
લંડનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ પૂર્ણ થયા બાદ ધ હંડ્રેડ ક્રિકેટ લીગની શરુઆત થઈ ગઈ છે. આ લીગમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લે છે. આ લીગની ઉદ્ધાટન મેચ દરમિયાન લૉર્ડસના મેદાનમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. જેના કારણે એક મિનિટ સુધી રમત રોકવી પડી હતી. વરસાદ કે કોઈ ખેલાડીની ઈજાને કારણે રમત રોકવી પડી ન હતી પરંતુ એક શિયાળના કારણે રમત રોકવી પડી હતી. શિયાળે મેદાનમાં ધમાલ મચાવી હતી.
લૉર્ડસના મેદાનમાં મેચ પહેલા લંડન સ્પિરિટ અને છેલ્લી વખતની ચેમ્પિયન ઓવલ ઈનવિંસિબલ્સ વચ્ચે રમાઈ હતી. મેચ દરમિયાન એક શિયાળ મેદાનમાં આવી ચડ્યું હતુ અને સ્પીડમાં ચક્કર લગાવતા જોવા મળ્યું હતુ. આને જોઈ ચાહકો પણ હસવા લાગ્યા હતા. શિયાળ અંદાજે 1 મિનિટ સુધી મેદાનમાં ચક્કર લગાવી હતી. જેના કારણે રમત રોકવી પડી હતી. આ દરમિયાન લંડન સ્પિરિટના ફાસ્ટ બોલર ડેનિયલ વોરોલ બેટિંગ કરી રહ્યો હતો.
There’s a fox on the field! pic.twitter.com/3FiM2W90yZ
— Sky Sports Cricket (@SkyCricket) August 5, 2025
શિયાળને જોઈ કોમેન્ટ્રી કરી રહેલા સ્ટુઅર્ટ બ્રોર્ડ અને ઈયોન મોર્ગન પોતાનું હસવાનું રોકી શક્યા ન હતા. સ્કાય સ્પોર્ટસ ક્રિકેટે લોમડીના મેદાન પર દોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે જલ્દી વાયરલ થઈ રહ્યો છે. મેદાનની ચારે બાજુ ચક્કર લગાવ્યા બાદ શિયાળ મેદાનમાંથી બહાર ચાલ્યું ગયું હતુ.ત્યારબાદ આ રમત ફરી શરુ થઈ હતી.
ધ હંડ્રેડ 2025ની પહેલી મેચ લંડન સ્પિરિટની ટીમે પહેલા બેટિગ કરી 94 બોલમાં તમામ વિકેટ ગુમાવી 80 રન બનાવ્યા હતા. ઓવલ ઈનવિંસિબલ્સ તરફથી રાશિદ ખાન અને ઓલરાઉન્ડર સૈમ કુરેને શાનદાર બોલિંગ કરી લંડન સ્પિરિટની આ બેટિંગ લાઈનઅપ ને તહસ-મહસ કરી નાંખી હતી. કેન વિલિયમ્સન અને અશ્ટન ટર્નર જેવા સ્ટાર બેટ્સમેન સામેલ હતા.
રાશિદ અને સૈમ કુરને 3-3 વિકેટ લીધી હતી. જોર્ડન ક્લાર્કને 2 વિકેટ લીધી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓવલ ઈનવિંસિબલ્સે 69 બોલમાં 4 વિકેટ ગુમાવી મેચ જીતી હતી. રાશિદ ખાનની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
Published On - 10:04 am, Wed, 6 August 25