ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલ વનડે વર્લ્ડ કપ 2023ના ક્વોલિફાયર રાઉન્ડમાં શ્રીલંકા અને આયર્લેન્ડ સામેની મેચમાં શ્રીલંકન ખેલાડી દિમુથ કરુણારત્નેએ શાનદાર સદી ફટકારી હતી. આ તેની વનડે કારકિર્દીની સૌપ્રથમ સદી હતી. કરુણારત્નેએ આ સદી ફટકારવાની સાથે અન્ય બે રેકોર્ડ પણ પોતાને નામ કર્યા હતા. દિમુથ 103 બોલમાં 103 રન બનાવીને આઉટ થયો હતો.
દિમુથ કરુણારત્ને તેની પહેલી વનડે સદી 35 વર્ષની ઉંમરે ફટકારવામાં સફળ રહ્યો હતો. તેણે પહેલી વનડે સેન્ચુરી માટે 12 વર્ષ રાહ જોવી પડી હતી. કરુણારત્નેએ 9 જુલાઈ 2011ના રોજ ઈંગ્લેન્ડ સામે વનડે કારકિર્દીની શરૂઆત કરી હતી અને છેક 12 વર્ષ બાદ તેણે પહેલી વનડે સદી ફટકારી હતી. દિમુથ કરુણારત્નેએ 40મી વનડેમાં સદી બનાવી હતી.
ODI career best score for Dimuth Karunaratne 🎉👊#LionsRoar #SLvIRE #CWC23 pic.twitter.com/1nt8fc8gQz
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 25, 2023
દિમુથ કરુણારત્નેએ આયર્લેન્ડ સામે સદી ફટકારવાની સાથે જ વનડેમાં 1000 રન પણ પૂર્ણ કરી લીધા હતા. આવું કરનાર તે 35મો શ્રીલંકન બેટ્સમેન બની ગયો હતો. 40મી વનડેની 36મી ઇનિંગમાં તે હજાર રન પૂરા કરવામાં સફળ રહ્યો હતો. સાથે જ શ્રીલંકા માટે દર વર્ષે ODIમાં 50 થી વધુ રન બનાવનર ખેલાડીના લિસ્ટમાં દિમુથનું નામ સામેલ થઈ ગયું છે. કરુણારત્નેએ વનડેમાં અત્યારસુધી 10 અર્ધસદી પણ ફટકારી છે.
The feeling of scoring your maiden ODI hundred 🤩#CWC23 #SLvIRE pic.twitter.com/xGIQslHiPO
— ICC (@ICC) June 25, 2023
શ્રીલંકા તરફથી પ્રથમ બેટિંગ કરતી વખતે ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાન્કાએ 20 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી દિમુથ કરુણારત્ને અને સદીરા સમરવિક્રમાએ ટીમનો દાવ સંભાળ્યો હતો અને બંને વચ્ચે 160થી વધુ રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી શ્રીલંકા માટે ODIમાં સૌથી મોટી ભાગીદારી છે.
આ પણ વાંચોઃ Roger Binny family Tree: દીકરો ક્રિકેટર, વહુ સ્પોર્ટસ એન્કર, આવો છે BCCIના પ્રમુખ રોજર બિન્નીનો પરિવાર
કરુણારત્ને આયર્લેન્ડ સામે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. દિમુથ કરુણારત્ને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આયર્લેન્ડ સામે ત્રણ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. તેણે વર્લ્ડ કપ ક્વોલિફાયર મુકાબલામાં સદી ફટકારીને આ સિદ્ધિ મેળવી હતી.
Sri Lanka sets a target of 326 for Ireland! 💪🏏🎯#SLvIRE #LionsRoar #CWC23 pic.twitter.com/nfK8uiPRsL
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 25, 2023
વનડે વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં શ્રીલંકા સામે આયર્લેન્ડે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને શ્રીલંકાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાએ ઓપનર દિમુથ કરુણારત્નેની શાનદાર સદી અને સમરવિક્રમાના 82 રનની મદદથી 325 રન બનાવ્યા હતા અને આયર્લેન્ડને જીતવા 326 રનનો ટાર્ગેટ આપ્યો હતો.