Virender Sehwag On Shoaib Akhtar: રાવલપિંડી એક્સપ્રેસ ‘ચકીંગ’ કરતો હતો, વીરેન્દ્ર સેહવાગે શોએબ અખ્તરનું અપમાન કર્યું

|

May 18, 2022 | 2:20 PM

Virender Sehwag vs Shoaib Akhtar: જ્યારે પણ વીરેન્દ્ર સેહવાગ કોઈ શોમાં હોય છે, ત્યારે ચોક્કસપણે પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરની ચર્ચા થાય છે.

Virender Sehwag On Shoaib Akhtar: રાવલપિંડી એક્સપ્રેસ ચકીંગ કરતો હતો, વીરેન્દ્ર સેહવાગે શોએબ અખ્તરનું અપમાન કર્યું
Virender Sehwag and Shoaib Akhtar (File Photo)

Follow us on

ભારતના પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag)એ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) પર કટાક્ષ કર્યો હતો. વીરેન્દ્ર સેહવાગના કહેવા પ્રમાણે શોએબ અખ્તર ‘ચકિંગ’ કરતો હતો. એક ઈન્ટરવ્યુમાં સેહવાગે કહ્યું હતું કે પાકિસ્તાની ફાસ્ટ બોલરને તેની એક્શનને કારણે રમવું મુશ્કેલ હતું. સેહવાગે કહ્યું, ‘શોએબ જાણે છે કે તે ‘ચકિંગ’ કરતો હતો. નહિંતર શા માટે ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ) એ તેના પર પ્રતિબંધ મૂક્ચો હતો? તે જ સમયે ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર બ્રેટ લી યોગ્ય રીતે બોલિંગ કરતો હતો તેથી તેના બોલને પસંદ કરવાનું સરળ હતું. પરંતુ શોએબ અખ્તર સાથે હાથ અને બોલ ક્યાંથી આવશે તે તમે ક્યારેય અનુમાન કરી શક્યા નહીં.

વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે શેન બોન્ડ જે હાલમાં મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ છે અને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર છે. તે સૌથી મુશ્કેલ બોલર હતા. જેનો તેણે સામનો કર્યો હતો. સેહવાગે કહ્યું ‘તેના (શેન બોન્ડ) બોલ તમારા શરીર પર ઝડપથી આવતા હતા. ભલે તે ઓફ-સ્ટમ્પની બહાર બોલ ફેંકે. તેણે કહ્યું કે બ્રેટ લી અને શોએબ અખ્તર અન્ય 2 બોલર હતા, જેનો તેણે સામનો કર્યો હતો.

સેહવાગે સ્વીકાર્યું, ‘હું ક્યારેય બ્રેટ લી (Brett Lee)નો સામનો કરતા ડરતો ન હતો. પરંતુ શોએબની ઓવરમાં 2 શોટ મારતો હતો. પછી તે બીમર અથવા યોર્કર વડે હુમલો કરતો હતો. સેહવાગે સ્વીકાર્યું કે પાકિસ્તાનના ઝડપી બોલરને પોતાનો મિત્ર માને છે.’ સેહવાગે ટેસ્ટમાં શોએબ અને પાકિસ્તાની ટીમનો સામનો કરવાનો આનંદ માણ્યો છે. તેની સામે સહેવાગે 1 સદી, 2 બેવડી સદી અને 1 ટ્રિપલ સદી સાથે 90થી વધુની સરેરાશ સાથે રન બનાવ્યા છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ (Virender Sehwag) એ કહ્યું, ‘સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, VVS લક્ષ્મણ, સૌરવ ગાંગુલી બધા 150-200 બોલ રમીને સદી ફટકારતા હતા. જો હું એ જ દરે સદી ફટકારીશ તો કોઈ મને યાદ નહીં કરે. મારી છાપ બનાવવા માટે મારે તેના કરતા ઝડપી રન બનાવવા હતા.’ સેહવાગે એ પણ ખુલાસો કર્યો કે તેણે આ સ્થાન હાંસલ કરવા માટે ઝડપી રન બનાવવાથી પોતાને ક્યારેય રોક્યા નથી.

Next Article