14મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2023ની 61મી મેચ રમાઈ હતી. આ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ ઈનિંગમાં ધોનીની એન્ટ્રી છેલ્લી ઓવરમાં થઈ હતી. તેની સાથે જ સ્ટેડિયમમાં દર્શકો ઝૂમી ઉઠયા હતા. કોલકત્તા નાઈટ રાઈડર્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો. પણ ફેન્સ માટે સિઝનની છેલ્લી હોમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે યાદગાર બનાવી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આખા સ્ટેડિયમમાં ફરીને ફેન્સનો આભાર માન્યો હતો. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી લિટલ માસ્ટર સુનિલ ગાવસ્કરે ધોની પાસે ઓટોગ્રાફ માંગ્યો હતો. આ સાંભળી એક સમયે ધોની પણ દંગ રહી ગયો હતો. સુનિલ ગાવસ્કરના કહેવા પર એમએસ ધોનીએ તેમની દિલની નજીક શર્ટ પર ઓટોગ્રાફ કર્યો હતો. અને તેમને ભેટી પડયો હતો. બે દિગ્ગજોને એક ફ્રેમમાં જોઈ ક્રિકેટ ફેન્સ પણ ભાવુક થયા હતા.
For the fans..
Of the fans..
By the fans..!#YellorukkumThanks #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/n5D5yLdp3h— Chennai Super Kings (@ChennaiIPL) May 14, 2023
ચેન્નાઈની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ પર સિઝનની અંતિમ લીગ મેચ રમી હતી. ચેન્નાઈની ટીમે હાર સાથે ઘર આંગણેથી પોતાની વિદાય લીધી હતી. આ સાથે જ હવે ધોનીની ટીમની ચેન્નાઈથી વિદાયની ચર્ચા શરુ થઈ હતી. ધોનીના ઘૂંટણમાં ઈજા હોવા છતા તે આ સિઝનમાં ચેન્નાઈની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. મેચ બાદ ચેન્નાઈના ફેન્સના આભાર માનવા તે આખા સ્ટેડિયમમાં ફર્યો હતો. ચેન્નાઈના ટીમના ખેલાડીઓએ ફેન્સ માટે આ સમય યાદગાર બનાવવા તેમના તરફ ગિફ્ટ પણ ફેંકી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ પર આઈપીએલ 2023ની 61મી મેચ રમાઈ હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આ મેચમાં ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં ચેન્નાઈ સુપર કિંગ્સની શરુઆત સામાન્ય રહી હતી. 20 ઓવરના અંતે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 6 વિકેટના નુકશાન સાથે 144 રનનો સ્કોર ઊભો કર્યો હતો.
145 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી કોલકત્તાની શરુઆત ખરાબ રહી હતી. પણ અંતે રિંકૂ અને નીતીશ રાણાની 99 રનની પાર્ટનરશિપને કારણે કોલકત્તા નાઈટ રાઈડર્સની જીતનો પાયો નાખ્યો હતો. 145 રનનો ટાર્ગેટ કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે 4 વિકેટના નુકશાન સાથે 19મી ઓવરમાં ચેઝ કરી લીધો હતો. આજે ચેન્નાઈ સામે 6 વિકેટથી જીત મેળવીને કોલકત્તાની ટીમે પ્લેેઓફની આશા જીવંત રાખી છે.
ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 5:26 pm, Mon, 15 May 23