T20 World Cup: વિરાટ કોહલી એ ટીમ ઇન્ડિયાને ટોસ હારવાના મામલામાં પણ બનાવી દીધુ નંબર-1, રચી દીધો વિક્રમ

|

Nov 03, 2021 | 11:06 PM

વિરાટ કોહલી (Virat Kohli) અફઘાનિસ્તાન સામે પણ ટોસ હાર્યો, T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) માં સતત ત્રીજી વાર ટોસ હાર્યો.

T20 World Cup: વિરાટ કોહલી એ ટીમ ઇન્ડિયાને ટોસ હારવાના મામલામાં પણ બનાવી દીધુ નંબર-1, રચી દીધો વિક્રમ
Virat Kohli

Follow us on

ભારતીય ટીમ (Team India) ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) માં મુશ્કેલ સ્થિતીમાંથી પસાર થઇ રહી છે. આ દરમ્યાન અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમે મજબૂત પ્રદર્શન દર્શાવ્યુ હતુ. પરંતુ મેચની શરુઆતે જ ફરી એકવાર ટૂર્નામેન્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ટોસ હાર્યો હતો. વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટના સૌથી પ્રસિદ્ધ બેટ્સમેનોમાંનો એક ભલે હોય, પરંતુ ટોસના મામલામાં તેનુ પલડુ ખુબજ હળવુ લાગે છે. ટી-20 વર્લ્ડ કપ 2021માં તે ત્રણ વખત ટોસ માટે ઉતર્યો છે અને દરેક વખતે તે ટોસના મામલામાં નિરાશ રહ્યો છે.
અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ વિરાટ કોહલી ટોસ હારી ગયો હતો. તે પછી ટીમ ઈન્ડિયા માટે તેણે એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કારણ કે આ પહેલા પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે પણ કોહલી ટોસ હાર્યો હતો. આમ સળંગ ત્રીજી મેચમાં પણ ટોસ હાર્યો હતો. અગાઉની બંને મેચમાં ટોસ હારીને ભારતીય ટીમે ખૂબ નુકશાન વેઠ્યુ હતુ.
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં જોવામાં આવે તો સતત 6 ટોસ હારનારી પ્રથમ ટીમ બની ગઈ છે. અગાઉ સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમ સતત 5-5થી ટોસ હારી હતી. આમ હવે સળંગ સૌથી વધુ મેચમાં ટોસ હારવાના મામલામાં ભારતીય ટીમનુ નામ આગળ આવી ચુક્યુ છે.

14 માંથી 13 મેચમાં ટોસ ગુમાવ્યો

વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2021માં સતત ત્રણ વાર ટોસ હારી ગયો છે. તેના અગાઉ મહેન્દ્રસિંહ ધોની (Ms Dhoni) છેલ્લા T20 વર્લ્ડ કપમાં છેલ્લી ત્રણ મેચમાં ટોસ હારી ગયો હતો. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી સતત છેલ્લી 6 T20 મેચમાં ટોસ હારી ચૂક્યો છે અને કુલ 14 મેચમાં તે 13 વખત સિક્કો હારી ચૂક્યો છે. T20 વર્લ્ડ કપ 2021માં ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાને ઘણું નુકસાન થયું છે. પ્રથમ બે મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવી પડી હતી. બીજી ઈનિંગમાં ડ્યૂનો ફાયદો વિરોધી ટીમોને મળ્યો અને તેમને આસાન વિજય પણ મળ્યો.

 

આ પણ વાંચોઃ Cricket News : ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ બન્યા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ

આ પણ વાંચોઃ  ICC T20 Rankings: બાબર આઝમે મલાનને પછાડી રેકિંગમાં પણ માર્યુ મેદાન, રોહિત શર્માને પણ થયો ફાયદો

Published On - 10:42 pm, Wed, 3 November 21

Next Article