Test Rankings: બેન સ્ટોક્સને પાછળ મુકી રવિન્દ્ર જાડેજા બીજા સ્થાને, ટિમ સાઉથીની ત્રીજા સ્થાને છલાંગ

|

Jun 09, 2021 | 3:48 PM

ICC ટેસ્ટ રેન્કિંગ (Test Rankin) જાહેર થયુ છે. જેમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને ફાયદો થયો છે. જાડેજા હવે ટેસ્ટ ક્રિકેટમાં બીજુ સ્થાન ધરાવતો ઓલરાઉન્ડર થઇ ચુક્યો છે. તેણે બેન સ્ટોક્સ (Ben Stokes) ને પાછળ રાખી દીધો છે.

Test Rankings: બેન સ્ટોક્સને પાછળ મુકી રવિન્દ્ર જાડેજા બીજા સ્થાને, ટિમ સાઉથીની ત્રીજા સ્થાને છલાંગ
Ravindra Jadeja

Follow us on

ICC ટેસ્ટ રેન્કિંગ (Test Rankin) જાહેર થયુ છે. જેમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને ફાયદો થયો છે. જાડેજા હવે ટેસ્ટ ક્રિકેટમાં બીજુ સ્થાન ધરાવતો ઓલરાઉન્ડર થઇ ચુક્યો છે. તેણે બેન સ્ટોક્સ (Ben Stokes) ને પાછળ રાખી દીધો છે. ICCએ ટેસ્ટ ક્રિકેટનુ રેન્કિંગ જાહેર કરતા, જાડેજા બેન સ્ટોક્સની નજીવા અંતરે આગળ થયો છે. બેન સ્ટોક્સ 385 પોઇન્ટ સાથે હવે ત્રીજા સ્થાન પર છે. જ્યારે જાડેજાને 386 પોઇન્ટ છે.

ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડર પ્રદર્શનના મામલામાં ટોચના સ્થાને વેસ્ટઇન્ડીઝનો જેસન હોલ્ડર છે. ઓલરાઉન્ડર તરીકે ભારતીય અશ્વિન (Ashwin) ચોથા સ્થાન પર છે. તે 353 પોઇન્ટ ધરાવે છે. જ્યારે બોલરોના રેન્કિંગમાં સ્પિનર અશ્વિન બીજા સ્થાન પર યથાવત છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

બોલીંગ વિભાગમાં જોવામાં આવે તો, ટીમ સાઉથી ને જબરદસ્ત ફાયદો મળ્યો છે. તે સીધો જ ત્રીજા સ્થાને પહોંચી ચુક્યો છે. જે અગાઉ છઠ્ઠા સ્થાન પર હતો તેણે ઇંગ્લેંડ સામે લોર્ડઝમાં શાનદાર દેખાવ કર્યો હતો જેનો ફાયદો રેન્કિંગમાં જોવા મળ્યો હતો.

ન્યુઝીલેન્ડના ટીમ સાઉથી (Tim Southee) લોર્ડઝ ટેસ્ટમાં 7 વિકેટ ઇંગ્લેંડ સામે ઝડપી હતી. તે હવે 838 પોઇન્ટ ધરાવે છે. અશ્વિન તેની આગળ બીજા સ્થાને છે, જે 850 પોઇન્ટ ધરાવે છે. ટોપ ટેનમાં અશ્વિન સિવાય કોઇજ ભારતીય બોલર સામેલ થઇ શક્યો નથી. ICC રેન્કિંગમાં ઓસ્ટ્રેલીયાનો પેટ કમિન્સ પ્રથમ સ્થાને બની રહ્યો છે. તે 908 પોઇન્ટ ધરાવે છે. ચોથા સ્થાન પર ન્યુઝીલેન્ડનો નીલ વેગનર છે. જોશ હેઝલ વુડ પાંચ નબર પર છે. જ્યારે ઇંગ્લેંડનો ઝડપી બોલર જેમ્સ એંન્ડરસન આ લીસ્ટમાં 6 નંબર પર છે.

 

ગુરુવાર થી ઇંગ્લેંડ અને ન્યુઝીલન્ડ વચ્ચે બીજી ટેસ્ટ

ઇંગ્લેંડ અને ન્યુઝીલેન્ડ (England vs New Zealand) વચ્ચે ગુરુવાર 10 જૂન થી બીજી અને શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ રમનારી છે. બંને વચ્ચે લોર્ડઝના મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરીણમી હતી. જ્યારે બીજી ટેસ્ટ મેચ રમ્યા બાદ ન્યૂઝીલેન્ડ એ 18 જૂન થી સાઉથમ્પ્ટનમાં ભારત સામે મેદાને ઉતરવાનુ છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand)વચ્ચે રમાશે.

Next Article