T20 World Cup: ટીમ ઇન્ડિયાની અફઘાનિસ્તાન શાનદાર જીત, શામીની 3 અને અશ્વિને 2 વિકેટ ઝડપી

|

Nov 03, 2021 | 11:13 PM

ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) માં ભારતીય ટીમ પોતાની ત્રીજી મેચ દરમ્યાન જીત મેળવવામાં સફળતા મળી છે. અશ્વિન (Ashwin) ની ટીમની હાજરી પણ ખૂબ ઉપયોગી નિવડી હતી.

T20 World Cup: ટીમ ઇન્ડિયાની અફઘાનિસ્તાન શાનદાર જીત, શામીની 3 અને અશ્વિને 2 વિકેટ ઝડપી
Virat Kohli-Ashwin

Follow us on

અબુધાબીમાં ટી20 વિશ્વકપ 2021 (T20 World Cup 2021) માં ભારતે તેની પ્રથમ જીત નોંધાવી હતી. ભારતીય ચાહકોને ટૂર્નામેન્ટ શરુ થયા બાદ પ્રથમ વખત રાહત રુપ સમાચાર મળ્યા છે. ભારતે અફઘાનિસ્તાન સામે 66 રને મોટી જીત મેળવી છે. આ સાથે જ ભારતની રન રેટમાં પણ સુધારો થયો છે. વિરાટ કોહલી (Virat Kohli) એ આજે ફરી એકવાર ટોસ હાર્યો હતો. જેને લઇ અફઘાન કેપ્ટન મોહમ્મદ નબી એ (Mohammad Nabi) ભારતને પ્રથમ બેટીંગ માટે મેદાને ઉતરવા નિમંત્રણ આપ્યુ હતુ. ભારતે 210 રન માત્ર 2 વિકેટ ગુમાવીને સ્કોર ખડક્યો હતો.

ભારતીય ટીમના મોટા સ્કોર સામે જવાબમાં મેદાને રન ચેઝ કરવા માટે ઉતરેલી અફઉઘાન ટીમની શરુઆત ખરાબ રહી હતી. 13 રનના સ્કોર પર જ તેણે તેના બંને ઓપનરોને ગુમાવી દીધા હતા. ભારતે અશ્વિનને આજે તક આપી હતી અને તેણે પોતાના અનુભવનો પરચો મેચમાં દેખાડી દીધો હતો. તેણે 2 મહત્વની વિકેટ ઝડપીને હરીફ ટીમની મુશ્કેલીઓને વધારી દીધી હતી.

રાહુલ-રોહીતની જબરદસ્ત બેટીંગ

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

ભારતીય ઓપનરોએ આજે જબરદસ્ત રમત દર્શાવી હતી. બંને એ 140 રનની વિશાળ ભાગીદારી ભરી રમત રમી હતી. બંને એ 15 મી ઓવર સુધીમાં ભારતનો સ્કોર દોઢસોની નજીક લાવી દીધો હતો. રોહિત શર્માએ 47 બોલમાં 74 રન ફટકાર્યા હતા. તેણે 3 છગ્ગા અને 8 ચોગ્ગા લગાવ્યા હતા. તે કરીમ જનતનો શિકાર બન્યો હતો. જ્યારે કેએલ રાહુલે 48 બોલમાં 69 રન બનાવ્યા હતા. આ દરમિયાન 2 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

ઓપનરો બાદ બાકીનુ કામ રિષભ પંત અને હાર્દિક પંડ્યાની જોડીએ પુરુ કર્યુ હતુ. બંનેએ અણનમ તોફાની રમત રમી હતી. હાર્દિકે 13 બોલમાં 35 રન ફટકાર્યા હતા. જ્યારે પંતે 13 બોલમાં 27 રન ફટકારી દીધા હતા. તે બંનેના 26 બોલની રમતમાં જ ભારતનુ સ્કોર બોર્ડ રોકેટ ગતીએ ફર્યુ હતુ. તેમણે 62 રન સંયુક્ત રીતે ફટકાર્યા હતા.

અફઘાનના બેટ્સમેનો ભારતીય બોલરો સામે નિષ્ફળ

બુમરાહ અને શામીએ અફઘાન જોડીને જલદી થી પેવેલિયન પરત મોકલી દીધી હતી. હઝરતુલ્લાહ જાજાઇ (13) બુમરાહનો અને મોહમ્મદ શહઝાદ (0) શામીનો શિકાર બન્યા હતા. ત્યાર બાદ અફઘાનની ટીમનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો. ગુરબાઝે 19 અને ગુલબદ્દીન નાયબે 18 રન રન કર્યા હતા. ઝદરાને 11 રન કર્યા હતા.

જોકે કેપ્ટન મોહમ્મદ નબી (35) અને કરીમ જનતે (42) તેમનો પ્રયાસ સન્માનજનક સ્કોર પર પહોંચવા માટે કર્યો હતો. જોકે તેમની રમત ટીમને જીતની નજીક લઇ જવા માટે પણ મુશ્કેલ હતી. કારણ કે ભારતીય ટીમનો પડકાર વિશાળ હતો, જેને અધવચ્ચે આવ્યા બાદ પહોંચવુ મુશ્કેલ હતુ તે સ્વભાવિક છે. અઘાનિસ્તાને 7 વિકેટ ગુમાવીને 144 રન કર્યા હતા.

 

આ પણ વાંચોઃ T20 World Cup: વિરાટ કોહલી એ ટીમ ઇન્ડિયાને ટોસ હારવાના મામલામાં પણ બનાવી દીધુ નંબર-1, રચી દીધો વિક્રમ

આ પણ વાંચોઃ  ICC T20 Rankings: બાબર આઝમે મલાનને પછાડી રેકિંગમાં પણ માર્યુ મેદાન, રોહિત શર્માને પણ થયો ફાયદો

Next Article