
ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે વર્લ્ડ કપ 2023માં આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા ટ્રેવિસ હેડે ન્યુઝીલેન્ડ સામે શાનદાર સદી ફટકારી હતી અને ટીમને જોરદાર શરૂઆત અપાવી હતી. સદી ફટકારવા પહેલા તેણે અર્ધસદી ફટકારી હતી અને નવો રેકોર્ડ બનાવ્યો હતો. સાથે જ તેણે આ અર્ધસદીને સદીમાં પણ પરિવર્તિત કરી હતી અને ટીમને મજબૂત શરૂઆત આપવી હતી.
ટ્રેવિસ હેડે ન્યુઝીલેન્ડ સામે ફક્ત 25 બોલમાં દમદાર અર્ધસદી ફટકારી હતી અને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું હતું. ટ્રેવિસ હેડ વર્લ્ડ કપ 2023માં સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો હતો. ટ્રેવિસ હેડે કુસલ મેન્ડિસની આ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી અડધી સદીને રેકોર્ડને તોડ્યો હતો. આ વર્લ્ડ કપમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો રહ્યો છે.
Travis Head is back and he has brought up his first CWC century @Mastercard Milestones.#CWC23 | #AUSvNZ pic.twitter.com/wy25NWrsUz
— ICC (@ICC) October 28, 2023
ટ્રેવિસ હેડે ઈજાના કારણે વર્લ્ડ કપની પહેલી પાંચ મેચો ગુમાવી હતી. જોકે તેણે ઈજામાંથી સારવાર મેળવી સારી ફિટનેસ સાથે ટીમમાં કમબેક કર્યું હતું અને ધર્મશાળામાં ઓસ્ટ્રેલિયન ટીમમાં પ્લેઈંગ 11 માં તક મળતાની સાથે જ ધમાકો મચાવ્યો હતો. તેણે 25 બોલમાં આ વર્લ્ડ કપની ફાસ્ટેસ્ટ સદી ફટકારી હતી, સાથે જ પોતાની પ્રથમ વર્લ્ડ કપ સદી પણ પૂર્ણ કરી હતી. ટ્રેવિસ હેડે વર્લ્ડ કપ 2023માં ધમાકેદાર એન્ટ્રી કરી છે.
Travis Head has made a triumphant return, achieving his maiden century in the Cricket World Cup, marking a significant milestone in the Mastercard Milestones. #CWC23 | #AUSvNZ pic.twitter.com/XjudLFGX5B
— ICC Cricket World Cup (@ICCWorldCupIN) October 28, 2023
ટ્રેવિસ હેડની 25 બોલમાં ફિફ્ટી વનડે વર્લ્ડ કપ 2023ની સૌથી ઝડપી ફિફ્ટીમાં ટોપ પર છે. આ લિસ્ટમાં ટોપ-4 માં ત્રણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સામેલ છે. ટ્રેવિસ સિવાય ડેવિડ વોર્નરે 25 બોલમાં અને ગ્લેન મેક્સવેલએ 27 બોલમાં આ વર્લ્ડ કપમાં સદી ફટકારી છે. આ લિસ્ટમાં એકમાત્ર નોન-ઓસ્ટ્રેલિયન ખેલાડી શ્રીલંકાનો કુસલ મેન્ડિસ છે.