વિશ્વ ક્રિકેટમાં જ્યારે પણ ફિટનેસની વાત થાય છે, ત્યારે વિરાટ કોહલી (Virat Kohli)ની ગણતરી ટોચના ખેલાડીઓમાં થાય છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયામાં તેની ફિટનેસ દરેક માટે એક ઉદાહરણ બની ગઈ છે. કોહલીએ ફિટનેસ ચકાસવા માટેના યો-યો ટેસ્ટ (Yo-Yo Test)માં પણ મજબૂત નંબર મેળવ્યા છે અને ટીમમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. હવે જો કોઈ કહે કે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ આ ટેસ્ટમાં કોહલીને પાછળ છોડી દીધો છે તો બધાને નવાઈ લાગે એ સંભવ છે. ટ્વિટરમાં આ અંગે એક દાવો કરવામાં આવ્યા છે જે બાદ બધા ચોંકી ગયા છે.
એશિયા કપની તૈયારીઓ માટે ટીમ ઈન્ડિયાનો ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. ટીમ ઈન્ડિયા બેંગ્લોરની નજીક અલુરમાં 6 દિવસ સુધી પોતાની તૈયારી કરશે અને ત્યારબાદ એશિયા કપ માટે મેદાનમાં ઉતરશે. કેમ્પના પહેલા દિવસે ખેલાડીઓની ફિટનેસ ચકાસવા માટે યો-યો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં વિરાટ કોહલીએ કોઈપણ સમસ્યા વિના સફળતા મેળવી હતી.
The Yo-Yo test scores [Cricbuzz] :
– Rohit Sharma: 18.6
– Virat Kohli: 17.2
– Hardik Pandya 16.7Even At My Worst,I Can Beat You At Your Best @ImRo45 pic.twitter.com/0f3JiwPXPa
— ً (@Ro45Goat) August 25, 2023
કોહલીએ યો-યો ટેસ્ટમાં 17.2 સ્કોર મેળવ્યા હતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને આ માહિતી આપી હતી. ત્યારથી દરેકને એ જાણવાની ઉત્સુકતા હતી કે કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ જેવા અન્ય ખેલાડીઓનો યો-યો ટેસ્ટ સ્કોર શું હતો? આ અંગેની માહિતી એક ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટ અનુસાર, કેપ્ટન રોહિત શર્માનો સ્કોર 18.6 હતો, જે કોહલી કરતા ઘણો વધારે છે, જ્યારે હાર્દિક પંડ્યાનો સ્કોર 16.7 હતો, જે 16.5ના ટેસ્ટ પાસિંગ સ્કોરથી થોડો જ વધારે છે. તે આશ્ચર્યજનક છે કે રોહિત શર્મા, જેને તેની ફિટનેસ માટે ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકો દ્વારા વારંવાર નિશાન બનાવવામાં આવે છે, તે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા કરતાં વધુ સ્કોર કરે છે.
આ પણ વાંચો : કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરનો યો-યો ટેસ્ટ હજી બાકી! બંનેએ બેટિંગ પ્રેક્ટિસ કરી શરૂ
આવી સ્થિતિમાં, આના પર પ્રશ્નો ઉભા થવાના છે અને દરેક તેનું સત્ય જાણવા માંગે છે. સત્ય એ છે કે આ માહિતી ખોટી છે અને તેના દ્વારા માત્ર જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આ એકાઉન્ટનું નામ @Ro45GOAT છે, જે રોહિત શર્માનો ફેન પેજ હોવાનું સામે આવ્યું છે, જેના પરથી આ ટ્વીટનો હેતુ સમજી શકાય છે.