Wrestlers Protest: હવે BCCI પણ આવ્યું ઝપેટમાં NHRCએ મોકલી નોટિસ, 16 ફેડરેશન પાસેથી પણ માંગ્યા જવાબ

|

May 12, 2023 | 9:54 AM

NHRC Notice:તાજેતરના એક અહેવાલમાં બહાર આવ્યું છે કે ભારતમાં 30 સ્પોર્ટ્સ ફેડરેશનમાંથી 15 પાસે કાં તો આંતરિક ફરિયાદ સમિતિઓ નથી અથવા કાયદા હેઠળ તેનો યોગ્ય રીતે અમલ થતો નથી.

Wrestlers Protest: હવે BCCI પણ આવ્યું ઝપેટમાં NHRCએ મોકલી નોટિસ, 16 ફેડરેશન પાસેથી પણ માંગ્યા જવાબ

Follow us on

દેશના દિગ્ગજ કુસ્તીબાજોએ ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવીને મોરચો ખોલ્યો ત્યારથી જ ખળભળાટ મચી ગયો છે. ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક ઉપરાંત વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા વિનેશ ફોગાટ બ્રિજ ભૂષણની ધરપકડની માંગ પર અડગ છે. દરમિયાન, રાષ્ટ્રીય માનવાધિકાર પંચે રમત મંત્રાલય, SAI, WFI અને BCCI સિવાય કુલ 15 ફેડરેશનને નોટિસ પાઠવી છે. કાયદા મુજબ આ ફેડરેશનો પાસે આંતરિક ફરિયાદ સમિતિ નથી.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

કુસ્તીબાજોના પ્રદર્શનને કારણે નજર મુખ્યત્વે રેસલિંગ ફેડરેશન પર ટકેલી છે, પરંતુ તેનાથી દેશમાં ચાલતા વિવિધ સ્પોર્ટ્સ ફેડરેશનની ખામીઓ પણ સામે આવી છે.  2013માં પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ એક્સપ્લોઈટેશન એક્ટ હેઠળ તમામ પ્રકારની સંસ્થાઓ, કંપનીઓ અને ઓફિસોમાં ICC હોવું ફરજિયાત છે. આમ ન કરવું તે કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે.

રમતગમત મંત્રાલય અને એસોસિએશનોને સૂચના

ભારતમાં અલગ-અલગ રમતગમતના કામ પર નજર રાખતા સંગઠનો અને બોર્ડની વાત કરીએ તો અહીં સ્થિતિ બહુ સારી નથી. હાલમાં જ અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે 30માંથી 15 સ્પોર્ટ્સ ફેડરેશનમાં કાં તો ICC અસ્તિત્વમાં નથી અથવા તો જે અસ્તિત્વમાં છે તેમાં પણ નિયમોનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું નથી.

આ પણ વાંચો : Virat Kohli, IPL 2023: યશસ્વી જયસ્વાલ 2 વર્ષ પહેલા રન બનાવવા સંઘર્ષ કરી રહ્યો હતો, કોહલીને મળ્યા બાદ બદલાઈ ગઈ બેટિંગ!

હવે NHRCએ આ અહેવાલની નોંધ લીધી છે અને આ 16 ફેડરેશનોને નોટિસ પાઠવી છે અને તેમના જવાબો મંગાવ્યા છે. રેસલિંગ ફેડરેશન ઉપરાંત, તેમાં બેડમિન્ટન, વોલીબોલ, ટેબલ ટેનિસ, તીરંદાજી, બાસ્કેટબોલ જેવા ફેડરેશનનો સમાવેશ થાય છે. આ સ્પોર્ટ્સ એસોસિએશનો જ નહીં પરંતુ NHRCની નોટિસ કેન્દ્રીય રમત મંત્રાલય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI)ને પણ ગઈ છે.

બીસીસીઆઈ પણ ઝપેટમાં

એટલું જ નહીં, આ નોટિસ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે દેશમાં ક્રિકેટ ચલાવતા BCCIને પણ મોકલવામાં આવી છે, જેના કારણે BCCI પણ શંકાના દાયરામાં આવી ગયું છે. પંચે તમામને આગામી 4 સપ્તાહમાં નોટિસનો જવાબ આપવા જણાવ્યું છે. આ સાથે એ પણ પૂછવામાં આવ્યું છે કે આ એસોસિએશનોમાં ICCની સ્થિતિ શું છે અને આવા મામલાઓનો સામનો કરવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે.

બીસીસીઆઈની વાત કરીએ તો થોડા વર્ષો પહેલા બોર્ડના પૂર્વ સીઈઓ રાહુલ જોહરી પર પણ જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો. જો કે આ આરોપો બીસીસીઆઈના સીઈઓ બન્યા પહેલાના છે. ત્યારબાદ BCCI દ્વારા ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને તેને આ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

 

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Next Article