Virat Kohliને તડપાવનારા 1000 દિવસ, હવે પાકિસ્તાન સામે નીકળશે ગુસ્સો…

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માટે છેલ્લા ત્રણ વર્ષ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સારા રહ્યા નથી અને તે સદી માટે તરસી રહ્યો છે.

Virat Kohliને તડપાવનારા 1000 દિવસ, હવે પાકિસ્તાન સામે નીકળશે ગુસ્સો...
આ ભારતીય ખેલાડીને મળ્યો સૌથી વધુ વખત 'Player of the match' એવોર્ડ
| Edited By: | Updated on: Aug 19, 2022 | 7:50 PM

ક્રિકેટ જગતમાં એક રાહ જોવાઈ રહી છે, જે છેલ્લા ઘણા દિવસોથી ચાલુ છે. આવી રાહ, જેની કોઈને આશા કરી ન હતી અને હવે જેનો અંત આવતો નથી. સ્થિતિ એવી છે કે રાહ જોવાના દિવસો એક હજાર પૂરા થઈ ગયા છે. આ રાહ જોવાય રહી છે વિરાટ કોહલીની (Virat Kohli) 71મી સદીની. ભારતીય ક્રિકેટ ટીમના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન કોહલીની છેલ્લી સદીને 1000 દિવસ પૂરા થયા છે. શુક્રવાર 19 ઓગસ્ટે કોહલીના સદીઓના દુકાળના 1000 દિવસ પૂરા થયા. એટલે કે લગભગ ત્રણ વર્ષ.

છેલ્લા દાયકામાં પોતાની ઈચ્છા મુજબ જ્યારે ઈચ્છે ત્યારે સદી ફટકારનાર વિરાટ કોહલીને તેની 70મી સદી સુધી પહોંચવામાં લગભગ 10 વર્ષનો સમય લાગ્યો હતો. આ દરમિયાન ટી20 ઈન્ટરનેશનલ સિવાય કોહલીએ ટેસ્ટમાં 27 અને વનડેમાં 43 સદી પૂરી કરી હતી. તે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની 49 વન-ડે સદી તોડવાથી માત્ર 7 સદી દૂર છે. આ દુષ્કાળની શરૂઆત પહેલા કોહલી એક કે વધુમાં વધુ બે વર્ષમાં આ 7 સદીઓ ભેગી કરતો હતો, પરંતુ અત્યારે સ્થિતિ અલગ છે.

ડે-નાઈટ ટેસ્ટમાં છેલ્લી સદી

વિરાટ કોહલીએ તેની છેલ્લી સદી 23 નવેમ્બર 2019ના રોજ ફટકારી હતી. ત્યારે કોહલી ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો. જ્યારે તે ફોર્મમાં હતો, ત્યારે તેની જગ્યા વિશે કોઈ સવાલ ન હતો. આ સદી પણ ઘણી ખાસ હતી. તેને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બાંગ્લાદેશ સામે 136 રન બનાવ્યા હતા. આ સદી ખાસ હતી કારણ કે ટીમ ઈન્ડિયા પિંક બોલથી અને ડે-નાઈટ ટેસ્ટમાં પહેલીવાર રમી રહી હતી. આ રીતે કોહલી ડે-નાઈટ ટેસ્ટમાં સદી ફટકારનાર પહેલો ભારતીય બેટ્સમેન બન્યો છે.

ઘણી વખત સદીની નજીક આવીને ચૂક્યો

તે દિવસથી આજના દિવસ સુધી કોહલી એક પણ વખત સદી ફટકારી શક્યો નથી. પરંતુ કેટલીક વાર તે સદીની નજીક પણ આવ્યો હતો. આ સદીના લગભગ 2-3 અઠવાડિયા પછી જ તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી20 મેચમાં અણનમ 94 રન બનાવ્યા હતા, જ્યારે તે પછીના મહિનાઓમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે પણ 80 થી વધુ ઈનિંગ્સ રમી હતી. વનડેમાં પણ વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામે 80થી વધુ રનની કેટલીક ઇનિંગ્સ રમી હતી. પરંતુ ટેસ્ટમાં આ સદી પછી તે એક વખત પણ 80નો આંકડો પાર કરી શક્યો નથી અને માત્ર ત્રણ વખત 70થી 80ની વચ્ચે સ્કોર કરી શક્યો હતો, પરંતુ આ ઈનિંગ્સમાં એક પણ વખત પહોંચી શક્યો ન હતો.

પાકિસ્તાન પર ઉતારશે ગુસ્સો

કોહલી હાલમાં બ્રેક પર છે અને હવે એશિયા કપ સાથે વાપસી કરશે. ભારત પહેલી જ મેચમાં પાકિસ્તાનનો સામનો કરી રહ્યું છે અને પાકિસ્તાન સામે કોહલીનો રેકોર્ડ હંમેશા ઘણો સારો રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ભારતીય ફેન્સને આશા હશે કે કોહલી આ 1000 દિવસનો બધો ગુસ્સો પાકિસ્તાન પર ઉતારશે અને સદી ફટકારવાની સાથે ટીમ ઈન્ડિયાને જીત અપાવશે.