વિરાટ કોહલીએ ફ્રીહીટમાં બોલ્ડ થયા બાદ માત્ર આટલી સેકન્ડમાં લીધા ત્રણ રન, જુઓ અંતિમ ઓવરના હાઈવોલટેજ ડ્રામાનો વાયરલ વીડિયો

|

Oct 23, 2022 | 8:07 PM

પાકિસ્તાન સામે ટી20 વિશ્વ કપની રોમાંચક મેચમાં છેલ્લી ઓવરમાં મોહમ્મદ નવાઝએ નોબોલ નાખ્યો હતો. તે પછી ફ્રીહીટમાં વિરાટ કોહલીએ ત્રણ રન લીધા હતા. ભારત અને પાકિસ્તાન બંનેની ટુર્નામેન્ટમાં આ પ્રથમ મેચ હતી.

વિરાટ કોહલીએ ફ્રીહીટમાં બોલ્ડ થયા બાદ માત્ર આટલી સેકન્ડમાં લીધા ત્રણ રન, જુઓ અંતિમ ઓવરના હાઈવોલટેજ ડ્રામાનો વાયરલ વીડિયો
Virat Kohli

Follow us on

ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે મેલબોર્નમાં ટી20 વર્લ્ડ કપની (T20 World Cup 2022) રોમાંચક મેચ રમાઈ હતી. જબરદસ્ત રોમાંચક મેચમાં ભારતે છેલ્લા બોલ પર 4 વિકેટે જીત મેળવી હતી. બંને ટીમોએ ઈનિંગમાં ખરાબ શરુઆત કરી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને ભારતને 170 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેની સામે ભારતીય ઈનિંગની શરુઆત ખરાબ રહી હતી. પાવર પ્લેમાં જ ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી.

વિરાટ કોહલી (Virat Kohli) અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ જબરદસ્ત ભાગીદારી નોંધાવીને ભારતને લક્ષ્ય તરફ આગળ વધાર્યુ હતુ. અંતિમ બોલ સુધી રમત દિલધડક રહી હતી. વિરાટ કોહલીએ 82 રનની અણનમ ઈનિંગ રમી હતી. કે એલ રાહુલના આઉટ થવા પર કોહલી ક્રિઝ પર આવ્યો હતો અને અંત સુધી નોટઆઉટ રહ્યો હતો. તેણે 53 બોલમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી આ 82 રનની શાનદાર ઈનિંગ નોંધાવી હતી. હાર્દિક પંડ્યાએ પણ 40 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમીને વિરાટનો સારો સાથ આપ્યો હતો. અંતિમ ઓવર ખૂબ જ રોમાંચક રહી હતી. જેમાં 2 વિકેટ ગુમાવવા છતા ફ્રિહિટ અને વાઈડના એક્સ્ટ્રા રને ભારતનું કામ સરળ કરી દીધુ હતુ.

શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો

રોમાંચક અંતિમ ઓવર

અંતિમ ઓવરમાં ભારતને જીત માટે 16 રનની જરૂર હતી. પાકિસ્તાન તરફથી અંતિમ ઓવર નાખવાની જવાબદારી મોહમ્મદ નવાઝને સોંપવામાં આવી હતી. 6 બોલમાં 16 રનની જરૂર હતી અને પ્રથમ બોલ પર સ્ટ્રાઈક પર હાર્દિક પંડ્યા હતો. નવાઝે પ્રથમ બોલ પર હાર્દિકને આઉટ કર્યો હતો. હાર્દિકના આઉટ થવા પર દિનેશ કાર્તિક સ્ટ્રાઈક પર આયો હતો. કાર્તિકે એક રન લઈ કોહલીને સ્ટ્રાઈક આપી હતી. કોહલીએ ચોથા બોલ પર બે રન લીધા હતા અને પછી ભારતને 3 બોલમાં 13 રનની જરૂર હતી.

વિરાટ કોહલીએ નો-બોલ પર સિક્સ ફટકારી હતી અને એક બોલમાં 7 રન લીધા હતા. હવે ભારતને 3 બોલમાં 6 રનની જરૂર હતી. વિરાટ કોહલી ફ્રીહીટમાં બોલ્ડ થયો હતો પણ ક્રિકેટના નિયમ પ્રમાણે બેટ્સમેન ફ્રીહીટ પર રન લઈ શકે છે, જ્યાં સુધી બોલને ડેડ ના કહેવામાં આવે. વિરાટ કોહલી અને દિનેશ કાર્તિકે ત્રણ રન દોડીને લીધા હતા. વિરાટ કોહલીએ આ ત્રણ રન માત્ર 9.36 સેકન્ડમાં દોડીને લીધા હતા. અંતિમ બોલ પર આર અશ્વિને એક રન લઇને ભારતને શાનદાર જીત અપાવી હતી.

 

 

Next Article