
WPL 2023 ની 13મી મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર રમાઈ રહી છે. યુપી વોરિયર્સ પ્લેઓફમાં સ્થાન મેળવવા માટેની આશાઓને જીવંત રાખવા માટે બાકીની મેચોમાં પુરો દમ લગાવતા જોવા મળી શકે છે. બીજી તરફ હવે બેંગ્લોરની ટીમ ટૂર્નામેન્ટમાં હજુ સુધી પોતાની પ્રથમ જીત મેળવી શકી નથી. સ્મૃતિ મંધાનાની આગેવાની ધરાવતી બેંગ્લોરની ટીમ અત્યાર સુધીમાં પાંચ મેચો ટૂર્નામેન્ટમાં રમી છે, આ તમામ મેચોમાં હાર મેળવી છે. બેંગ્લોર પોતાની પ્રથમ જીતની ખુશીઓનો અહેસાસ કરવા માટે બેતાબ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઇન, એલિસ પેરી, હીથર નાઈટ, દિશા કસાટ, રિચા ઘોષ, કનિકા આહુજા, શ્રેયંકા પાટિલ, મેગન શુટ, રેણુકા સિંહ, શોભના આશા
યુપી વોરિયર્સ: એલિસા હીલી (કેપ્ટન), શ્વેતા સેહરાવત, તાલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સિમરન શેખ, કિરણ નવગીરે, ગ્રેસ હેરિસ દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ
બેંગ્લોરની પ્રથમ જીત વધુ નજીક રિચા ઘોષે કરી દીધી હતી અને શાનદાર વિજય મેળવ્યો હતો. 18મી ઓવરના પ્રથમ બોલ પર રિચાએ છગ્ગો ફટકાર્યો હતો. જ્યારે આગળના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
17મી ઓવરના અંતિમ બોલ પર શ્રેયંકા પાટિલે ચોગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં બેંગ્લોરને 5 રન મળ્યા હતા. એકલસ્ટનનો બોલ પર તેણે આ બાઉન્ડરી મેળવી હતી.
17મી ઓવરમાં કણિકા આહૂજાએ વિકેટ ગુમાવી છે. બેંગ્લોર હવે લક્ષ્યની નજીક પહોંચી છે અને આ કામ કણિકા આહૂજાએ કરી દેખાડ્યુ છે. જોકે તે અડધી સદી ચૂકીને પરત ફરી હતી.
બેંગ્લોરની ટીમ પ્રથમ જીત મેળવવા માટે લક્ષ્યની નજીક પહોંચી રહી છે. રિચા ઘોષે 15મી ઓવરમાં ચોગ્ગો ફટકાર્યો છે. આ પહેલા બાયના રુપમાં બેંગ્લોરને ચાર રન મળ્યા હતા.
13મી ઓવરમાં કણિકાએ છગ્ગો જમાવ્યો હતો. ઓવર લઈને દેવિકા વૈદ્ય આવી હતી. ઓવરના બીજા બોલ પર આગળ આવીને ડીપ મિડવિકેટ પર છગ્ગો મેળવ્યો હતો. રિચા ઘોષે ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
12મી ઓવરમાં કણિકા આહૂજાએ ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ઓવર લઈને રાજેશ્વરી ગાયકવાડ આવી હતી. ઓવરના ત્રીજા બોલને ફાઈન લેગમાં, પાંચમાં બોલને કવર ફિલ્ડર પાસેથી અને અંતિમ બોલ પર ફાઈન લેગમાં ચોગ્ગા ફટાકર્યા હતા. ઓવરમાં 13 રન આવ્યા હતા..
11મી ઓવરમાં ગ્રેસ હેરિસ ઓવર લઈને આવી હતી. આ ઓવરમાં કણિકાએ બેક ટુ બેક બે ચોગ્ગા જમાવ્યા હતા. ઓવરના ચોથા અને પાંચમાં બોલ પર કણિકાએ ચોગ્ગા ફટકાર્યા હતા.
10મી ઓવર લઈને એક્લસ્ટોન આવી હતી. તેની ઓવરના અંતિમ બોલ પર કણિકા આહૂજાએ વાઈડ લોંગ ઓન પર ચોગ્ગો જમાવ્યો હતો.
9મી ઓવરમાં દીપ્તિ શર્માએ મોટી વિકેટ મેળવી છે. નાઈટ બેંગ્લોરને આગળ વધારી ને યુપીનો પડકાર આસાન બનાવી શકે એવી ક્ષમતા ધરાવે છે. જેને કિરણના હાથમાં કેચ ઝડપાવી પરત મોકલી હતી. 24 રન નોંધાવી નાઈટ પરત ફરી હતી.
8મી ઓવર લઈને આવેલી રાજેશ્વરના અંતિમ બોલ પર નાઈટે રિવર્સ સ્વીપ વડે ચોગ્ગો નિકાળ્યો હતો. બેકવર્ડ પોઈન્ટ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
7મી ઓવરના પ્રથમ બોલ પર વિકેટ ઝડપનારી દેવિકા વૈદ્યના આગળના બોલ પર જ કણિકા આહૂજાએ ચોગ્ગો જમાવ્યો હતો. આસાનીથી ડિપ મીડ વિકેટ અને સ્ક્વેર લેગની વચ્ચેથી કણિકાએ ચોગ્ગો નિકાળ્યો હતો.
7મી ઓવર લઈને આવેલી દેવિકા વૈદ્યે પ્રથમ બોલ પર જ મોટી વિકેટ ઝડપી છે. એલિસ પેરી સેટ થઈ હતી અને જોડી નાઈટ સાથે જમાવી રહી હતી અને તેને એક્લસ્ટનના હાથમાં કેચ ઝડપાવી હતી. પેરી 10 રન નોંધાવીને પરત ફરી હતી.
રાજેશ્વરી ગાયકવાડ પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવી હતી. ઓવરમાં તેણે 7 રન આપ્યા હતા. છઠ્ઠી ઓવરમાં હેથર નાઈટે ચોગ્ગો ફટકાર્યો હતો. તેણે સ્વીપ કરીને ડીપ સ્ક્વેર લેગમાં ચાર રન મેળવ્યા હતા. 2 વિકેટ ગુમાવી 43 રન પાવર પ્લેમાં મેળવ્યા હતા.
ચોથી ઓવર લઈને એક્લસ્ટન આવી હતી. ઓવરનો પ્રથમ બોલ ફુલર હતો અને જેની પર એલિસ પેરીએ સ્વીપ કરીને ચોગ્ગો જમાવ્યો હતો.
ત્રીજી ઓવર લઈને રાજેશ્વર ગાયકવાડ આવી હતી. ઓવરના બીજા બોલ પર હેથર નાઈટ સ્ટ્રાઈક પર આવી હતી. તેણે શાનદાર ચોગ્ગો જમાવ્યો હતો. નાઈટે ચોથા બોલ પર વધુ એક ચોગ્ગો જમાવ્યો હતો. બેકવર્ડ પોઈન્ટ પાસેથી આ બાઉન્ડરી મેળવી હતી.
બીજી ઓવરમાં દીપ્તિ શર્માના બોલ પર હેથર નાઈટે ચોગ્ગો ફટકાર્યો છે. કટ કરી દઈને બોલને નાઈટે કવર અને પોઈન્ટની વચ્ચેથી ચોગ્ગો ફટકાર્યો હતો.
બીજી ઓવરમાં યુપીએ બેંગ્લોરને મોટો ઝટકો આપ્યો છે. દીપ્તી શર્માએ બેંગ્લોરની ઓપનર અને સુકાની સ્મૃતિ મંધાનાને ક્લીન બોલ્ડ કરી દીધી. સ્લોગ સ્વીપ કરવાના ચક્કરમાં મિડલ સ્ટંપ બોલ પર તે આઉટ થઈ હતી. શૂન્ય રનમાં જ તે પરત ફરી હતી.
ઓવરના અંતિમ બોલ સાથે સોફીની તોફાની રમત સમેટાઈ ગઈ છે. સોફી ડિવાઈનને ડીપ મિડ વિકેટ પર તાહિલા મેકગ્રાએ કેચ ઝડપી લીધો છે. સોફી 6 બોલમાં 14 રન નોંધાવી પરત ફરી છે.
પ્રથમ ઓવરની શરુઆત ચોગ્ગા સાથે સોફીએ કર્યુ છે. ઓવરના ત્રીજા બોલ પર ફાઈન લેગમાં છગ્ગો જમાવ્યો હતો. જ્યારે આગળના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.
સોફી ડિવાઈન અને સ્મૃતિ મંધાના ઓપનરના રુપમાં આવ્યા છે. પ્રથમ ઓવર લઈને ગ્રેસ હેરિસ આવી છે. પ્રથમ ઓવરની શરુઆતે ચોગ્ગો જમાવ્યો છે.
યુપી વોરિયર્સની ટીમે ટોસ હારીને બેટિંગ કરવાની શરુઆત કરી હતી. જોકે શરુઆત સારી રહી નહોતી. શરુઆતની બે ઓવરમાં જ 3 વિકેટ યુપીએ ગુમાવી દીધી હતી. આમ શરુઆત ખરાબ રહેતા યુપીની ગતિ ધીમી રહી હતી. 20મી ઓવરમાં યુપીની ટીમ 135 રનના સ્કોરમાં જ સમેટાઈ ગઈ હતી.
ઈનીંગની અંતિમ ઓવરમા યુપીએ 9મી વિકેટ ગુમાવી છે. અંજલી સરવાનીએ કેચ આઉટ થઈને પરત ફરી છે. આ ઓવર લઈને શ્રેયંકા પાટિલ આવી હતી.
19મી ઓવર લઈને મેગન શૂટ આવી હતી. જેના અંતિમ બોલ પર ચોગ્ગો એકલસ્ટને ફટકાર્યો હતો. બોલ ઓફ સ્ટંપ પર હતો અને તેનો ફાયદો ઉઠાવતા ચોગ્ગો ફટકાર્યો હતો.
17મી ઓવર લઈને મેગન શૂટ આવી હતી. ઓવરના ચોથા બોલ પર એક્લસ્ટને ચોગ્ગો ફટકાર્યો હતો. ડાઉન ધ લેગ શોર્ટ ઓફ લેન્થ બોલ પર બેટ ગુમાવતા જ ફાઈન લેગ તરફ બાઉન્ડરી મળી હતી.
16મી ઓવર યુપી માટે ખરાબ રહી છે. ઓવરમાં બીજી મહત્વની વિકેટ યુપીએ ગુમાવી છે. એલિસ પેરીએ મોટી વિકેટ ઝડપી હતી. પેરીએ હેરિસને રિચા ઘોષના હાથમાં કેચ ઝડપાવી હતી. બોલ બેટની કિનારીને લઈ સીધો જ રિચાના હાથમાં પહોંચ્યો હતો.
16મી ઓવર લઈને એલિસ પેરી આવી હતી. દીપ્તિ શર્માએ ફુલ ટોસબોલ કર્યો હતો. અને જેની પર ડીપ મિડવિકેટ પર શ્રેયંકા પાટિલના હાથમાં કેચ ઝડપાવી હતી. દીપ્તિ 19 બોલનો સામનો કરીને 22 રન નોંધાવ્યા હતા.
15મી ઓવર લઈને રેણુકા સિંહ આવી હતી. ઓવરના પ્રથમ બોલ પર ગ્રેસ હેરિસે ચોગ્ગો બેકવર્ડ પોઈન્ટની ઉપરથી મેળવ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર વધુ એક ચોગ્ગો ઓવરમાં હેરિસે જમાવ્યો હતો. ફુલ ટોસ બોલને સ્કુપ કરીને શાનદાર ચોગ્ગો મેળવ્યો હતો. ઓવરમાં 11 રન આવ્યા હતા.
14મી ઓવર લઈને ડિવાઈન સોફી આવી હતી. સોફીએ ઈનીંગની શરુઆતમાં યુપીની સ્થિતી ખરાબ કરી હતી. પરંતુ આ વખતે દીપ્તી હાવી છે. તેણે ત્રીજા અને ચોથા બોલ પર બેક ટુ બેક ચોગ્ગા ફટકાર્યા હતા. સળંગ ત્રીજી ઓવર આ રહી છે, જેમાં 10 કે તેનાથી વધુ રન યુપીને મળ્યા છે. અંતિમ ત્રણ ઓવરમાં 41 રન યુપીને મળ્યા છે.
બેક ટુ બેક ઓવર 15 કે તેથી વધુ રનની યુપીને મળી છે. બે ઓવરમાં જ 31 રન યુપીના ખાતામાં નોંધાયા છે. હેરીસે ધમાલ મચાવતા 13મી ઓવરના પાંચમા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. આશા લઈને આવેલી ઓવરમાં પહેલા ત્રીજા બોલ શાનદાર શોટ વડે ચાર રન મેળવ્યા હતા. અંતિમ બોલ પર સુંદર રીતે બોલને ફાઈન લેગ તરફ મોકલીને ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં 16 રન મેળવ્યા હતા.
યુપીની ટીમને ઈનીંગમાં પ્રથમવાર એક સારી ઓવર નસીબ થઈ છે. શ્રેયંકા પાટિલ 12મી ઓવર લઈને આવી હતી. યુપીની બેટર ગ્રેસ હેરિસે પાટિલનુ સ્વાગત છગ્ગા વડે કર્યુ હતુ. લોંગ ઓનના ફિલ્ડરની ઉપરથી તેણે બોલને સીધો છ રન માટે બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો. આગળના બોલે ચોગ્ગો ફટકાર્યો હતો. સ્ક્વેર લેગમાં ચોગ્ગો ફટકાર્યા હતો. અંતમાં દીપ્તી શર્માએ ચોગ્ગો ફટકાર્યો હતો. આમ બે ચોગ્ગા અને 1 છગ્ગો મળીને ઓવરમાં 15 રન યુપીને મળ્યા હતા.
9મી ઓવર લઈને આવેલી આશાએ ઓવરના પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપીને સફળતા મેળવી હતી. જોકે ઓવરના ચોથા બોલ પર બાઉન્ડરી મેળવી હતી. બોલને વાઈડ લોંગ ઓન પર ચોગ્ગો જમાવ્યો હતો. 17 બોલ બાદ યુપીને ચોગ્ગો મળ્યો હતો.
શોભના આશાએ પોતાની બીજી વિકેટ અને બેંગ્લોરને પાંચમી સફળતા અપાવી છે. યુપીની ટીમની રમત મુશ્કેલ બની ચુકી છે. શોભનાએ સિમરન શેખને 2 રનનો સ્કોર બનાવી કણિકાના હાથમાં કેચ ઝડપાવી હતી. 31 રનના સ્કોરમાં જ પાંચમી વિકેટ ગુમાવી છે.
યુપી વોરિયર્સની રમત ધીમી થઈ ચુકી છે. એક બાદ એક ચાર વિકેટો ગુમાવી દીધા બાદ હવે સિંગલ રન વડે બેટરો ક્રિઝ પર સમય પસાર કરીને મુશ્કેલ સમયને પસાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કિરણ નવગિરે શાનદાર રમત રમી હતી. પરંતુ આશાએ યુપી ટીમની આશાઓ પર પાણી ફેરવવા રુપ કિરણની વિકેટ ઝડપી છે. યુપીએ 29 રનના સ્કોરમાં ચોથી વિકેટ ગુમાવી છે. કિરણ 22 રન નોંધાવીને પરત ફરી છે.
પાવર પ્લેની અંતિમ ઓવર લઈને રેણુકા સિંહ આવી હતી. જેની ઓવરના ચોથા બોલ પર કિરણ નવગિરેએ આગળ આવીને મિડ ઓફ પરથી છગ્ગો જમાવ્યો હતો.
ચોથી ઓવરના અંતિમ બોલ પર કિરણ નવગિરે ચોગ્ગો જમાવ્યો હતો. મેગન શૂટ ઓવર લઈને આવી હતી. તેણે શરીર પર આવેલા બેક ઓફ લેન્થ બોલને પુલ કરી દઈને ચોગ્ગો ફટકાર્યો હતો. બોલ ડીપ સ્ક્વેર લેગ નજીક બાઉન્ડરીની પાર ગયો હતો.
સોફી ડિવાઈન ત્રીજી ઓવર લઈને આવી હતી. ઓવરના ત્રીજા બોલ પર કિરણ નવગિરેએ પુલ કરી દઈને બોલને ફાઈન લેગ તરફ મોકલ્યો હતો. કિરણને ચોગ્ગો મળ્યો હતો.
યુપી વોરિયર્સની શરુઆત ખરાબ રહી છે. પ્રથમ ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ બીજી ઓવરમાં વધુ એક વિકેટ ગુમાવી છે. ઓવરના અંતિમ બોલ પર બોલર મેગન શૂટે તાલિયા મેકગ્રાને વિકેટકીપર રિચા ધોષના હાથમાં ઝડપાવી છે. પંત કરવાના પ્રયાસમાં બેટની બહારની કિનારીને અડકીને બોલ રિચાના હાથમાં પહોંચ્યો હતો. આમ 5 રનના સ્કોરમાં જ યુપીએ 3 વિકેટ ગુમાવી દીધી હતી.
સોફી ડિવાઈને શરુઆતની ઓવરમાં જ યુપીને મુશ્કેલીઓમાં લાવી દીધી છે. બેંગ્લોરની ટીમને પ્રથમ ઓવરમાં બે સફળતા મળી છે. સોફીએ પ્રથમ ઓવરના અંતિમ બોલ પર ઓપનર હીલીને પેવેલિયન પરત મોકલતા આશાના હાથમાં કેચ ઝડપાવી હતી. હીલી 1 રન નોંધાવી પરત ફરી હતી.
બેટિંગ ઈનીંગની શરુઆતે જ યુપીને ઝટકો લાગ્યો છે. પ્રથમ ઓવરના બીજા બોલ પર સોફી ડિવાઈને ઓપનર દેવિકા વૈદ્યને ગોલ્ડન ડક આઉટ કરી પરત મોકલી છે. આમ માત્ર 1 રનના સ્કોર પર યુપીએ પ્રથમ વિકેટ ગુમાવી દીધી છે.
યુપીના ઓપનર મેદાનમાં આવ્યા છે. ઓપનર દેવિકા વૈદ્ય અને એલિસા હીલીએ રમતની શરુઆત કરી છે. પ્રથમ ઓવર લઈને બેંગ્લોર તરફથી સોફી ડિવાઈન આવી છે.
યુપી વોરિયર્સ: એલિસા હીલી (કેપ્ટન), શ્વેતા સેહરાવત, તાલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સિમરન શેખ, કિરણ નવગીરે, ગ્રેસ હેરિસ દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ.
Here’s your team for tonight’s big game! 😍#UPWvRCB #UPWarriorzUttarDega #WPL | @PypAyurved pic.twitter.com/cZ3wi5oGZf
— UP Warriorz (@UPWarriorz) March 15, 2023
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઇન, એલિસ પેરી, હીથર નાઈટ, દિશા કસાટ, રિચા ઘોષ, કનિકા આહુજા, શ્રેયંકા પાટિલ, મેગન શુટ, રેણુકા સિંહ, શોભના આશા
Captain Smriti has won the toss and we’ll be fielding first. 👊
☝️change for this evening’s clash:
Kanika 🔁 Preeti#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2023 #UPWvRCB @KajariaCeramic pic.twitter.com/ZM64rgowlZ— Royal Challengers Bangalore (@RCBTweets) March 15, 2023
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ટોસ જીત્યો છે. મંધાનાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનુ પસંદ કર્યુ છે. આમ યુપી વોરિયર્સ ટીમ પ્રથમ બેટિંગ કરશે અને બેંગ્લોર લક્ષ્યને પાર કરશે.
🚨 Toss Update 🚨@RCBTweets win the toss and opt to field first against @UPWarriorz.
Follow the match ▶️ https://t.co/uW2g78eeTC#TATAWPL | #UPWvRCB pic.twitter.com/vOiu6imSsu
— Women’s Premier League (WPL) (@wplt20) March 15, 2023
Published On - 7:03 pm, Wed, 15 March 23