IND vs NZ: મુંબઇ ટેસ્ટને લઇ ટીમ ઇન્ડિયા સામે ધર્મ સંકટ, વિરાટ કોહલી માટે કોણ આપશે કુર્બાની

મુંબઈ (Mumbai Test) માં યોજાનારી બીજી ટેસ્ટ માટે ભારતને મોટા સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, આ દરમિયાન ટીમ ઈન્ડિયા (Team India) ને મુશ્કેલ નિર્ણય લેવો પડી શકે છે.

| Edited By: | Updated on: Nov 29, 2021 | 8:57 AM
4 / 6
મયંક અગ્રવાલ અને શુભમન ગિલને પણ પડતો મૂકવામાં આવી શકે છે. કોઈપણ રીતે, બંને ઓપનર તરીકે પ્રથમ પસંદગી નથી. રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીને કારણે બંને રમી રહ્યા છે. મયંક જાન્યુઆરી 2021 પછી પ્રથમ વખત ટેસ્ટ રમ્યો હતો પરંતુ તે મોટા રન બનાવી શક્યો નહોતો. દરમિયાન, શુભમન ગિલ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પછી પ્રથમ ટેસ્ટ રમ્યો હતો. તેણે પ્રથમ દાવમાં ફિફ્ટી ફટકારી હતી. પરંતુ બીજા દાવમાં તે સસ્તામાં આઉટ થયો હતો. જો ટીમ મેનેજમેન્ટ પૂજારા સાથે ઓપનિંગ કરવાનો નિર્ણય લે છે, તો મયંક અને ગિલમાંથી કોઈ એકને બહાર જવું પડશે.

5 / 6
શ્રેયસ ઐય્યરે તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ કાનપુરમાં રમી અને છાપ ઉભી કરી. તેણે પ્રથમ ટેસ્ટની બે ઇનિંગ્સમાં સદી અને અડધી સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં તેમના બહાર જવાની શક્યતા ઓછી છે. પરંતુ 2016માં જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારત આવી ત્યારે કરુણ નાયરે ચેન્નાઈમાં ત્રેવડી સદી ફટકારી હતી. પરંતુ તેને આગામી ટેસ્ટમાંથી બહાર જવું પડ્યું હતું. આવી સ્થિતિમાં અય્યરને પણ જવું પડી શકે છે. જો આમ થશે તો યુવા બેટ્સમેન સાથે અન્યાય થશે.

6 / 6
ભારતીય ટીમે કાનપુર ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે 284 રનનો પડકાર રાખ્યો છે. આમ ભારતીય ટીમ આમ મજબૂત સ્થિતીમાં જોવા મળી રહી છે. ન્યુઝીલેન્ડ ચોથા દિવસની રમતના અંતે 4 રનના સ્કોર પર એક વિકેટ ગુમાવી ચુક્યુ છે.