નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઊભા રહીને પણ બોલરોના હાલ બેહાલ કરતો હતો સચિન, જાણો તેમની ટેકનીક

24 એપ્રિલ, 1973ના રોજ મુંબઈમાં જન્મેલા સચિન તેંડુલકરે ટેસ્ટની 200 મેચમાં 15,921 રન, 463 વનડે મેચમાં 18426 રન અને ટી20ની એક મેચમાં 10 રન બનાવ્યા હતા. તેણે ક્રિકેટમાં 100 સેન્ચુરી ફટકારના એકમાત્ર ખેલાડી છે. તેણે 200 ટેસ્ટ મેચમાં તેણે 46 વિકેટ, 463 વનડે મેચમાં 154 વિકેટ અને ટી20માં 1 વિકેટ લીધી છે.

નોન સ્ટ્રાઈકર એન્ડ પર ઊભા રહીને પણ બોલરોના હાલ બેહાલ કરતો હતો સચિન, જાણો તેમની ટેકનીક
Viral video
| Edited By: | Updated on: Nov 20, 2023 | 11:52 PM

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર 664થી વધારે ઈન્ટરનેશનલ મેચ રમ્યા છે. તેમના અનુભવના આધારે તેઓ ક્રિકેટમાં ઘણી અવનવી ટેકનીક વિકસાવી શક્યા છે. તેઓ નોન સ્ટ્રાઈકર એન્ડ પર રહીને બોલરોના હાલ બેહાલ કરી શકતા હતા. તેમનો એક ક્રિકેટ મેચ દરમિયાનનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલી વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ઈંગ્લેન્ડના બોલર ક્રિસ કેન્સ એ રીતે બોલિંગ કરતા હતા કે બેટરને ખબર જ નહોતી પડતી કે બોલની પીચ પર પડીને કઈ જગ્યાએ જશે. આવા સમયે સચિન તેંડુલકર નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભા રહીને બેટને એ અલગ અલગ અંદાજમાં સેટ કરીને રાહુલ દ્રવિડને સંકેત આપતા હતા કે હવે ક્યા પ્રકારની બોલિંગ આવશે.

બેટિંગ કર્યા વગર સચિન તેંડુલકરે બોલરને ધોઈ નાખ્યો !

24 એપ્રિલ, 1973ના રોજ મુંબઈમાં જન્મેલા સચિન તેંડુલકરે ટેસ્ટની 200 મેચમાં 15,921 રન, 463 વનડે મેચમાં 18426 રન અને ટી20ની એક મેચમાં 10 રન બનાવ્યા હતા. તેણે ક્રિકેટમાં 100 સેન્ચુરી ફટકારના એકમાત્ર ખેલાડી છે. તેણે 200 ટેસ્ટ મેચમાં તેણે 46 વિકેટ, 463 વનડે મેચમાં 154 વિકેટ અને ટી20માં 1 વિકેટ લીધી છે.

ફાઈનલમાં ભારતની હાર પર શું બોલ્યા સચિન તેંડુલકર ?

સચિને આજે (20 નવેમ્બર) સવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘ઓસ્ટ્રેલિયાને તેની છઠ્ઠી વર્લ્ડ કપ જીત પર અભિનંદન. તેણે ક્રિકેટના સૌથી મોટા મંચ પર સૌથી મહત્વપૂર્ણ દિવસે વધુ સારું ક્રિકેટ રમ્યું. ટીમ ઈન્ડિયાનું નસીબ ખરાબ હતું. ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન હોવા છતાં, માત્ર એક ખરાબ દિવસ હૃદયદ્રાવક બની શકે છે. હું ખેલાડીઓ, ચાહકો અને શુભેચ્છકોની પીડાને અનુભવી શકું છું કે તેઓ જેમાંથી પસાર થઈ રહ્યા હશે. હારવું એ રમતનો એક ભાગ છે. આપણે યાદ રાખવું જોઈએ કે આ ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારા માટે બધું જ આપ્યું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:50 pm, Mon, 20 November 23