IND vs WI: વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે નહી જાય, કેએલ રાહુલને લઈ આવ્યુ મોટુ અપડેટ-રિપોર્ટસ

|

Jul 13, 2022 | 11:59 PM

ભારતીય ટીમ (Indian Cricket Team) હાલમાં ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી રમી રહી છે, ત્યારબાદ તે વેસ્ટ ઈન્ડિઝ (West Indies) માટે રવાના થશે અને ત્યાં મર્યાદિત ઓવરોની શ્રેણી રમશે.

IND vs WI: વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે નહી જાય, કેએલ રાહુલને લઈ આવ્યુ મોટુ અપડેટ-રિપોર્ટસ
Virat Kohli આરામ પર બહાર રહી શકે છે

Follow us on

ભારતીય ટીમ (Indian Cricket Team) હાલમાં ઈંગ્લેન્ડમાં વનડે શ્રેણી રમી રહી છે અને ત્યાર બાદ તેને વેસ્ટ ઈન્ડિઝ જવાનું છે. કેએલ રાહુલ (KL Rahul) વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર T20 શ્રેણીમાં વાપસી કરી શકે છે અને વિરાટ કોહલી (Virat Kohli) ને આરામ આપવામાં આવી શકે છે. એક મીડિયા અહેવાલમાં આ વિશે માહિતી આપી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે સીરીઝ અને પાંચ મેચની ટી20 સીરીઝ રમવાની છે. વનડે સીરીઝ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ ટી20 સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ બાકી છે. BCCI ટૂંક સમયમાં આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી શકે છે. વિરાટ કોહલીને પણ ODI શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે અને કેએલ રાહુલ પણ ODI ટીમમાં નથી.

હવે એવા સમાચાર છે કે રાહુલ T20 શ્રેણીમાં વાપસી કરી શકે છે, પરંતુ વિરાટ કોહલી આરામ ચાલુ રાખશે. કેએલ રાહુલ દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની ઘર આંગણાની T20I શ્રેણી પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. તે પછી તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે પણ રમ્યો નહોતો. હવે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણીમાં વાપસી કરી શકે છે.

કોહલી ઈજાગ્રસ્ત છે

કોહલીને ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ગ્રોઈન ઈંજરીની સમસ્યા થઈ હતી, જેના કારણે તે મેચ રમી શક્યો ન હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ગુરુવારે લોર્ડ્સમાં રમાનારી બીજી વનડેમાં નહીં રમે શકે એવા અહેવાલ છે અને તેનું કારણ પણ ઈજા છે. સ્પોર્ટ્સ ટુડે અનુસાર, BCCIએ T20 ટીમની પસંદગી કરી છે અને થોડા દિવસોમાં તેની જાહેરાત કરશે. જ્યાં સુધી કેએલ રાહુલનો સંબંધ છે, તે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 પહેલા ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યાર બાદ તે NCA માં તેની ઈજા પર કામ કરી રહ્યો હતો. એવી આશા હતી કે એશિયા કપ પહેલા તે ફિટ થઈ જશે પરંતુ હવે તેની વેસ્ટ ઈન્ડિઝ સામે રમવાની શક્યતા પ્રબળ લાગી રહી છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વેસ્ટ ઈન્ડિઝનો આવો કાર્યક્રમ છે

ભારતે 22 જુલાઈથી શરૂ થનારી વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ત્રણ મેચની ODI શ્રેણી રમવાની છે. બીજી વનડે 24 જુલાઈએ રમાશે અને ત્યારબાદ ત્રીજી વનડે 27 જુલાઈએ રમાશે. આ સિરીઝ માટે શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે જ સમયે, ટી20 શ્રેણી 29 જુલાઈથી શરૂ થઈ રહી છે. આ પછી બીજી મેચ 1 ઓગસ્ટે, ત્રીજી મેચ 2 ઓગસ્ટે, ચોથી મેચ 6 ઓગસ્ટે, પાંચમી મેચ 7 ઓગસ્ટે રમાશે.

Published On - 9:26 pm, Wed, 13 July 22

Next Article