સેહવાગે પાકિસ્તાનના ન્યૂઝ એન્કરની ઉડાવી ઠેકડી, જાણો કેમ ?

પાકિસ્તાની એન્કર ઝૈદ હમીદને પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ દ્વારા ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો. ઝૈદે આશિષ નેહરાને ભાલા ફેંકનાર કહીને નીરજ ચોપરાની તુલના અરશદ નદીમ સાથે કરી હતી.

સેહવાગે પાકિસ્તાનના ન્યૂઝ એન્કરની ઉડાવી ઠેકડી, જાણો કેમ ?
ઝૈદ હમીદે આશિષ નહેરાને નીરજ ચોપરા કહ્યો છે
Image Credit source: TWITTER
| Edited By: | Updated on: Aug 11, 2022 | 2:56 PM

Virender Sehwag : વીરેન્દ્ર સેહવાગ ક્રિકેટની પીચ પર પાકિસ્તાની બોલરો (Pakistan bowlers)ના જોરદાર ધોઈ નાંખતો હતો. હવે વીરુ નિવૃત્ત થઈ ગયો છે પરંતુ સોશિયલ મીડિયા (Social media)ની પીચ પર તે ઝડપી બેટિંગ કરતો જોવા મળે છે. સેહવાગે પાકિસ્તાની હોસ્ટ ઝૈદ હામિદને જોરદાર ટ્રોલ કર્યો છે. સેહવાગે આવું શા માટે કર્યું તેનું એક રસપ્રદ કારણ છે. પાકિસ્તાની હોસ્ટ આશિષ નેહરાને ભાલા ફેંકનાર નીરજ ચોપરા સમજી ગયો હતો. તેણે એક ટ્વિટ કર્યું અને વીરેન્દ્ર સેહવાગે તે અંગે ઝૈદ હમીદની મજાક ઉડાડી.

ઝૈદ હમીદનું ટ્વિટ શું હતુ ?

કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમને લઈ હામિદે ટ્વિટ કર્યું હતુ. જે આ જીતને વધુ રસપ્રદ બનાવે છે. આ પાકિસ્તાની એથ્લિટે ભારતીય જેવલિન થ્રો આશીષ નહેરાને કહ્યો છે અને કહ્યું કે, તે ગત્ત વખતના મુકાબલામાં અરશદ નદીમને હરાવ્યો હતો. કેટલો પ્રેમથી બદલો લીધો..(ઝૈદ હમીદે આશિષ નહેરાને નીરજ ચોપરા કહ્યો છે

 

 

ઝૈદ હમીદને ટ્રોલ કરતા વીરેન્દ્ર સહેવાગે કહ્યું ચાચા આશિષ નહેરા આ વખતે યૂક્રેના પ્રધાનમંત્રી ચૂંટણીની તૈયારી કરી રહ્યો છે.આ માટે ધીરજ
રાખો.

કોમનવેલ્થ ગેમમાં નીરજ ચોપરાએ ભાગ લીધો ન હતો

તમને જણાવી દઈએ કે, કોમનવેલ્થ ગેમમાં નીરજ ચોપરાએ ભાગ લીધો નથી. ઈજાના કારણે તે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેની ગેરહાજરીમાં પાકિસ્તાની જેવલિન થ્રોઅર અરશદ નદીમે શાનદાર પ્રદર્શન કરતા 90.18 મીટર દુર ભાલો ફેકી ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારબાદ પાકિસ્તાનમાં સતત અરશદ નદીમને લઈ ચર્ચાઓ થઈ રહી છે. અરશદ નદીમના કોચે કહ્યું કે, તે ઈચ્છે છે કે, નીરજ ચોપરા પાકિસ્તાન આવે અને અહિ બંન્ને એથલીટનો મુકાબલો થાય.

તમને જણાવી દઈએ કે, નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને હાલમાં ડાયમંડ લીગમાં તેણે 89.94 મીટર દુર બરછી ફેંકી હતી. આ નીરજનું બેસ્ટ પ્રદર્શન હતું. જ્યારે અરશદ નદીમ ભારતીય ઉપખંડના એકમાત્ર એથલિટ છે જે 90 મીટરનો આંકડો સ્પર્શ કરવામાં કામયાબ રહ્યો છે, હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે, આગળ બંને એથલિટ હવે ટૂર્નામેન્ટમાં એક સાથે જોવા મળે.