Video: રોહિત-બાબરની થઇ મુલાકાત, લગ્નની મળી સલાહ, જાણો શું કહ્યું પાકિસ્તાનના કેપ્ટને

|

Aug 27, 2022 | 7:03 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની (Asia Cup 2022) મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓ એકબીજાને મળી રહ્યા છે અને તેના વીડિયો અને તસવીરોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

Video: રોહિત-બાબરની થઇ મુલાકાત, લગ્નની મળી સલાહ, જાણો શું કહ્યું પાકિસ્તાનના કેપ્ટને
The video of the meeting of Rohit Sharma and Babar Azam was posted by PCB

Follow us on

28 ઓગસ્ટના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનના (India-Pakistan) ખેલાડીઓ એકબીજાને હરાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરતા જોવા મળશે. એશિયા કપ 2022 માં (Asia Cup 2022) બંને ટીમો પોતાની પહેલી જ મેચમાં સામસામે ટકરાશે અને તમામની નજર આ હાઈ-વોલ્ટેજ મેચ પર છે. જો કે મેચ પહેલા વાતાવરણ એકદમ મૈત્રીપૂર્ણ છે અને ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ ઘણીવાર એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળે છે. આવી જ એક મુલાકાત બંને કેપ્ટન, રોહિત શર્મા અને બાબર આઝમ વચ્ચે થઈ હતી અને રોહિતે કઇક એવી સલાહ આપી, જેને સાંભળી બાબર હસવાનું રોકી શક્યો નહી.

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા બંને ટીમ દુબઈમાં ICC ક્રિકેટ એકેડમીમાં પ્રેક્ટિસ કરી રહી છે. બંને ટીમ તેમના પ્રશંસકોને મળી રહી છે અને એકબીજાને પણ મળી રહી છે. બાબર આઝમ અને વિરાટ કોહલીની મુલાકાતે પહેલા જ માહોલ બનાવી દીધો હતો. ત્યારબાદ વિરાટ કોહલી, યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓની શાહીન શાહ આફ્રિદી સાથેની વાતચીત પણ ઘણી ચર્ચામાં છે. હવે બંને ટીમના કેપ્ટનોની મીટીંગ તેને વધુ આગળ લઈ ગઈ છે.

ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી

રોહિતે લગ્નનો ઉલ્લેખ કર્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શનિવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર બાબર અને રોહિતની મુલાકાતનો આ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં બંને વચ્ચે ઘણી વાતો થઈ હતી અને બંને ખૂબ હસતા જોવા મળ્યા હતા. આ હાસ્ય અને વાતો વચ્ચે રોહિતે કંઈક એવું કહ્યું કે બાબર શરમાઇ ગયો. ભારતીય કેપ્ટને પાકિસ્તાની કેપ્ટનને પણ લગ્ન કરવાની સલાહ આપી, જેના પર બાબર શરમાઈને હસ્યા અને કહ્યું કે તે અત્યારે આવું કંઈ કરવાના નથી.

 

 

રવિવારની મેચ પર નજર

ક્રિકેટ ચાહકોને ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓની આવી મીટિંગ્સ અને રમુજી હળવી વાતો પસંદ આવી રહી છે, પરંતુ હવે બંને ટીમોની નજર રવિવારના મુકાબલા પર રહેશે. ભારતીય ટીમની નજર દુબઈના મેદાન પર જ ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની હારની ભરપાઈ કરવા પર હશે. ઉપરાંત, કેપ્ટન રોહિત પોતે પણ બેટ વડે શાનદાર પ્રદર્શન કરવા માંગે છે.

Next Article