Virat Kohli: વિરાટ કોહલી માટે T20 World Cup બાદ વન ડે ટીમની કેપ્ટનશિપ જોખમમાં, છીનવાઇ જશે કેપ્ટન નો તાજ

|

Sep 17, 2021 | 9:04 AM

જાણવા મળ્યું છે કે રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી (Virat Kohli) સાથે વિગતવાર વાત કરી છે. હવે કોહલી સચિન તેંડુલકરનો 100 આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ તોડવાના પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે.

Virat Kohli: વિરાટ કોહલી માટે T20 World Cup બાદ વન ડે ટીમની કેપ્ટનશિપ જોખમમાં, છીનવાઇ જશે કેપ્ટન નો તાજ
Virat Kohl

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli) એ આવતા મહિને T20 વર્લ્ડકપ (T20 World Cup) બાદ ભારતની T20 કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવે છે કે તેણે બેટિંગ ફોર્મ મેળવવા માટે આ નિર્ણય લીધો છે. પરંતુ આ સૂચવે છે કે તેને વનડેમાં પણ આવી જ બાબતોનો સામનો કરવો પડી શકે છે. કોહલીએ કહ્યું છે કે તે ટેસ્ટ અને વનડેમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે. પરંતુ કોઈ ચોક્કસપણે કહી શકતું નથી કે, તે 2023 ના વર્લ્ડ કપમાં ભારતની 50 ઓવરની ટીમનો કેપ્ટન બની રહેશે. વર્કલોડ મેનેજમેન્ટને T20 કેપ્ટનશીપ છોડવાનું એક માન્ય કારણ ગણી શકાય. પરંતુ જો વર્લ્ડ કપ સિવાય 2023 સુધી ભારતનો કાર્યક્રમ જોવામાં આવે તો ટીમને માત્ર 20 દ્વિપક્ષીય T20 મેચ રમવાની છે.

BCCI ના એક સૂત્રએ મીડિયા રિપોર્ટમાં કહ્યું, વિરાટ જાણે છે કે જો ટીમ UAE માં T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન ન કરે તો, તેને મર્યાદિત ઓવરના કેપ્ટન તરીકે પડતો મુકવામાં આવી શકે છે. જ્યાં સુધી મર્યાદિત ઓવરની કેપ્ટનશીપનો સવાલ છે, તેણે સારું પ્રદર્શન કર્યું છે. તેણે પોતાના પર થોડું દબાણ હળવું કર્યું છે. કારણ કે એવું લાગે છે કે તે આ કામ પોતાની શરતો પર કરી રહ્યો હતો. જો T20 માં પર્ફોર્મન્સમાં ઘટાડો જોવા મળે તો તે 50 ઓવરના ફોર્મેટમાં નહીં થાય. T20 વર્લ્ડ કપમાં ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યા બાદ કોહલીને શુદ્ધ બેટ્સમેન તરીકે વનડેમાં ઉતરવુ પડી શકે છે.

ગાંગુલી-જય શાહ કોઇએ 2023 વર્લ્ડ કપ વિશે વાત કરી નથી

તેમાં કોઈ શંકા નથી કે ડ્રેસિંગ રૂમમાં પણ, ઉપ-કપ્તાન રોહિત શર્માને એવા લીડર માનવામાં આવે છે, જેણે યુવા ખેલાડીઓને સાથે લેવાનું શીખ્યો છે. તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં મુંબઈ ઇન્ડીયન્સ (Mumbai Indians) સાથે વર્ષ-દર વર્ષે કરી રહ્યો છે. BCCI ના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે જારી કરાયેલા બોર્ડના નિવેદનના રસપ્રદ પાસા વિશે મીડિયા રિપોર્ટસમાં જણાવ્યું હતું કે, જો તમે સૌરવ અને જય શાહના નિવેદનો પર નજર નાખો તો બંનેએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. પરંતુ એક શબ્દ પણ કહ્યું નથી કે તેઓ 2023 વર્લ્ડ કપ સુધી ચાલુ રહેશે કે નહી. તેથી, તે કેપ્ટન રહેશે તેવા નિષ્કર્ષ પર પહોંચી શકાય નહીં.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

જાણકારી મળી છે કે, T20 વિશ્વકપ બાદ પદ છોડનારા રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ કોહલીને વિસ્તારથી વાતચીત કરી છે. હવે તે પોતાનુ ધ્યાન સચિન તેંડુલકરના 100 શતકના રેકોર્ડને તોડવાના પોતાના લક્ષ્ય પર ધ્યાન આપશે.

 

આ પણ વાંચોઃ Virat Kohli: કેપ્ટનશીપ છોડવા પર BCCI સચિવ જય શાહનો ખુલાસો, કહ્યુ-છ મહિનાથી ચાલી રહી હતી તૈયારી

આ પણ વાંચોઃ Virat Kohli: વિરાટ કોહલીએ ટીમ ઇન્ડીયાની T20 કેપ્ટનશીપ છોડીને ચાલી લીધી આ ચાલ, એક તીર અનેક નિશાન !

Next Article