
ભારતીય ક્રિકેટ ટીમનો સીનિયર ખેલાડી હાલ ભારે ચર્ચામાં છે. તે પોતાની બેંટિગને કારણે નહીં પણ મસ્તી મજાકને કારણે ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હાલમાં વિરાટ કોહલીના કેટલાક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યા છે. હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિરાટ કોહલી પોતાના સાથી ખેલાડી શુભમન ગિલના પ્રાઈવેટ પાર્ટ પર મુક્કો મારતો જોવા મળે છે, જ્યારે સિરાજ ગિલનું મસ્તી કરતા કરતા ગળુ પકડે છે. દિલ્હી ટેસ્ટ મેચ દરમિયાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે દિલ્હી ટેસ્ટમાં ત્રીજા દિવસે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી જીત મેળવી હતી. આ સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની 4 મેચની ટેસ્ટ સિરીઝમાં ભારત 2-0થી આગળ છે. ભારતીય ટીમે લગભગ આ ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે. બંને ટેસ્ટમાં જાડેજાએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
Anna kuda mana batch aa
Ayanaki avad aina chepandi ra #ViratKohli India lo ne most followed celebrity ani nka chinna pillodu anukutundu pic.twitter.com/SOy1Ymye9y— Aggressive (@bad__Boy15) February 19, 2023
આ પણ વાંચો : Ranji Trophy Final : સૌરાષ્ટ્ર ચોથી વાર બન્યું ચેમ્પિયન, કોલકત્તાની ધરતી પર બંગાળને 9 વિકેટથી હરાવ્યું, જુઓ Video
જણાવી દઈએ કે આ વીડિયોમાં દેખાતી ઘટના ખેલાડીઓ વચ્ચેની મસ્તીનો છે. મેચ દરમિયાન અને પ્રેક્ટિસ દરમિયાન ક્રિકેટરો વચ્ચે આવી મસ્તી મજાક થતી રહે છે. વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાવની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે.
Virat Kohli’s reaction is so cute on seeing chole bhature pic.twitter.com/H4sl8ZCKnh
— leishaa ✨ (@katyxkohli17) February 18, 2023
2 દિવસ પહેલા મેચ દરમિયાનનો વિરાટનો એક રમૂજી વીડિયો વાયરલ થયો હતો. જણાવી દઈએ કે વિરાટ કોહલીનું હોમ ટાઉન દિલ્હી છે. તેણે એક ઈન્ટવ્યૂમાં ઉલ્લેખ કર્યો હતો કે તેને દિલ્હીના રામ ભાઈના છોલે ભટૂરે ખુબ ભાવે છે. તેણે દિલ્હી પહોંચીને બીજા દિવસે મેચ દરમિયાના તે જ દુકાનમાંથી છોલે ભટૂરે પાર્સલ મંગાવ્યા હતા. રાહુલ દ્રવિડ સાથે ચર્ચા દરમિયાન સ્ટાફમાંથી એક વ્યક્તિ તેની પાસે તે પાર્સલ લઈને આવે છે. છોલે ભટૂરેનું પાર્સલ જોઈને વિરાટ કોહલી ખુશ ખુશ થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો.