વારાણસી (Varanasi) માં ક્રિકેટના દિગ્ગજ સ્ટાર્સ એકસાથે એક જ મંચ પર જોવા મળ્યા હતા. સચિન તેંડુલકર (Sachin Tendulkar), સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, વિશ્વનાથ, દિલીપ વેંગસરકર જેવા તમામ મોટા નામો એક જ શહેરમાં હતા. આ તમામ મહાન ક્રિકેટરો ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમના શિલાન્યાસ પ્રસંગે વારાણસીમાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ 30 એકરમાં બનવા જનાર ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. ભારતીય ક્રિકેટના 10 મોટા દિગ્ગજ તેના સાક્ષી બનવા વારાણસી પહોંચ્યા હતા.
શિવની નગરી કાશીમાં પહોંચ્યા બાદ તમામ ક્રિકેટ મહાનુભાવોએ શિવની પૂજા કરી હતી અને મહાદેવના દર્શન કર્યા હતા. સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ સહિત સ્ટાર ક્રિકેટરોએ કાશી વિશ્વનાથ મંદિર પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ ત્યાં હાજર હતા.
#WATCH | Uttar Pradesh: Former Indian cricketers Sachin Tendulkar Sunil Gavaskar and Kapil Dev, BCCI Secretary Jay Shah, Rajeev Shukla, BCCI Vice-President, offered prayers at Kashi Vishwanath temple in Varanasi
(Video source – PRO Vishwanath Temple) pic.twitter.com/pWc1qWmOqR
— ANI (@ANI) September 23, 2023
સ્ટેડિયમના શિલાન્યાસ સમારોહના પ્રસંગે, વારાણસી પહોંચેલા તમામ ક્રિકેટરોએ કાશી વિશ્વનાથ મંદિરમાં જઈને ભગવાન ભોલેની પૂજા કરી હતી. કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા દરમિયાન, શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયેલા તમામ ક્રિકેટરો હાજર જોવા મળ્યા હતા.
BCCI પ્રમુખ રોજર બિન્ની સહિત કુલ 10 પૂર્વ ક્રિકેટરો સ્ટેડિયમના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા માટે વારાણસી પહોંચ્યા છે. બધાએ વારાફરતી ભગવાન શિવને જળ અર્પણ કર્યું અને તેમની પૂજા કરી. આ સમય દરમિયાન સચિન તેંડુલકર લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર હતો, જે લાલ રંગના કુર્તામાં પણ સુંદર લાગી રહ્યો હતો. કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ સચિન તેંડુલકરે સ્ટેજ પર પીએમ મોદીને NAMO નામની ભારતીય ટીમની જર્સી ભેટમાં આપી હતી.
આ પણ વાંચો : IND vs PAK : U19 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર નહીં થાય, ICCએ લીધો મોટો નિર્ણય
ક્રિકેટના દિગ્ગજો ઉપરાંત, BCCIના સચિવ જય શાહ અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ પૂજા કરનારાઓમાં સામેલ હતા. બધાએ ભગવાન ભોલેનાથની પૂજા કરી. વારાણસીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ 450 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યું છે, જેમાંથી 330 કરોડ રૂપિયા BCCI આપવાનું છે, જ્યારે 120 કરોડ રૂપિયા યુપી સરકાર આપશે. આ સ્ટેડિયમની ખાસ વાત એ હશે કે તેની ડિઝાઇન ભગવાન શિવની થીમ પર આધારિત હશે.