IPL 2023 Video : બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ફટકારી 115 મીટરની સિક્સર, બોલ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર

ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમના ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીએ ધમાકેદાર ઈનિંગ રમી હતી. બંને ખેલાડીઓ 35 બોલ પર ફિફટી ફટકારી હતી. આ દરમિયાન કેપ્ટન ફાફે 115 મીટરની સિક્સર ફટકારી હતી. જે સ્ટેડિયમની બહાર જતી રહી હતી. 

IPL 2023 Video : બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસીએ ફટકારી 115 મીટરની સિક્સર, બોલ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર
115 METERS MONSTER SIX BY CAPTAIN FAF DU PLESSIS
| Edited By: | Updated on: Apr 10, 2023 | 9:01 PM

IPL 2023 ની 15 મી મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહી છે. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમના ઓપનર વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીએ ધમાકેદાર ઈનિંગ રમી હતી. બંને ખેલાડીઓ 35 બોલ પર ફિફટી ફટકારી હતી. આ દરમિયાન કેપ્ટન ફાફે 115 મીટરની સિક્સર ફટકારી હતી. જે સ્ટેડિયમની બહાર જતી રહી હતી.

ફાફ ડુ પ્લેસીએ ફટકારેલી આ સિક્સર આઈપીએલ ઈતિહાસના સૌથી લાંબા સિક્સરમાંથી એક છે. આ સિક્સરનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બેંગ્લોરની ટીમ સિઝનમાં પોતાની બે મેચ રમીને એક મેચમાં જીત અને બીજી મેચમાં હાર મેળવી છે. જ્યારે લખનઉની ટીમ 3 મેચ રમીને 2 મેચમાં જીત હાંસલ કરીને ત્રીજા સ્થાને છે.બેંગ્લોર માટે હવે પોઈન્ટ્સ ટેબલમાં ઉપરના સ્થાને જવા માટે આજે જીત જરુરી છે.

IPL ઇતિહાસમાં સૌથી લાંબી છગ્ગા (મીટર)

  1. એલ્બી મોર્કેલ – 125
  2.  પ્રવીણ કુમાર – 124
  3.  ગિલક્રિસ્ટ – 122
  4.  ઉથપ્પા – 120
  5.  ગેઈલ – 119
  6.  યુવરાજ – 119
  7. ટેલર – 119
  8.  કટિંગ – 117
  9.  ગંભીર – 117
  10.  ધોની – 115
  11.  ફાફ ડુ પ્લેસી – 115


ફાફ ડુ પ્લેસીનો 115 મીટરની સિક્સર

 

 

 

લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની Playing XI

લખનઉ સુપર જાયન્ટ્સઃ કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન, જયદેવ ઉનડકટ, અમિત મિશ્રા, અવેશ કાન, માર્ક વુડ અને રવિ બિશ્નોઈ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ ફાફ ડુપ્લેસી (કેપ્ટન), વિરાટ કોહલી, મહિપાલ લોમરોડ, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, અનુજ રાવત, શાહબાઝ અહેમદ, વેઈન પાર્નેલ, કર્ણ શર્મા, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો