2022નો મોટો રેકોર્ડ માત્ર થોડી મેચમાં જ તૂટી ગયો, IPL 2023માં થયું નવુ કારનામું જુઓ આંકડા

|

May 08, 2023 | 12:02 PM

IPL 2023:આ સિઝનની ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી કુલ 52 મેચોમાં તમામ ટીમોએ એવું કર્યું છે જે IPL 2022ની આખી સિઝનમાં ન થઈ શક્યું. આવો જાણીએ શું છે આ ખાસ રેકોર્ડ.

2022નો મોટો રેકોર્ડ માત્ર થોડી મેચમાં જ તૂટી ગયો, IPL 2023માં થયું નવુ કારનામું જુઓ આંકડા

Follow us on

એક ઓવરમાં સતત પાંચ છગ્ગા મારવાથી લઈને આઈપીએલ ઈતિહાસમાં બીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર બનવા સુધી, આઈપીએલ 2023માં અનેક પરાક્રમો જોવા મળ્યા છે. આ સાથે IPLની એક સિઝનમાં સૌથી વધુ વખત 200 કે તેથી વધુ ટોટલ બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.એપ્રિલ 2008માં વિશ્વની સૌથી મોટી લીગ IPL શરૂ થઈ. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન ચાલી રહી છે અને તેમાં ઘણી શાનદાર મેચ જોવા મળી છે.

ચાહકો હંમેશા ઉચ્ચ સ્કોરવાળી મેચો જોવા માંગતા હોય છે. T20 ફોર્મેટમાં બેટ્સમેનોનું વર્ચસ્વ છે અને 200ના સ્કોરને જીતનો સ્કોર કહી શકાય નહીં.
IPL ઈતિહાસની પહેલી જ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ સામે 222-3નો સ્કોર કર્યો હતો, જેમાં બ્રેન્ડન મેક્કુલમે સદી ફટકારી હતી. આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નામે છે, તેણે 2013માં પુણે વોરિયર્સ ઈન્ડિયા સામે 263-5નો સ્કોર કર્યો હતો.
આ પણ વાંચો : Virat Kohli vs Gautam Gambhir: કોહલી-ગંભીરની ટક્કર હજુ પૂર્ણ થઈ નથી, અફઘાનના ખેલાડીએ આગમાં ઘી ઉમેર્યું
અત્યાર સુધી, ચેન્નાઈ સુપર કિંગ્સે IPL ઈતિહાસમાં સૌથી વધુ વખત 200થી વધુનો આંકડો પાર કર્યો છે, જ્યારે દિલ્હી કેપિટલ્સે IPLમાં દરેક સિઝનમાં રમનારી ટીમોમાં સૌથી ઓછી વખત 200નો આંકડો પાર કર્યો છે. ગયા વર્ષે આવેલી બંને નવી ટીમો (લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ)એ પણ બે વખતથી 200થી વધુનો સ્કોર કર્યો છે.
IPL 2023માં અત્યાર સુધીમાં 25થી વધુ વખત
  • IPL 2022માં 18 વખત
  • IPL 2018માં 15 વખત
  • IPL 2020માં 13 વખત
  • IPL 2019માં 11 વખત
  • IPL 2008માં 11 વખત

 હવે આઈપીએલમાં કઈ ટીમોએ 200 રન બનાવ્યા છે તેના પર એક નજર કરીએ

1) ચેન્નાઈ સુપર કિંગ્સ (27 વખત) – સર્વોચ્ચ સ્કોર: 246/5

2) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (24 વખત) – સર્વોચ્ચ સ્કોર: 263/5

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

3) પંજાબ કિંગ્સ (21 વખત) – સર્વોચ્ચ સ્કોર: 232/2

4) કોલકાતા નાઈટ રાઈડર્સ (19 વખત) – સર્વોચ્ચ સ્કોર: 245/6

5) મુંબઈ ઈન્ડિયન્સ (19 વખત) – સર્વોચ્ચ સ્કોર: 235/9

6) રાજસ્થાન રોયલ્સ (18 વખત) – સર્વોચ્ચ સ્કોર: 226/6

7) સનરાઇઝર્સ હૈદરાબાદ (14 વખત) – સર્વોચ્ચ સ્કોર: 231/2

8) દિલ્હી કેપિટલ્સ (10 વખત) – સર્વોચ્ચ સ્કોર: 231/4

9) લખનૌ સુપર જાયન્ટ્સ (5 વખત) – સર્વોચ્ચ સ્કોર: 267/5

10) ગુજરાત ટાઇટન્સ (3 વખત) – સર્વોચ્ચ સ્કોર: 227/2

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article