મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે ટૂર્નામેન્ટની 10મી મેચ રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી એમ બંને ટીમની આ ચોથી મેચ છે. આ પહેલા મુંબઈએ તમામ ત્રણેય મેચ પોતાને નામે કરી છે. આમ હવે પોતાનુ વિજય અભિયાન જારી રાખવાના ઈરાદા સાથે મેદાને ઉતરી રહી છે. પ્રથમ 9 મેચો સુધીમાં મુંબઈની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર છે.
યુપી વોરિયર્સ: એલિસા હીલી (કેપ્ટન), શ્વેતા સેહરાવત, તાલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સિમરન શેખ, કિરણ નવગીરે, દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ, શબનીમ ઈસ્માઈલ
મુંબઈ ઈન્ડિયન્સ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યુઝ, નતાલી સિવર-બ્રન્ટ, એમેલિયા કાર, ધારા ગુજ્જર, ઈસી વોંગ, હુમૈરા કાઝી, અમનજોત કૌર, જિંતિમાની કલિતા, સાઈકા ઈશાક
ગુરુગ્રામના સોહના વિસ્તારમાં 14 વર્ષની છોકરીનું તેની શાળામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના પર ત્રણ યુવકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો, પોલીસે રવિવારે જણાવ્યું હતું, પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની આઠમા ધોરણની વિદ્યાર્થિનીનું ગયા વર્ષે 18 ડિસેમ્બરના રોજ સ્પોર્ટ્સ ઈવેન્ટ દરમિયાન ત્રણ યુવકો દ્વારા તેની સ્કૂલમાંથી અપહરણ કરવામાં આવ્યું હતું, જેઓ તેને ડુંગરાળ વિસ્તારમાં લઈ ગયા હતા અને તેના પર બળાત્કાર કર્યો હતો. તેમને આ ઘટના અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
સતત ચોથી મેચ મુંબઈ ઈન્ડિયન્સે જીતી લીધી છે. 18મી ઓવરમાં જ લક્ષ્યને મુંબઈએ પાર કરી લીધુ હતુ. કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ અડધી સદી નોંધાવી હતી.
મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરે અડધી સદી પુરી કરી લીધી છેે. તેણે અડધી સદી સાથે ઓવરમાં 1 ચોગ્ગો જમાવ્યા હતા.
તાલિયા મેકગ્રાની ઓવરમાં હરમપ્રીતે તોફાન સર્જી દીધુ હતુ. ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો હરમનપ્રીતે જમાવીને મેચ હવે મુંબઈના પક્ષમાં હોવાની મહોર લગાવી દીધી હતી. ઓવરના ત્રીજા બોલ પર શાનદાર છગ્ગો જમાવ્યો હતો. ઓવરમાં 19 રન મુંબઈના ખાતામાં આવ્યા હતા.
15મી ઓવર લઈને દીપ્તી શર્મા આવી હતી. ઓવરના બીજા બોલ પર હરમનપ્રીતે બાઉન્ડરી જમાવી હતી. કવરની દીશામાં બેટ ખોલીને ગેપમાંથી ચાર રન મેળવી લીધા હતા. ચોથા બોલ પર બ્રન્ટે ફુલ ટોસનો લાભ ઉઠાવતા સરળતાથી ડીપ મિડવિકેટ અને લોંગ ઓનની વચ્ચેથી ગેપ નિકાળીને ચાર રન મેળવ્યા હતા.
14મી ઓવર લઈને રાજેશ્વરી આવી હતી. ઓવરના અંતિમ બંને બોલ પર હરમનપ્રીત કૌરે ચોગ્ગા ફટકાર્યા હતા. પાંચમાં બોલ પર સ્ક્વેર લેગ અને અંતિમ બોલ પર સ્વીપ કરીને ચાર રન મેળવ્યા હતા.
13મી ઓવરમાં 12 રન નિકાળવામાં હરમન અને બ્રન્ટે સફળતા મેળવી હતી. ઓવર એકલસ્ટન લઈને આવી હતી. જેના પર પહેલા બ્રન્ટે બીજા બોલે ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર ચોગ્ગો મેળવ્યો હતો. હરમને પાંચમાં બોલ પર ડ્રાઈવ કરીને કવરની દીશામાં ચોગ્ગો નોંધાવ્યો હતો.
12મી ઓવર લઈને દીપ્તી શર્મા આવી હતી. આ ઓવરમાં મુંબઈને બે ચોગ્ગા મળ્યા હતા. ઓવરની શરુઆત બ્રન્ટે ચોગ્ગા વડે કરી હતી. સ્લોગ સ્વીપ કરીને મિડ વિકેટની દિશામાં ચોગ્ગો મેળવ્યો હતો. ચોથા પર રિવર્સ પૈડલ કરીને ચોગ્ગો મેળવ્યો હતો.
10મી ઓવરમાં ગજબનુ આશ્ચર્ય સર્જાયુ હતુ રાજેશ્વરીનો બોલ સીધો જ સ્ટંપ પર વાગ્યો હતો. રાજેશ્વરી અને વિકેટકીપર ખુશીથી વિકેટ મળ્યાના આનંદમાં ઝૂમ્યા હતા. જોકે બેલ્સ નિચે નહીં પડતા ખુશી તુરત જ નિરાશામાં પલટાઈ ગઈ હતી. કારણ કે વિકેટ સહેજમાં બચી ગઈ હતી. હરમનપ્રીત લકી રહી હતી અને બેલ્સ નિચે નહીં પડતા જીવતદાન મળ્યુ હતુ.
છઠ્ઠી ઓવરમાં ચોગ્ગો આવ્યો બાદ સીધો જ 10મી ઓવરમાં ચાર રન મુંબઈના સ્કોર બોર્ડમાં ઉમેરાયા હતા. રાજેશ્વરી 10મી ઓવર લઈને આવી હતી. જેના ચોથા બોલ પર હરમનપ્રીત કૌરે ચોગ્ગો ફટકાર્યો હતો.
એકલસ્ટન 8મી ઓવર લઈને આવી હતી. ઓવરના બીજા બોલ પર સફળતા મેળવી હતી. બેકફુટ પર જઈ પંચ કરવાના પ્રયાસમાં મેથ્યૂઝે સીધો સોફી એક્લસ્ટનને કેચ આપી દીધો હતો. મેથ્યૂઝ 12 રન નોંધાવી પરત ફરી હતી.
આગળના બોલ પર છગ્ગો જમાવ્યો હતો. પરંતુ રાજેશ્વરીએ આગળના બોલમાં જ યાસ્તિકાને પોતાની જાળમાં ફસાવી લીધી હતી. યાસ્તિકાએ ડીપ સ્કવેર લેગ પર મોટો શોટ રમ્યો હતો. જેને સિમરને શેખે કેચ ઝડપતા યાસ્તિકાની શાનદાર રમતને બ્રેક લાગી હતી. તેણે 8 ચોગ્ગા અને એક છગ્ગા વડે 42 રન નોંધાવ્યા હતા.
કમાલનો શોટ જમાવ્યો છે, યાસ્તિકા ભાટીયાએ. એક શાનદાર રમત દર્શાવી રહી છે. અગાઉ ચોગ્ગા પર ચોગ્ગા ફટકારતી યાસ્તિકાએ રાજેશ્વરી ગાયકવાડના બોલ પર છગ્ગો જમાવ્યો હતો.
શબનમ ઈસ્માઈલની વધુ એક ખર્ચાળ ઓવર. ઓવરમાં એક નોબોલ પણ તેણે કર્યો હતો. ઓવરના બીજા બોલ પર ઈસ્માઈલે ભાટીયાને ઓફ સ્ટંપ બોલ કર્યો હતો. જેને ફાઈન લેગ તરફ રમી ચોગ્ગો મેળવ્યો હતો. આગળનો બોલ નો-બોલ રહ્યો હતો. જેની પર ફાઈનલ લેગમાં ચાર રન મેળવ્યા હતા.
પાંચમી ઓવરના પાંચમાં બોલ પર કમાલની ઘટના જોવા મળી. મેથ્યૂઝ સામે એકલસ્ટનની લેગબિફોર અપિલ ફિલ્ડ અંપાયરે નકારી દીધી. DRS લેવામાં આવ્યુ પહેલા આઉટ હોવાનુ માનવામાં આવી રહ્યુ હતુ. જેમાં ટો પર બોલ વાગ્યો હોવાનુ માન્યુ હતુ. જોકે બાદમાં ફરીથી રિવ્યુ લેવામાં આવ્યુ હતુ. જેમાં બોલ બેટને વાગ્યો હોવાનુ જણાયુ હતુ અને મેથ્યૂઝ નોટ આઉટ જાહેર થઈ હતી. આખીય ઘટના નાટકીય ઘચના ક્રમ જેવી રહી હતી.
યુપીએ પાંચમી ઓવરમાં પાંચમાં બોલરને અજમાવી લીધો છે. જોકે ચોગ્ગા રોકી શકાયા નથી. આ વખતે સોફી એકલસ્ટન આવી છે. જેની ઓવરના બીજા બોલ પર ઓફ સ્ટંપના બોલને સીધો જ પોઈન્ટ અને બેકવર્ડ પોઈન્ટ વચ્ચેથી બોલને સીધો જ બાઉન્ડરી માટે મોકલ્યો હતો.
ચોથી ઓવર લઈને અંજલી સરવાની આવી હતી. જે પણ ચોગ્ગાનો માર સહ્યા વિના રહી નહોતી. ઓવરના બીજા બોલ પર ભાટીયાએ ફુલ ટોસ હોવાનો પુરો ફાયદો ઉઠાવતા બેકવર્ડ પોઈન્ટ પાસે ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરના પાંચમા બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો. ઓવરમાં 10 રન આવ્યા હતા.
દીપ્તી શર્મા ત્રીજી ઓવર લઈને આવી હતી. ઓવરના પાંચમાં બોલ પર યાસ્તિકા ભાટીયાએ શાનદાર ચોગ્ગો ફાઈન લેગ તરફ લગાવ્યો હતો. ઓવરમાં 7 રન મુંબઈને મળ્યા હતા.
બીજી ઓવર લઈને શબનીમ ઈસ્માઈલ આવી હતી. ઓવરના ત્રીજા અને પાંચમા બોલ પર યાસ્તિકા ભાટીયાએ બાઉન્ડરી જમાવી હતી. ઓવરમાં 9 રન મુંબઈના ખાતામાં આવ્યા હતા.
પ્રથમ ઓવરમાં જ મુંબઈને બે ચોગ્ગા મળ્યા છે. આ બંને ચોગ્ગા મેથ્યૂઝના બેટથી નિકળ્યા છે. ઓવરના બીજા બોલ પર ફાઈન લેગ તરફ બાઉન્ડરી મેળવી હતી. જ્યારે બીજો ચોગ્ગો કવર ઉપરથી લગાવ્યો હતો. આમ પ્રથમ ઓવરમાં 8 રન મુંબઈને મળ્યા હતા.
હેલી મેથ્યૂઝ અને યાસ્તિકા ભાટીયાના રુપમાં મુંબઈની ઓપનીંગ જોડીએ બેટિંગ ઈનીંગની શરુઆત કરી છે. રાજેશ્વર ગાયતવાડ મુંબઈ તરફથી પ્રથમ ઓવર લઈને આવી છે.
યુપી વોરિયર્સે નિર્ધારીત 20 ઓવરમાં 159 રન 6 વિકેટે નોંધાવ્યા હતા. હીલી અને મેકગ્રાએ અડધી અડધી સદી નોંધાવીને મોટા સ્કોર માટેનો પાયો નાંખ્યો હતો. પરંતુ અંતિમ પાંચ ઓવરમાં ખૂબજ નિરાશાજનક રમત રહી હતી. ખાસ કરીને હીલી અને મેકગ્રાની વિકેટ બાદ રમત કંગાળ જોવા મળી હતી. સાઈકાએ યુપીની ગતિને રોકવામાં મોટુ કામ કર્યુ હતુ.
અંતિમ ઓવરમાં દીપ્તીએ વિકેટ ગુમાવી દીધી હતી. યુપીની આ છઠ્ઠી ઓવર હતી. ડેથ ઓવર્સમાં યુપીએ ખાસ રન નિકાળવામાં સફળતા મેળવી નહોતી. જે એક સમયે હીલી અને મેકગ્રાએ મોટા સ્કોર માટેનો પાયો રચ્યો હતો.
19મી ઓવરમાં એક ચોગ્ગો યુપીના ખાતામાં આવ્યો હતો. જે દીપ્તીએ નોંધાવ્યો હતો. દીપ્તીએ પગમા આવેલા બોલને ઉઠાવીને સીધો જ ફાઈન લેગ તરફ મોકલી દીધો હતો.
18મી ઓવર લઈને મેથ્યૂઝ આવી હતી ઓવરના અંતિમ બોલ પર સોફી એક્લેસ્ટનની વિકેટ ઝડપી હતી. ડીપ મિડવિકેટ પર તે કેચ ઝડપાતા 1 રન નોંધાવીને પરત ફરી હતી.
સાઈકા ઈશાકે કમાલની બોલિંગ કરી છે. પહેલા હીલી અને બાદમાં હવે તાલિયા મેકગ્રાએ વિકેટ ગુમાવી દીધી છે. યાસ્તિકા ભાટીયાએ સ્ટંપીંગ કરતા મેકગ્રાએ પરત ફરવા મજબૂર થવુ પડ્યુ છે. તેણે અડધી સદી નોંધાવી હતી.
સાઈકા ઈશાકે મોટી વિકેટ હાસલ કરી છે. યુપીની કેપ્ટન અને ઓપનર એલિસા હીલીએ અડધી સદી નોંધાવી હતી. પરંતુ સાઈકાએ તેની રમતનો અંત 17મી ઓવરમાં કરી દીધો હતો. હીલી 58 રન નોંધાવીને પરત ફરી હતી.
ઈસી વોંગ 15મી ઓવરમાં આવી હતી. તેના અંતિમ બંને બોલ પર મેકગ્રાએ સળંગ બે ચોગ્ગા જમાવ્યા હતા. ઓવરના પાંચમા બોલ પર એકસ્ટ્રા કવર બાઉન્ડરી ફટકારી હતી. જ્યારે અંતિમ બોલ પર આગળ આીને મીડઓફ ઉપર થઈને ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં 10 રન આવ્યા હતા.
14મી ઓર હેલી મેથ્યૂઝે કરી હતી. હીલીએ તેનુ સ્વાગત બાઉન્ડરી સાથે કર્યુ હતુ. રાઉન્ડ ધ વિકેટ નાંખવામાં આવેલા ફુલ બોલ પર આગળ નિકળીને હીલીએ ડીપ મિડ વિકેટ અને લોંગ ઓનની વચ્ચેની ગેપમાં બાઉન્ડરી મેળવી હતી.
12મી ઓવર લઈને કલિતા આવી હતી. ઓવરના પાંચમાં બોલ પર મેકગ્રાએ કમાલનો શોટ જમાવતા જ ચોગ્ગો ફટકાર્યો હતો. રુમ બનાવીને કવરની ઉપર બોલ રમી લીધો હતો.
11 માી ઓવર લઈને સાઈકા ઈશાક આવી હતી. આ ઓવરના ત્રીજા બોલને મેકગ્રાએ આગળ આવીને પંચ કરી દઈ બાઉન્ડરી મેળવી હતી. તાલિયાએ ડીપ કવર ફિલ્ડરની પાસેથી જ બોલને ચાર રન માટે બાઉન્ડરીની બહાર મોકલ્યો હતો.
એમિલિયા કર 9મી ઓવર લઈને આવી હતી. ફરી એકવાર તેણે ખૂબ રન ગુમાવ્યા છે. ઓવરના બીજા, ત્રીજા અને અંતિમ બોલ પર એમ ત્રણ ચોગ્ગા તાલિયા મેકગ્રાએ જમાવ્યા હતા. ઓવરમાં યુપીના સ્કોર બોર્ડમાં 13 રન ઉમેરાયા હતા.
8મી ઓવર લઈને મેથ્યૂઝ આવી હતી. ઓવરના બીજા બોલ પર તાલિયા મેકગ્રાએ ફુલટોસનો ફાયદો ઉઠાવીને સ્ટેપ આઉટ કરી સ્ક્વેર લેગ પર પુલ કરીને ચાર રન મેળવ્યા હતા.
છગ્ગો અને ચોગ્ગો ગુમાવ્યા બાદ એમેલિયા કરે વિકેટ ઝડપવામાં સફળતા મેળવી છે. ઓવરનો ચોથો બોલ કિરણના બેટના ઉપરના હિસ્સામાં વાગીને સિધો જ હવામાં ચડ્યો હતો. જેને નિચે ઉભેલી વિકેટકીપર યાસ્તિકા ભાટીયાએ ઝડપ્યો હતો.
7મી ઓવર લઈને એમેલિયા કર આવી હતી. ઓવરના બીજા બોલ પર કિરણ નવગિરે છગ્ગો જમાવ્યો હતો. ફ્લાઈટ બોલ પર સ્ટેપ આઉટ વડે લોંગ ઓન પર વિશાળ છગ્ગો નવગિરેએ જમાવ્યો હતો. ત્યાર બાદ આગળના બોલ પર શાનદાર બાઉન્ડરી કિરણે જમાવી હતી.
પાવર પ્લેનુ સમાપન છગ્ગા સાથે થયુ છે. સિવર બ્રન્ટ છઠ્ઠી ઓવર લઈને આવી હતી. ઓવરના અંતિમ બોલ પર હીલી લોંગઓન પર છગ્ગો જમાવ્યો હતો. ઈનીંગનો આ પ્રથમ છગ્ગો હતો. આ સાથે જ પાવર પ્લેના અંત સુધીમાં યુપીના ખાતામાં 48 રન નોંધાયા હતા.
સાઈકા ઈશાક ઈનીંગની ચોથી ઓવર લઈને આવી હતી, ઓવરની શરુઆતે જ હીલીએ ચોગ્ગાથી કરી હતી. ઓવરના અંતિમ ત્રણ બોલ પર હીલીએ સળંગ ત્રણ ચોગ્ગા જમાવ્યા હતા. ઓવરમાં યુપીને 18 રન ખાતામાં જમા થયા હતા.
બાઉન્ડરી જમાવ્યાના આગળના બોલ પર જ ઈશાકે દેવિકાને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો છે. દેવિકા સ્વીપ કરવાના ચક્કરમાં લેગબિફોર વિકેટ ગુમાવી બેઠી છે. 6 રન નોંધાવીને તે પરત ફરી છે.
સાઈકા ઈશાક બીજી ઓવર લઈને આવી હતી. તેની ઓવરના પાંચમાં બોલ પર દેવિકાએ બેકફુટ પર જઈ કવર પોઈન્ટની બાજુમાં ડ્રાઈવ કરીને ચાર રન મેળવ્યા હતા.
દેવિકા વૈદ્ય અને એલિસા હીલીએ યુપીની બેટિંગ શરુ કરી છે. બંને ઓપનરો મેદાનમા આવ્યા છે અને રમત શરુ થઈ ચુકી છે. મુંબઈ તરફથી સિવર બ્રન્ટ પ્રથમ ઓવર લઈને આવી છે.
યુપી વોરિયર્સ: એલિસા હીલી (કેપ્ટન), શ્વેતા સેહરાવત, તાલિયા મેકગ્રા, દીપ્તિ શર્મા, સિમરન શેખ, કિરણ નવગીરે, દેવિકા વૈદ્ય, સોફી એક્લેસ્ટન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ, શબનીમ ઈસ્માઈલ
Your 11 Warriorz for #UPWvMI ⚔️ #UPWarriozUttarDega #WPL @PypAyurved pic.twitter.com/PnEbahxmLr
— UP Warriorz (@UPWarriorz) March 12, 2023
મુંબઈ ઈન્ડિયન્સ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), હેલી મેથ્યુઝ, નતાલી સિવર-બ્રન્ટ, એમેલિયા કાર, ધારા ગુજ્જર, ઈસી વોંગ, હુમૈરા કાઝી, અમનજોત કૌર, જિંતિમાની કલિતા, સાઈકા ઈશાક
1⃣ change for us:
⬅️ Pooja Vastrakar
➡️ Dhara GujjarKeep the cheers going for your playing XI for #UPWvMI! @Dream11 @ImHarmanpreet | #OneFamily #MumbaiIndians #AaliRe #WPL2023 pic.twitter.com/o39zjnp6F9
— Mumbai Indians (@mipaltan) March 12, 2023
બ્રેબોન સ્ટેડિયમમાં રમાઈ રહેલી WPL 2023 ની 10મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. યુપીની સુકાનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. આમ મુંબઈની ટીમ પ્રથમ બોલિંગ કરશે.
🚨 Toss Time@UPWarriorz have elected to bat against @mipaltan.
Follow the match ▶️ https://t.co/yTrUlbUr5D#TATAWPL | #UPWvMI pic.twitter.com/cd3WepFpyR
— Women’s Premier League (WPL) (@wplt20) March 12, 2023
Published On - 6:59 pm, Sun, 12 March 23