
ગુરુવારે IPL 2023 માં રનનુ વાવાઝોડુ જોવા મળ્યુ હતુ. રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે 13 બોલમાં જ અડધી સદી નોંધાવી દીધી હતી. IPL ના ઈતિહાસની સૌથી ઝડપી ફીફટીને લઈ તે ક્રિકેટની દુનિયામાં ખૂબ ચર્ચાઓ બનાવી રહ્યો છે. દુનિયાભરના ચાહકો અને દિગ્ગજો તેની આ ઈનીંગને લઈ દંગ છે. તેની અડધી સદીની ચર્ચા ચો તરફ થઈ રહી છે અને જયસ્વાલના નામનો જયકારો થઈ રહ્યો છે. જયસ્વાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 98 રનની ઈનીંગ 47 બોલનો સામનો કરીને રમી હતી.
જયસ્વાલ વર્તમાન સિઝનમાં સારી રમત રમી રહ્યો છે. પરંતુ એક સમય એવો હતો કે, જયસ્વાલ રન માટે સંઘર્ષ કરતો હતો. ખાસ કરીને વર્ષ 2021 ની સિઝન દરમિયાન તેના બેટથી રન નહોતા નિકળી રહ્યા. યશસ્વી જેને લઈ પરેશાન હતો. આ દરમિયાન બેંગ્લોર સામેની એક મેચ બાદ વિરાટ કોહલીની તે મળ્યા હતો. બસ આ બાદ તો જાણે કે તેનામાં ગજબ આત્મવિશ્વાસ છલકાયો હોય એમ હવે તે રન નિકાળવા લાગ્યો છે. મોટી ઈનીંગ રમવા લાગ્યો છે.
કોહલીએ જયસ્વાલની 98 રનની ઈનીંગ બાદ ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી પર તેની તસ્વીર શેર કરી લખ્યુ હતુ કે, પાછળના કેટલાક સમયમાં સૌથી વધારી સારી બેટિંગ જોઈ. શુ ટેલેન્ટ છે. વિરાટ કોહલી જયસ્વાલની રમતથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. કોહલીએ શેર કરેલી ઈન્સ્ટા સ્ટોરી ફેન્સે ખૂબ પસંદ કરી હતી.
King Kohli Insta Status ❤ #KKRvRR #YashasviJaiswal
King always appreciate who deserve it 🥳😍 pic.twitter.com/4O4Ga7cLjM
— Shamsi (MSH) (@ShamsiHaidri) May 11, 2023
જયસ્વાલે પણ પણ જવાબ આપ્યો હતો. તેણે રિપ્લાય કરતા કહ્યુ હતુ કે, આભાર ભાઈ. મારા માટે આ ખૂબ છે. યશસ્વી જયસ્વાલને માટે કોહલીના શબ્દો સન્માનથી કમ નથી. જે તેના આત્મવિશ્વાસમાં વધારો કરશે.
IPL 2021 ના દરમિયાન યશસ્વી જયસ્વાલ પરેશાન હતો. તે પોતાના બેટ વડે રન નિકાળી શકવામાં મુશ્કેલી અનુભવી રહ્યો હતો. મોટી ઈનીંગ તેના બેટથી નિકળી રહી નહોતી. તેણે એ દરમિયાન ચાર મેચમાં 31,36,5 અને 49 રનની ઈનીંગ રમી હતી. ત્યાર બાદ તે પોતાની ઈનીંગને આગળ વધારી શકતો નહોતો. આ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ બાદ યશસ્વી જયસ્વાલ વિરાટ કોહલી પાસે પહોંચ્યો હતો અને કોહલી સમક્ષ પોતાની પરેશાની રજૂ કરી હતી. કોહલીએ તેને બતાવ્યુ હતુ કે, તે કેવી રીતે મોટો સ્ટોર કરી શકે છે.
બસ ત્યાર બાદ કોહલીની કેટલીક ટિપ્સ જયસ્વાલ માટે મહત્વની બની રહી હતી અને તે ધીરે ધીરે પોતાની બેટિંગમાં સુધારાના માર્ગે આગળ વધવા લાગ્યો. આજે વર્તમાન સિઝનમાં રાજસ્થાનને માટે સારી શરુઆત કરી રહ્યો છે. હવે તેનામાં ખૂબ વિશ્વાસ જોવા મળી રહ્યો છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 8:40 am, Fri, 12 May 23