ભારે બેટથી પણ બેટિંગ કરીને આ ખેલાડીઓએ મચાવી છે ધમાલ, ત્રણ ભારતીય પણ લિસ્ટમાં સામેલ

|

May 04, 2023 | 4:45 PM

ક્રિકેટના તમામ ફોર્મેટમાં વર્ષોથી બેટર્સનો દબદબો રહ્યો છે. ચોગ્ગા-છગ્ગાની રમઝટ કરતા આ ખેલાડીઓ જે બેટથી બોલરોની પિટાઈ કરે છે એ બેટ ખાસ હોય છે, જેને ICCની પરવાનગી બાદ મેચમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ બેટ તેની બનાવટ અને વજનના મામલે સામાન્ય બેટથી અલગ હોય છે.

ભારે બેટથી પણ બેટિંગ કરીને આ ખેલાડીઓએ મચાવી છે ધમાલ, ત્રણ ભારતીય પણ લિસ્ટમાં સામેલ

Follow us on

આંતરરાષ્ટ્રીય સ્તર પર રમતા ખેલાડીઓ મુખ્યત્વે થોડા હલકા બેટથી રમવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેટલાક બેટર્સ એવા પણ છે જેમને હંમેશા ભારે બેટથી રમવાનું જ રાસ આવ્યું છે. આ લિસ્ટમાં ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સહિતના સ્ટાર્સ સામેલ છે, જેમણે ભારે બેટથી અનેક રેકોર્ડ બનાવ્યા છે.સૌથી ભારે બેટ સાથે રમતા ક્રિકેટેરોમાં પહેલું નામ સચિન તેંડુલકરનું આવે છે, જે બાદ અન્ય બે ભારતીય સ્ટાર વીરેન્દ્ર સેહવાગ અને એમએસ ધોની છે

 

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024

વિશ્વ ક્રિકેટમાં ભારે બેટથી રમતા ક્રિકેટરો

આ લિસ્ટમાં વેસ્ટઇન્ડીઝના ક્રિસ ગેલ, ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને દક્ષિણ આફ્રિકાના લાન્સ કલુઝનરનું નામ પણ સામેલ છે. ભારે બેટથી રમનાર સચિન-સેહવાગ-ગેલ-કલુઝનર-પોન્ટિંગ જેવા ખેલાડીઓ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે, જ્યારે વોર્નર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અને ધોની IPLમાં હજી રમી રહ્યો છે. હાલના સુપરસ્ટાર ભારતીય બેટર્સ કોહલી અને રોહિત પણ આટલા ભારે બેટથી રમતા નથી. વિરાટ કોહલી હાલમાં જે બેટનો ઉપયોગ કરી રહ્યો છે તેનું વજન લગભગ 1.15 કિલોગ્રામ છે, તો રોહિતના બેટનું વજન 1.17 કિલોગ્રામ છે.

આ પણ વાંચો : Breaking News: સુપ્રીમ કોર્ટે કુસ્તીબાજોનો કેસ કર્યો બંધ, ‘ખેલાડીઓને હાઈકોર્ટ અથવા નિચલી કોર્ટમાં જવાની આપી સલાહ

સચિન-સેહવાગ-ધોનીને ભારે બેટથી રમવું છે પસંદ

સચિન તેંડુલકર MRF અને Adidas બેટથી રમતા હતા અને તેમના ક્રિકેટ બેટનું વજન 1.47 કિલો હતું. ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેલ 1.36 કિલો વજનના સ્પાર્ટન સીજી બેટ અને વીરેન્દ્ર સેહવાગ 1.35 કિગ્રા વજનનું SG VS 319 બેટ ઉપયોગમાં લેતા હતા.

હાલના સમયમાં વર્લ્ડ બેસ્ટ ફિનિશર એમએસ ધોની 1.27 કિગ્રા વજનના સ્પાર્ટન/એસએસનું બેટ અને વિસ્ફોટક ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર 1.24 કિગ્રા વજનના ગ્રે નિકોલ્સ કાબૂમ બેટનો ઉપયોગ કરે છે.

ભારે બેટથી લાંબા સમય માટે રમવું દરેક ખેલાડી માટે શક્ય નથી. ભારે બેટથી રમવાથી કાંડાની ઈન્જરીની શક્યતા વધી શકે છે, છતાં કેટલાક ખેલાડીઓ તેમની શૈલી અનુસાર ભારે બેટથી રમવાનું પસંદ કરે છે અને તેમણે આનથી ફાયદો પણ થાય છે. ભારે બેટથી શોર્ટ રમવામાં અને બોલને ઓછા ફોર્સથી રમવામાં ફાયદો મળે છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

 

Next Article