
બાયો બબલમાં સતત રહેવું અને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવી સરળ નથી. વિરાટ કોહલીએ જાહેર મંચ પર આ વાત ઘણી વખત કહી છે. ત્રણ ફોર્મેટમાં રમવું અને ટીમની કેપ્ટનશિપ કરવી એ પોતાનામાં એક પડકાર છે અને તેની અસર હવે વિરાટ કોહલીની બેટિંગ પર પણ જોવા મળી રહી છે. વિરાટ કોહલી છેલ્લા 2 વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. ODI અને T20ની કેપ્ટનશીપમાંથી મુક્ત થયા બાદ હવે વિરાટ કોહલીને બેટ્સમેન તરીકે ચોક્કસ રાહત મળશે.

વિરાટ કોહલીને ODI અને T20 ટીમના સુકાનીપદેથી હટાવવાનું એક કારણ નવો કોચિંગ સ્ટાફ પણ હોઈ શકે છે. રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બની ગયો છે અને તે એક નવી વિચારસરણી સાથે ટીમમાં આવ્યો છે. શક્ય છે કે રાહુલ દ્રવિડ નવા કેપ્ટન સાથે ટીમને આગળ લઈ જવા માંગે છે.

ટીમ ઇન્ડિયાએ જોકે હાલમાં જ કોહલીની કેપ્ટનશિપમાં ન્યુઝીલેન્ડની ટીમ સામે જબરદસ્ત વિશાળ જીત મેળવી છે. કોહલીની આગેવાનીમાં મુંબઇમાં રમાયેલી ટેસ્ટમાં ભારતીય ટીમે 372 રન થી જીત મેળવી હતી.