6…6…6 એમ કરી 19 છગ્ગા ફટકાર્યા.. 197 બોલમાં 273 રન, આ ખેલાડીએ વૈભવ સૂર્યવંશીને પણ છોડી દીધો પાછળ

વિજય હજારે ટ્રોફી 2025-26માં રેલવેના લેફટી વિકેટકીપર-બેટ્સમેન રવિ સિંહે પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. રવિ સિંહે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 19 છગ્ગા ફટકાર્યા છે અને આ મામલામાં તેણે વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દીધો છે.

6...6...6 એમ કરી 19 છગ્ગા ફટકાર્યા.. 197 બોલમાં 273 રન, આ ખેલાડીએ વૈભવ સૂર્યવંશીને પણ છોડી દીધો પાછળ
| Updated on: Dec 29, 2025 | 9:55 PM

વિજય હજારે ટ્રોફીમાં ઘણા બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ રવિ સિંહે માત્ર ત્રણ ઇનિંગ્સમાં જ ખાસ છાપ છોડી છે. આ ડાબોડી બેટ્સમેને ત્રણ મેચમાં 197 બોલમાં કુલ 273 રન બનાવ્યા છે. તેની સરેરાશ 136.5 છે, જ્યારે સ્ટ્રાઈક રેટ 138થી વધુનો છે, જે તેની આક્રમક બેટિંગની સ્પષ્ટ સાબિતી આપે છે.

રવિ સિંહ બન્યો વિજય હજારે ટ્રોફીનો નવો ‘સિક્સર કિંગ’

રવિ સિંહે વિજય હજારે ટ્રોફીમાં પોતાને ‘સિક્સર કિંગ’ તરીકે સ્થાપિત કર્યો છે. સર્વિસીસ સામેની ત્રીજી મેચમાં તેણે માત્ર 46 બોલમાં 88 રન બનાવ્યા, જેમાં સાત છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે જ તે છગ્ગાના મામલામાં વૈભવ સૂર્યવંશીથી આગળ નીકળી ગયો છે. સૂર્યવંશીએ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 16 છગ્ગા ફટકાર્યા છે, જ્યારે રવિ સિંહે તેના કરતાં ત્રણ છગ્ગા વધુ ફટકાર્યા છે. ખાસ વાત એ છે કે રવિ સિંહે સતત ત્રણ મેચમાં 50થી વધુ રન કર્યા છે.

દર મેચમાં શાનદાર પ્રદર્શન

રવિ સિંહનું પહેલું યાદગાર પ્રદર્શન હરિયાણા સામે આવ્યું હતું, જ્યાં તેણે 81 બોલમાં અણનમ 109 રન બનાવ્યા. તેની આ શાનદાર ઇનિંગ્સના આધારે રેલવેએ 43.4 ઓવરમાં 268 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો. ત્યારબાદ આંધ્રપ્રદેશ સામે તેણે 70 બોલમાં 76 રન બનાવ્યા. સર્વિસીસ સામેની મેચમાં તેણે ફરી એકવાર પોતાની તાકાત દેખાડીને 46 બોલમાં 88 રન બનાવ્યા, જેમાં સાત છગ્ગા અને છ ચોગ્ગાનો સમાવેશ થાય છે.

IPL 2026 માટે રાજસ્થાન રોયલ્સનો મોટો દાવ

રવિ સિંહના સતત સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાજસ્થાન રોયલ્સે IPL હરાજીમાં તેના પર મોટો દાવ લગાવ્યો હતો. IPL ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે રવિ સિંહને ₹95 લાખમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. રવિ સિંહે યુપી ટી20 લીગમાં પણ પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. વિકેટકીપિંગ સાથે મેચ ફિનિશ કરવાની ક્ષમતા ધરાવતા આ ખેલાડીને IPL 2026માં રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવનમાં જોવા મળી શકે છે.

વિરાટ કોહલી ફરી વિજય હજારે ટ્રોફીમાં રમશે, આ તારીખે યોજાશે મેચ