
ભારતમાં જેમ આઈપીએલ સમયે ઉત્સવનો માહૌલ હોય છે તેવી જ રીતે ઓસ્ટ્રેલિયામાં બિગ બૈશ લીગની સૌ આતુરતાથી રાહ જોતા હોય છે. આ લીગની ચર્ચા ક્રિકેટ જગતમાં થતી રહે છે. આઈપીએલ બાદ તે સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. હાલમાં બ્રિસ્બેન હીટ અને સિડની થંડરની મેચ દરમિયાન એવી ઘટના બની જેને જોઈને હસી પડશો.
ઓસ્ટ્રેલિયાના કૈનબરાના મનુકા ઓવલમાં સિડની થંડરના ક્રિસ ગ્રીન અને બ્રિસ્બેન હીટના કેપ્ટન કોલિન મુનરો ટોસ માટે હાજર રહ્યા હતા. આ મેચમાં ટોસ જીતીને સિડનીના કેપ્ટને ફિલ્ડિંગ પસંદ કરી હતી. આ ટોસ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહ્યો છે.
If at first you don’t succeed… #BBL13 pic.twitter.com/ofryum3gY4
— KFC Big Bash League (@BBL) December 12, 2023
BBLમાં ટોસ સિક્કાથી નહીં પણ બેટથી થાય છે. આ ટુર્નામેન્ટની શરુઆતથી જ આ અનોખી પરંપરા શરુ થઈ છે. આ મેચ પહેલા પ્રથમ પ્રયાસમાં બેટ ઉભી જ પડી હતી. જેને કારણે બીજીવાર ટોસ કરવો પડયો હતો. બીજીવારનો ટોસ ગ્રીનના પક્ષમાં ગયો હતો. BBLમાં ટોસ માટે ઉપયોગમાં લેવાતી બેટ સામાન્ય બેટ કરતા ફ્લેટ હોય છે.
વર્ષ 2011માં ભારત-શ્રીલંકા વચ્ચેની વનડે વર્લ્ડ કપ ફાઈનલમાં 2 વાર ટોસ થયો હતો. આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન કુમાર સંગાકારાએ ટોસ માટે કોલ તો કર્યો પણ રેફરી બરાબર સાંભળીના શક્યા. વાનખેડેમાં દર્શકોના ઘોંઘાટને કારણે આ ઘટના બની અને તેને કારણે બીજીવાર ટોસ કરવાની ફરજ પડી હતી.