આઈપીએલ 2023ની 35મી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે શરુ થશે. બંને ટીમો પોઈન્ટ ટેબલ પર પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે મેદાન પર ઉતરશે. બંને ટીમો કાલની મેચ પહેલા આજે મેદાન પર પ્રેક્ટિસ માટે પહોંચ્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે એક અનિચ્છનીય ઘટના બનતા બનતા રહી થઈ હતી. તે ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આવા સમયે આ બોલ જો કોઈ ખેલાડીને માથાના ભાગે વાગ્યો હોત, તો મોટી ઈજા થઈ હોત. જોકે બંને ખેલાડીઓ આ દરમિયાન ચોંકી ગયા હતા અને ત્યાર બાદ એકબીજા સાથે હસી મજાક કરતા જોવા મળ્યા હતા. તેમની મસ્તીમજાકના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
-laap of friends @ShubmanGill | @ishankishan51 #AavaDe | #GTvMI | #TATAIPL 2023 pic.twitter.com/TjmfoNpy6G
— Gujarat Titans (@gujarat_titans) April 24, 2023
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી 25 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ અને મુંબઇ ઇન્ડિયન્સની મેચ યોજાશે.મેચ જોવા આવનાર લોકો ચાહકોને હાલાકી ન ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી દરેક ચાહકને પોતાનું વાહન પાર્કિંગ શો માય પાર્કિંગ એપ્લિકેશન પર થી ફરજિયાત એડવાન્સ બુક કરી ને આવવાનુ રહેશે.તેમજ આ વખતે દૂરના પાર્કિંગ સ્થળો થી સ્ટેડિયમના ગેટ સુધી તેમજ સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સુધી લાવવા-લઈ જવા માટે ફ્રી શટલ સર્વિસની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઇ ચુકી છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી અત્યાર સુધીમાં 50 મોબાઈલની ચોરી થયાનું સામે આવ્યુ છે. IPLની ત્રણ મેચ દરમિયાન કુલ 50 મોબાઈલ ચોરાયા છે. જો કે પાંચ આરોપીને ઝડપી પડાયા છે.
સ્ટેડિયમમાં સિનિયર સીટીઝન માટે ગોલ્ફ કાર પણ રાખવામાં આવી છે.ત્યારે શહેર પોલીસ દ્વારા મેચ જોવા આવતા પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશન માટે બસ અને મેટ્રોનો ઉપયોગ કરવા અપીલ કરી છે. મેટ્રો પણ રાતે 2:30 વાગ્યા સુધી ચાલશે.દર 8 થી 10 મિનિટે મેટ્રો ટ્રેન આવશે.નોંધનીય છે કે એપ્રિલની તારીખ 9,16,25 અને મે મહિનામાં તારીખ 2,7,15 મે ના રોજ મોટેરા સ્ટેડિયમ IPL મેચ રમાવાની છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 8:24 pm, Mon, 24 April 23