪#Blast23 pic.twitter.com/LEHQN74d2J
— Vitality Blast (@VitalityBlast) June 17, 2023
ગ્લૂસ્ટશરની વાત કરવામાં આવે તો 20 ઓવરની મેચમાં 137 રન નોંધાવ્યા હતા. જે મેચ તેણે ગુમાવી દીધી હતી. મેચને કેંટે ત્રણ ઓવર પહેલા જ પોતાના નામે કરી લીધી હતી. 7 વિકેટથી કેન્ટનો વિજય થયો હતો.
Daniel Bell-Drummond is on fire 🔥
Third half-century in as many matches for the Kent Spitfires opener 😍#Blast23 pic.twitter.com/ggbbRhEeuX
— Vitality Blast (@VitalityBlast) June 18, 2023
કેન્ટ તરફથી ડેનિયલ બેલ ડ્રમંડે અણનમ અડધી સદી નોંધાવી હતી. તેણે 56 રનનુ યોગદાન આપીને અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. જોર્ડન કોસે અણનમ 31 રન નોંધાવીને ડેનિયલને સાથ આપ્યો હતો.
Published On - 7:31 pm, Sun, 18 June 23