Video: ટિમ ડેવિડે તલવારની જેમ ચલાવ્યુ બેટ, 110 મીટર લાંબો છગ્ગો જમાવ્યો, 7 બોલમાં બદલી નાંખી રમત

|

Oct 07, 2022 | 9:09 PM

T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ માટે ડેબ્યુ કરનાર વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડે (Tim David) બાકીની ટીમોના બોલરોને ચેતવણી આપી દીધી છે.

Video: ટિમ ડેવિડે તલવારની જેમ ચલાવ્યુ બેટ, 110 મીટર લાંબો છગ્ગો જમાવ્યો, 7 બોલમાં બદલી નાંખી રમત
Tim David એ તોફાની રમત દર્શાવી

Follow us on

ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે અને દરેક ટીમ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. બેટની ધારને તીક્ષ્ણ કરવામાં આવી રહી છે. બોલિંગમાં પરફેક્શન આપવાના પ્રયાસો ચાલુ છે. ટૂર્નામેન્ટના યજમાન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પણ પોતાનું ટાઇટલ બચાવવા માટે પોતાને મજબૂત કરી રહ્યું છે અને તેની ઝલક વેસ્ટ ઇન્ડીઝ (West Indies Cricket Team) સામે ચાલી રહેલી T20 શ્રેણીમાં જોવા મળે છે, જ્યાં ટીમના નવા હથિયાર ટિમ ડેવિડે (Tim David) બેટથી તોફાન મચાવ્યુ હતુ. આ સાથે જ તેણે રમત વડે વિરોધીઓને ચેતવણી પણ જાણે આપી દીધી છે.

વર્લ્ડ કપની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ બે વખતની ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની પ્રથમ મેચ પહેલા જ જીતી લીધી હતી. આ પછી, શુક્રવારે 7 ઓક્ટોબરે, બ્રિસબેનમાં બંને ટીમો વચ્ચે બીજી મેચ રમાઈ. અહીં ઓસ્ટ્રેલિયાની ટીમ માટે ડેવિડ વોર્નરે શાનદાર ઇનિંગ રમી હતી, પરંતુ સૌથી વધુ ચર્ચા ટિમ ડેવિડને મળી હતી.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

બોલ 110 મીટર દૂર પહોંચાડ્યો

થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂ કરનાર આ વિસ્ફોટક જમણા હાથના બેટ્સમેને વિન્ડીઝના બોલરોને પછાડીને ટીમને 178 રન સુધી પહોંચાડી હતી. પોતાની ઇનિંગ્સમાં ડેવિડે કેટલાક અદ્ભુત શોટ ફટકાર્યા, જેમાંથી એક શોટ સૌથી વધુ ચર્ચામાં છવાઈ ગયો હતો. 17મી ઓવરમાં ડેવિડે ઓબેડ મેકકોયના બીજા અને ત્રીજા બોલ પર સતત બે સિક્સર ફટકારી હતી. આમાં, બીજી સિક્સર સીધી સ્ટેડિયમના સ્ટેન્ડ પર પહોંચી હતી, જે સિક્સરે કુલ 110 મીટરનું અંતર કાપ્યું હતુ.

 

આટલી લાંબી સિક્સ જોઈને કોમેન્ટેટર્સથી લઈને દર્શકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે, આ બે સિક્સર જ નહીં પરંતુ આ ઓવરમાં ડેવિડે સતત 4 બોલમાં બાઉન્ડ્રી ફટકારી હતી. તેણે પહેલા અને ચોથા બોલમાં બે ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આ રીતે તેણે 4 બોલમાં 20 રન આપ્યા.

ડેવિડની 7 બોલ વાળી ધમાલ

જોકે મેકકોયે પાંચમા બોલ પર ડેવિડને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આમ છતાં ડેવિડ ત્યાં સુધીમાં પોતાનું કામ કરી ચૂક્યો હતો. આ બેટ્સમેને માત્ર 20 બોલમાં 42 રન બનાવ્યા, જેમાંથી 34 રન માત્ર 7 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી બનાવ્યા. ઓસ્ટ્રેલિયાએ ડેવિડની ઇનિંગ્સ અને પછી મિચેલ સ્ટાર્કની ઘાતક બોલિંગના આધારે સરળતાથી મેચ અને સિરીઝ 31 રને જીતી લીધી હતી.

Published On - 9:08 pm, Fri, 7 October 22

Next Article