Rohit Sharma-Virat Kohli: કોહલી અને રોહિત શર્મા હળવા મૂડમાં, ફેન સાથે સેલ્ફી લીધી

|

Jun 19, 2022 | 12:40 PM

Cricket : વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) નું તાજેતરનું ફોર્મ ઘણું ખરાબ રહ્યું છે. બંને ખેલાડીઓ ઇંગ્લેન્ડ સામે ફોર્મમાં પરત ફરવા માંગશે.

Rohit Sharma-Virat Kohli: કોહલી અને રોહિત શર્મા હળવા મૂડમાં,  ફેન સાથે સેલ્ફી લીધી
Virat Kohli and Rohit Sharma with Fans (PC: Instagram)

Follow us on

ટીમ ઈન્ડિયા (Team India) આવતા મહિને ઈંગ્લેન્ડ (England Cricket) ટીમ સામે પાંચમી ટેસ્ટ મેચ રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચી ગઇ છે. ગયા વર્ષે ઈંગ્લેન્ડના પ્રવાસ પર ભારતીય ટીમ કોવિડ-19ના કેસ વધી જતા છેલ્લી ટેસ્ટ મેચ રમી શકી ન હતી. ચાર ટેસ્ટ મેચ બાદ ટીમ ઈન્ડિયા હાલમાં 2-1 થી આગળ છે. આ મેચ માટે કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ઘણા સ્ટાર ખેલાડી બ્રિટન પહોંચી ગયા છે.

આ મહત્વપૂર્ણ મેચ માટે ભારતીય ખેલાડીઓએ પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. બીસીસીઆઈ (BCCI) દ્વારા ટ્રેનિંગ સેશનની તસવીરો પણ શેર કરવામાં આવી છે. હવે સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં વિરાટ કોહલી (Virat Kohli) અને રોહિત શર્મા (Rohit Sharma) ક્રિકેટ ફેન્સ સાથે સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ભારતને ઇંગ્લેન્ડ સામે 7 મેચ રમવાની છે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ એજબેસ્ટન ખાતે 1 થી 5 જુલાઈ દરમિયાન રમાશે. ટેસ્ટ મેચ પુરી થયા બાદ ભારતે 7-17 જુલાઈ દરમિયાન ODI અને T20 સિરીઝ રમવાની છે. બીજી તરફ ટીમ ઈન્ડિયા (Team India) એ આ મહિને આયર્લેન્ડના પ્રવાસ પર બે T20 મેચોમાં પણ ભાગ લેવાનું છે. જેના માટે ભારત પોતાની બી ટીમ આયરલેન્ડ મોકલવા જઈ રહ્યું છે. આયર્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના ખભા પર રહેશે.

 

વિરાટ કોહલી અને રોહિત શર્માનું હાલનું ફોર્મ ખરાબ

વિરાટ કોહલી અને રોહિત શર્માનું તાજેતરનું ફોર્મ ઘણું ખરાબ રહ્યું છે. IPL 2022 માં કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે 22.73 ની સરેરાશથી 16 મેચોમાં માત્ર 341 રન જ બનાવી શક્યો છે. જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી આ સિઝનમાં ત્રણ વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો.

રોહિત શર્માની વાત કરીએ તો તેણે IPL 2022 માં 14 મેચમાં 19.14ની એવરેજથી કુલ 268 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિતનો સ્ટ્રાઈક રેટ 120.18 હતો અને સર્વશ્રેષ્ઠ સ્કોર 48 રન હતો. IPL ના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે રોહિત શર્મા આ સિઝનમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. મહત્વનું છે કે કોહલી અને રોહિતને દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી T20I શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો.

ભારતના ઇંગ્લેન્ડ પ્રવાસનો કાર્યક્રમઃ

24-27 જુન, વોર્મ-અપ મેચ vs લિસ્સેસ્ટરશાયર
1 જુલાઈ, ટી20 વોર્મ-અપ મેચ vs ડર્બીશાયર
1-5 જુલાઇ, પાંચમી ટેસ્ટ મેચ vs એજબેસ્ટન
3 જુલાઈ, ટી20 વર્મ-અપ મેચ vs નોર્થમ્પટનશાયર

7 જુલાઈ, પહેલી ટી20 મેચ
9 જુલાઈ, બીજી ટી20 મેચ
10 જુલાઈ, ત્રીજી ટી20 મેચ

12 જુલાઈ, પહેલી વન-ડે
14 જુલાઈ, બીજી વન-ડે
17 જુલાઈ, ત્રીજી વન-ડે

Next Article