Virat Kohliનું બેટ ભલે શાંત હોય પરંતુ સોશિયલ મીડિયા પર તેનો દબદબો, ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સના મામલે તોડ્યા રેકોર્ડ

|

Sep 03, 2021 | 11:08 PM

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ભલે હાલમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હોય. પરંતુ તેમ છતાં પણ તેની ફેન ફોલોઈંગમાં કોઈ જ કમી નથી વર્તાઈ રહી.

1 / 6
વિરાટ કોહલી 150 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ મેળવનાર ક્રિકેટ વિશ્વનો પહેલો ખેલાડી બની ગયો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં આટલા બધા ફોલોઅર્સ ધરાવતો તે પ્રથમ વ્યક્તિ છે. જો આપણે રમત જગતની વાત કરીએ તો તે આ યાદીમાં ચોથા સ્થાને આવે છે.

2 / 6
ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સની દ્રષ્ટિએ રમત જગતમાં પ્રથમ આવે છે. તેના 337 મિલિયન ફોલોઅર્સ છે. 260 મિલિયન ફોલોઅર્સ સાથે લિઓનલ મેસ્સી આ યાદીમાં બીજા સ્થાને છે. બ્રાઝિલના ફૂટબોલર નેમારના ઇન્સ્ટાગ્રામ પર 160 મિલિયન ફોલોઅર્સ છે.

3 / 6
ઇન્સ્ટાગ્રામ ઉપરાંત, કોહલીની ટ્વિટર અને ફેસબુક જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. અત્યાર સુધી તેના ટ્વિટર પર 43.4 મિલિયન ફોલોઅર્સ અને ફેસબુક પર 48 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

4 / 6
વિરાટ કોહલીને છેલ્લા 187 દિવસમાં 50 મિલિયન લોકો ફોલો કરે છે. આ વર્ષે 3 માર્ચે, તેણે 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો સ્પર્શ્યો. હવે 6 મહિનામાં, તે 150 મિલિયન ફોલોઅર્સના આંકડા સુધી પહોંચી ગયો છે.

5 / 6
વિરાટ કોહલી હાલમાં ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમી રહ્યો છે. વિરાટ કોહલી ની આગેવાનીમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 1-1 થી સિરીઝમાં બરાબરી પર છે.

6 / 6
ઇંગ્લેન્ડમાં કેપ્ટન વિરાટ કોહલી હાલમાં સારા ફોર્મમાં નથી. જોકે હાલમાં રમાઇ રહેલી ઓવલ ટેસ્ટમાં તેણે પ્રથમ દાવમાં 50 રન કર્યા હતા.

Next Photo Gallery