NZ vs SL : ન્યૂઝીલેન્ડની ટીમે છેલ્લા બોલ પર મેળવી રોમાંચક જીત, વિલિયમસનને 3 સેન્ટીમીટરથી છીનવી શ્રીલંકાની જીત

અમદાવાદ ટેસ્ટ વચ્ચે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું હતું. ઓસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટ મેચ ડ્રો રહેતા, ભારતીય ટીમે 2-1થી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી લીધી હતી. આ બધા વચ્ચે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

NZ vs SL : ન્યૂઝીલેન્ડની ટીમે છેલ્લા બોલ પર મેળવી રોમાંચક જીત, વિલિયમસનને 3 સેન્ટીમીટરથી છીનવી શ્રીલંકાની જીત
NZ vs SL Viral video
| Edited By: | Updated on: Mar 13, 2023 | 5:19 PM

મનોરંજન જગતથી આજે સવારે ભારત માટે ખુશીના સમાચાર સામે આવ્યા હતા. ઓસ્કારમાં ભારતીય ડોક્યુમેન્ટી ધ એલિફન્ટ વિર્સપરસ અને આરઆરઆર ફિલ્મના નાટુ નાટુ સોન્ગને ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. મનોરંજન જગતની જેમ ક્રિકેટ જગતથી પણ ભારત માટે મહત્વના સમાચાર સામે આવ્યા હતા. અમદાવાદ ટેસ્ટ વચ્ચે ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું હતું. ઓસ્ટ્રેલિયા સામેની અમદાવાદ ટેસ્ટ મેચ ડ્રો રહેતા, ભારતીય ટીમે 2-1થી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતી લીધી હતી. આ બધા વચ્ચે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

શ્રીલંકા પાસે ન્યૂઝીલેન્ડ સામે ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ જીતવાની તક હતી, પરંતુ રમતના છેલ્લા દિવસે વરસાદ પડ્યો અને પ્રથમ સત્રની રમત સંપૂર્ણપણે ધોવાઈ ગઈ. શ્રીલંકાએ ન્યૂઝીલેન્ડને 285 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની ટીમે પણ યજમાન ટીમની મહત્વના સમયમાં ત્રણ વિકેટ લીધી હતી પરંતુ તે પછી કેન વિલિયમસન અને ડેરેલ મિશેલની જોડીએ આખી રમત ફેરવી નાખી હતી.

આ સાથે ન્યૂઝીલેન્ડે બે મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. અંતિમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાનો પ્રથમ ઈનિંગનો સ્કોર 355/10 અને બીજી ઈનિંગનો સ્કોર 302/10 રહ્યો હતો, જ્યારે ન્યૂઝીલેન્ડ ટીમની પ્રથમ ઈનિંગનો સ્કોર 373/10 અને બીજી ઈનિંગલનો સ્કોર 285/8 હતો.

ટેસ્ટ મેચના અંતિમ બોલના વાયરલ વીડિયો

આ ટેસ્ટ મેચમાં કેન વિલિયમસને શાનદાર બેટિંગ કરીને કરિયરની 27મી સેન્ચુરી ફટકારી હતી. શ્રીલંકા સામે ટેસ્ટ જીતવા માટે ન્યૂઝીલેન્ડને છેલ્લી ઓવરમાં 8 રનની જરુર હતી. પ્રથમ બોલ પર 3 રન આવ્યા હતા. ત્રીજા બોલ પર રન દોડવાના પ્રયાસમાં મેટ હેનરી આઉટ થયો હતો. ચોથી બોલ પર બંને ટીમનો સ્કોર બરાબર થયો હતો.

 

આ ઓવરની બીજી અને પાંચમી બોલ ડોટ ગઈ હતી. અંતિમ બોલ પર એક રન દોડતા શ્રીલંકાએ કેન વિલિયમસનને રન આઉટ કરવાનો પ્રયાસ કર્યો, પણ આ ધમાકેદાર મેચમાં અંતિમ બોલ પર ન્યૂઝીલેન્ડની ટીમે જીત મેળવી હતી. વિલિયમનસન 121 રન બનાવી અણનમ રહ્યો હતો.

સતત બીજી વાર ટેસ્ટ ફાઈનલમાં પહોંચી ભારતીય ટીમ

તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં જતા રોકવા માટે શ્રીલંકાને ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સીરીઝ 2-0થી જીતવી હતી, પરંતુ ક્રાઈસ્ટચર્ચમાં મેચ હાર્યા બાદ શ્રીલંકાની ટીમ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 થી 11 જૂન સુધી રમાશે.