યુવરાજ અને પીટરસન વચ્ચે થયું ટ્વીટર યુદ્ધ, ફેવરીટ ફૂટબોલ ટીમને લઇને થયો જંગ

|

May 08, 2022 | 1:33 PM

English Premier League : યુવરાજ સિંહ (Yuvraj Singh) ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડનો (Manchester United) મોટો પ્રશંસક છે. બીજી તરફ, કેવિન પીટરસન ચેલ્સિયા ફૂટબોલ ક્લબને પસંદ કરે છે.

યુવરાજ અને પીટરસન વચ્ચે થયું ટ્વીટર યુદ્ધ, ફેવરીટ ફૂટબોલ ટીમને લઇને થયો જંગ
Kevin Pieterson and Yuvraj Singh (PC: TV9)

Follow us on

માન્ચેસ્ટર યુનાઇટેડ (Manchester United) શનિવારે ઇંગ્લિશ પ્રીમિયર (English Premier League) લીગમાં બ્રાઇટન સામે 4-0થી હારી ગયું હતું. આ હાર બાદ માન્ચેસ્ટર યુનાઈટેડ લીગ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને તેની આવતા વર્ષે ચેમ્પિયન્સ લીગમાં રમવાની તકો પણ લગભગ પુરી થઈ ગઈ છે. કારણ કે EPL ની ટોપ-4 ટીમોને જ ચેમ્પિયન્સ લીગમાં સ્થાન મળે છે. આ સાથે માન્ચેસ્ટર યુનાઇટેડની યુરોપા લીગ માટે ક્વોલિફાય થવાની શક્યતા ઓછી છે. માન્ચેસ્ટર યુનાઈટેડની આ હાલત જોઈને ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને (Kevin Pietersen) પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની (Yuvraj Singh) મજા લેતા એક ટ્વિટ કર્યું, જેના પર બંને વચ્ચે લાંબી ચર્ચા થઈ.

તમને જણાવી દઇએ કે યુવરાજ સિંહ માન્ચેસ્ટર યુનાઈટેડનો મોટો ફેન છે અને કેવિન પીટરસનને ઈંગ્લિશ ક્લબ ચેલ્સીને પસંદ કરે છે. ગયા વર્ષે પણ આ બંને વચ્ચે તેમની ફેવરિટ ફૂટબોલ ક્લબને લઈને ટક્કર થઈ હતી. આ વખતે પણ કંઈક આવું જ થયું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

EPL માં માન્ચેસ્ટર યુનાઈટેડની હાર થતાં જ પીટરસને ટ્વિટ કર્યું, ‘જો કોઈ જાણતું હોય કે યુવરાજ સિંહ ક્યાં છે, તો તેને કહો કે આ ખરાબ સમયમાં હું તેના વિશે વિચારી રહ્યો છું.’ પીટરસને આ શબ્દો સાથે સ્માઇલી પણ આપી હતી. તેના ટ્વીટ બાદ યુવરાજે તરત જ જવાબ આપ્યો. યુવરાજે લખ્યું, ‘આભાર મિત્ર, મેં પણ ચેમ્પિયન્સ લીગ દરમિયાન તમારા વિશે વિચાર્યું હતું.’

ચેમ્પિયન્સ લીગની ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ ચેલ્સીને બહાર થવું પડ્યું હતું. આ કારણે યુવરાજે પીટરસનની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પીટરસન પણ અહીં જ અટક્યો ન હતો. તેણે લખ્યું, ‘શું તમે જાણો છો કે ચેમ્પિયન્સ લીગ શું છે’. જેના જવાબમાં યુવરાજે કહ્યું, ‘ના, મને ખબર નથી, તમારી પાસે સ્પોર્ટ્સ વિશેની તમામ માહિતી છે. તમે તેના વિશે આખી ટ્વિટર દુનિયાને કેમ નથી જણાવતા.’


તેના પર પીટરસને લખ્યું કે, આ એક ટુર્નામેન્ટ છે જ્યાં ચેલ્સી રમે છે. માન્ચેસ્ટર યુનાઇટેડ નહીં. આ એવી ટુર્નામેન્ટ છે જ્યાં યુરોપની શ્રેષ્ઠ ટીમો રમે છે. પીટરસને આ લખ્યું કારણ કે માન્ચેસ્ટર યુનાઈટેડ આ વખતે ચેમ્પિયન્સ લીગના ‘રાઉન્ડ ઓફ-16’માં બહાર થઈ ગયું હતું અને ચેલ્સીએ ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર કરી હતી.


યુવરાજ અને પીટરસનનું આ યુદ્ધ અહીં પૂરું થયું ન હતું. તે આગળ વધતું રહ્યું. લાંબા સમય સુધી બંને ખેલાડીઓ એકબીજાની ફેવરિટ ટીમને તેમની ફેવરિટ ટીમ શ્રેષ્ઠ હોવાનું કહેતા રહ્યા.

Next Article