ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, 2007ના T20 વર્લ્ડ કપ પર બનશે વેબ સિરીઝ

|

Nov 18, 2022 | 5:04 PM

ક્રિકેટ (Cricket) ચાહકો માટે સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં 2007 T20 વર્લ્ડ કપ પર વેબ સિરીઝ આવશે, જે 2023માં રિલીઝ થશે.

ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર, 2007ના T20 વર્લ્ડ કપ પર બનશે વેબ સિરીઝ
2007ના T20 વર્લ્ડ કપ પર બનશે વેબ સિરીઝ
Image Credit source: Twitter

Follow us on

તમને 2007માં રમાયેલો T20 World Cup યાદ જ હશે. ક્રિકેટના ચાહકો આ મેચને વારંમ વાર જોવાનું પસંદ કરે છે. ભારતમાં ક્રિકેટના ચાહકો મેચ પુરી થયા બાદ હાઈલાઈટ જોતા રહે છે. હવે તમને વેબ સિરીઝ દ્વારા ફરી એક વખત 2007ના ટી 20 ક્રિકેટ મેચ જોવાની તક મળશે. આ પહેલો વર્લ્ડ કપ હતો જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે જીત મેળવી હતી. હવે ઓટીટી પર આને લઈ એક વેબ સિરીઝ બનાવવામાં આવી રહી છે. ડોક્યુમેન્ટ્રી બેઝ આ સિરીઝને ઈન્ટરનેશનલ પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

વેબ સિરીઝની સત્તાવાર જાહેરાત કરવામાં આવી

T20 વર્લ્ડ કપ પર બનનારી આ વેબ સિરીઝનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. આ સિરીઝમાં વર્લ્ડ કપમાં સામેલ 15 ખેલાડીઓને સામેલ કરવામાં આવશે. આ સિરીઝમાં રિયલ ફૂટેજનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટરીના ત્રીજા ભાગનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

 

 

ટી 20 વર્લ્ડકપ 2007 પર આધારિત વેબ સિરીઝનું પ્રોડ્ક્શન UK બેસ્ડ ફર્મ One One Six Network કરી રહ્યું છે. આ ગૌરવ બહિરવાનીની કંપની છે. વેબ સિરીઝને આનંદ કુમાર નિર્દેશિત કરી રહ્યા છે. આનંદ Delhi Heights અને Zila Ghaziabad જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ વેબ સિરીઝના રાઈટર સૌરભ એમ પાંડે છે. જેમણે ધ કાશ્મીર ફાઈલ્સ, ધ તાશ્કંદ ફાઈલ્સ અને વાણી જેવી ફિલ્મોની સ્ટોરી લખી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અનેક મોટા સ્ટાર ઈન્ડિયન કિકેટર્સનો રોલ પ્લે કરશે. અહેવાલોનું માનીએ તો આ વેબ સિરીઝને 2023માં રિલીઝ કરવામાં આવશે.

બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ જૂનો છે

તમને જણાવી દઈએ કે બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ઘણો જૂનો છે. તાજેતરમાં, મિતાલી રાજ પર શાબાશ મિથુ, મોહમ્મદ અઝહરુદ્દીન પર અઝહર, સચિન પર સચિન તેંડુલકર – અ બિલિયન ડ્રીમ્સ અને એમએસ ધોની પર એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી સહિત ઘણા ખેલાડીઓના જીવન પર ફિલ્મો બની છે. આ ફિલ્મોને બાયોપિક્સ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે 1983ના વર્લ્ડ કપ પર બનેલી ફિલ્મ 83ને પણ ભારે સફળતા મળી હતી. આ ફિલ્મ ભારતની પ્રથમ વર્લ્ડ કપ જીત પર આધારિત હતી અને તે જ રીતે T20 વર્લ્ડ કપ 2007  પર વેબ સિરીઝ બનશે. જ્યારે ક્રિકેટ પ્રેમીઓ વર્ષ 2023માં તે ક્ષણોને વેબ સિરીઝના રૂપમાં ફરી જોશે.

Next Article