London : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે આજે સાંજે 6.45 કલાકે પોતાની ઈનિંગ ડિકલેર કર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમને ચેમ્પિયન બનવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો છે. અંતિમ ઈનિંગમાં બેટિંગ કરવા માટે શુભમન ગિલ ( Shubman Gill) અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેદાન પર ઉતર્યા હતા.
બીજી ઈનિંગની 7મી ઓવર યુવા બોલર બોલેન્ડ નાંખી રહ્યો હતો. 7મી ઓવરની પહેલી જ ઓવરમાં શુભમન ગિલ સ્લીપમાં ગ્રીના હાથે કેચ આઉટ થયો હતો. પણ બોલ જમીન સાથે સ્પર્શતા ગિલ એ રિવ્યૂ માંગ્યો હતો. રિવ્યૂમાં જોવા મળ્યું કે કેચ બાદ ગ્રીનના હાથની 2 આગળી બોલ સાથે જમીન સાથે અડી હતી. પણ ર્થડ અમ્પાયર દ્વારા શુભમન ગિલને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.
it was clear not out benstokes pic.twitter.com/kmJe76eQ59
— meet patel (@meetptlx) June 10, 2023
ઓસ્ટ્રેલિયા ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન) , ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી , નાથન લિયોન, મિશેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ.
ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત , રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ.