WTC Final: ICCની અંતિમ 7 ટ્રોફીમાં સર્જાયો અનોખો સંયોગ, દરેક વખતે વિજેતા ટીમ ધરાવે છે આ ખાસ વિશેષતા

|

Jun 25, 2021 | 7:08 AM

ICC પાછળની 7 પુરુષ ટૂર્નામેન્ટની કહાની એક જેવી જ રહી છે. દરેક વખતે તેનો એક નવો જ ચેમ્પિયન સામે આવ્યો છે. આ સીલસીલાની શરુઆત એમ એસ ધોની (MS Dhoni) થી થઇ હતી.

1 / 7
ICC વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ (ICC WTC Final) મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે જીત મેળવી લીધી. સાઉથમ્પટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર જામી હતી. જોકે વિજેતા ન્યુઝીલેન્ડ રહ્યુ હતુ. કેન વિલિયમસન (Kane Williamson) ટેસ્ટ ક્રિકેટના પ્રથમ વિશ્વકપને જીતવામાં સફળ રહેલો કેપ્ટન બન્યો હતો. ICC માં એમએસ ધોની (MS Dhoni) ની ટીમ ઇન્ડીયા સાથે શરુ થયેલ સીલસીલો વિલિયમસન વાળી કીવી ટીમની જીત સાથે યથાવતો રહ્યો હતો. ICC ની પાછળની 7 ટૂર્નામેન્ટની કહાની એક જેવી જ રહી છે. પાછળના 7 ICC ઇવેન્ટમાં દરેક વખતે વિજેતા ટેગ નવા કેપ્ટન અથવા તેની ટીમ સાથે જોડાયેલ છે.

2 / 7
ICC ટૂર્નામેન્ટ થી જોડાયેલ આ સીલસીલાની શરુઆત 2013 ના ભારતીય કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ની ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા સાથે થઇ હતી. ઇંગ્લેન્ડમાં રમાયેલ ફાઇનલ મેચમાં ભારતે ધોનીની કેપ્ટનશીપમાં અંગ્રેજોનો હરાવ્યા હતા. આમ ભારતે ટાઇટલં જીત મેળવી હતી. આ ટાઇટલ એ ધોનીને આઇસીસીના ત્રણેય મોટા ટાઇટલ જીતનારો વિશ્વનો એક માત્ર કેપ્ટન બનાવ્યો હતો.

3 / 7
 વર્ષ 2014 માં આઇસીસી ટી20 વિશ્વકપ રમાયો હતો. શ્રીલંકા અને ભારતની ટીમો ઢાકામાં રમાયેલ ફાઇનલ મેચમાં આમને સામને હતી. વેસ્ટઇન્ડીઝ તેની ડિફેન્ડીંગ ચેમ્પિયન હતી. જે ફાઇનલ સુધી પણ પહોંચી શકી નહોતી. તો વળી ભારત આ પહેલા ટાઇટલ જીતી ચુક્યુ હતુ. જેની પર શ્રીલંકાએ ભારત ને હરાવીને પ્રથમ વખત ટી20 વિશ્વકપ જીત્યો હતો.

4 / 7
વર્ષ 2015માં વિશ્વકપ ફાઇનલ મેચ ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. ટીમ ઇન્ડીયા ડિફેન્ડીંગ ચેમ્પિયનતો હતી. પરંતુ તે સમયે તે ફાઇનલ સુધી પણ પહોંચી શકી નહોતી. 29 માર્ચ 2015 માં રમાયેલ ફાઇનલ માં ન્યુઝીલેન્ડને હરાવીને ઓસ્ટ્રેલીયા તેનુ નવુ ચેમ્પિયન બન્યુ હતુ.

5 / 7
વર્ષ 2016માં વિશ્વકપ ભારતમાં રમાયો હતો. પોતાના ઘરઆંગણે આયોજન હોવા છતાં ટીમ ઇન્ડીયા ફાઇનલ સુધી પહોંચી શકી નહોતી. કે ના તો તેની ડિફેન્ડીંગ ચેમ્પિયન શ્રીલંકા ફાઇનલમાં પહોંચી શકી. કલકત્તામાં તેણે ફાઇનલ વેસ્ટઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે થઇ હતી. જેમાં 4 વિકેટ એ વેસ્ટઇન્ડીઝની ટીમ વિજેતા થઇ હતી. જે ટી20 માં બીજી વાર ચેમ્પિયન રહી હતી.

6 / 7
વર્ષ 2017 માં આઇસીસી ચેમ્પિયન ટ્રોફીનુ આયોજન એકવાર ફરી થયુ હતુ. ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન આમને સામને થયા હતા. ટીમ ઇન્ડીયા પાકિસ્તાન સામે આઇસીસી ટૂર્નામેન્ટમાં ઇતિહાસ યથાવત રાખી મેચ જીતી લેશે. પરંતુ સરફરાજ અહમદની પાકિસ્તાન ટીમ એ એવુ થવા ના દિધુ અને ચેમ્પિયન ટ્રોફીની નવી ચેમ્પિયન બની હતી.

7 / 7
વર્ષ 2019 માં વિશ્વકપ ફાઇનલ મેચ ઇંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. આઇસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રથમ વખત એવી ટીમો ટકરાઇ હતી, જેની પાસે ટાઇટલ વિજેતાનો અનુભવ જ નહોતો. એટલે કે જે પણ ટીમ જીતે એ નવી ચેમ્પિયન થતી. અને થયુ પણ એવુ કે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને ઇંગ્લેંડ પ્રથમ વખત વિશ્વકપને પોતાને નામે કરી લીધો હતો.

Next Photo Gallery