Virat Kohli, IPL 2023: વિરાટ કોહલીને ભૂલની મળી સજા, મોટા શોટના ચક્કરમાં વિકેટકીપરને આપી બેઠો કેચ

|

May 09, 2023 | 9:37 PM

MI VS RCB: મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ દરમિયાન વિરાટ કોહલી માત્ર 1 જ રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો.

Virat Kohli, IPL 2023: વિરાટ કોહલીને ભૂલની મળી સજા, મોટા શોટના ચક્કરમાં વિકેટકીપરને આપી બેઠો કેચ
Virat Kohli dismissed 1 run at Wankhede MI vs RCB

Follow us on

IPL 2o23 ની આજે જબરદસ્ત મેચ વાનખેડેમાં રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર થઈ રહી છે. પ્લેઓફની રેસમાં સ્થાન બનાવી રાખવા માટે આજે મેચમાં જીત મહત્વની બની રહી એમ છે. ટોસ જીતીને બેંગ્લોરને પ્રથમ બેટિંગ માટે મેદાને ઉતારવાનો નિર્ણય રોહિત શર્માએ કર્યો હતો. ઓપનર વિરાટ કોહલી વાનખેડેમાં ફ્લોપ રહ્યો હતો. મેચની પ્રથમ ઓવરમાં જ તે પોતાની વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો.

વિરાટ કોહલી ભારતીય સ્ટાર બેટર છે અને તે અનેક વિક્રમ આંતર રાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલમાં નોંધાવી ચૂક્યો છે. પરંતુ વાનખેડેમાં તે માત્ર એક જ રન નોંધાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ખોટા શોટની પસંદગીએ તેને વિકેટકીપરના હાથમાં ઝડપાવ્યો હતો. બેંગ્લોર માટે કોહલીના બેટથી આજે રન નિકળવા જરુરી હતા અને તે આશાઓ ફળી નહોતી.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

માત્ર 1 રન નોંધાવ્યો

આમ તો વિરાટ કોહલીએ સિઝનમાં 2 એપ્રિલે મુંબઈ સામે બેટ ખોલીને રમતા એક તરફી જીત બેંગ્લોરને અપાવી હતી. જોકે એ મેદાન બેંગ્લોરનુ હોમ ગ્રાઉન્ડ હતુ. એટલે કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ હતુ. જ્યારે આ વખતે મેદાન વાનખેડે હતુ. મુંબઈ સામે આજે એવી જ રમતની આશા બેંગ્લોરની હતી જેવી અગાઉની મેચમાં મુંબઈ સામે રમી હતી. જોકે વાનખેડેમાં જે અંદાજથી શોટ રમવાનો પસંદ કર્યો હતો, એ શોટ ટીમના માટે ખતરનાક હતો. બેંગ્લોરે પ્રથમ ઓવરમાં જ પોતાની પ્રથમ વિકેટ મોટા ખેલાડીની રુપમાં ગુમાવવી પડી હતી.

 

જેસન બેહરનડોર્ફ પ્રથમ ઓવર લઈને બેંગ્લોર સામે આવ્યો હતો. ઓવરનમાં આગળ આવીને રમવા જતા કોહલીએ વિકેટ ગુમાવી હતી. જેસનના બોલને આગળ નિકળીને મોટો શોટ ફટકારવાનો પ્રયાસ વિરાટ કોહલીનો હતો. જોકે બોલ સ્વિંગ થઈને બહાર નિકળ્યો હતો અને કોહલીએ તેમાં ચૂક કરતા બેટની કિનારીને અડકીને બોલ વિકેટકીપર ઈશાન કિશનના હાથમાં પહોંચ્યો હતો. ફિલ્ડ અંપાયરે નોટ આઉટ આપ્યો હતો. પરંતુ ઈશાનના કહેવા પર રોહિત શર્માએ પળનોય વિલંબ કર્યા વિના રિવ્યૂ લીધુ હતુ. જેમાં કોહલી સ્પષ્ટ આઉટ જણાયો હતો.

 

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Published On - 8:52 pm, Tue, 9 May 23

Next Article