એશિયા કપ (Asia Cup 2023) માટે ટીમ ઈન્ડિયાની ટ્રેનિંગ હવે લગભગ પૂરી થઈ ગઈ છે. તમામ તૈયારીઓ બાદ પણ ટ્રોફી જીતવા માટે પ્લેઇંગ ઇલેવન (Playing 11) માં બેલેન્સ હોવું જરૂરી છે. એશિયા કપમાં ભારતની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 2 સપ્ટેમ્બરે શ્રીલંકામાં યોજાશે. બંને ટીમોએ એશિયા કપ પહેલા અન્ય દેશો સામે સીરિઝ જીતી છે. ભારતે આયર્લેન્ડ સામે તો પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે જીત મેળવી છે, એવામાં બંને ટીમોનો આત્મવિશ્વાસ વધ્યો છે, એટલે ભારત (Team India) અને પાકિસ્તાન વચ્ચે ‘કાંટે કી ટક્કર’ જોવા મળશે.
જો કેપ્ટન રોહિત શર્મા પોતાના 11 ખેલાડીઓને યોગ્ય રીતે પસંદ કરે તો પાકિસ્તાનને હરાવી શકાય છે. તેને હરાવવાથી ભારતનું મનોબળ વધશે, જે આગળની મેચો જીતવામાં ઉપયોગી થશે. પરંતુ, મોટો પ્રશ્ન એ છે કે તે 11 ખેલાડીઓ કોણ હશે? પાકિસ્તાન સામેની ભારતની પ્લેઈંગ ઈલેવન માટે કયા ખેલાડીઓ રમશે? ચાલો તે 11 ખેલાડીઓ પર એક નજર કરીએ, જે પાકિસ્તાન સામે મજબૂત પ્લેઈંગ ઈલેવનમાં રમી શકે છે.
Rohit Sharma is hoping to replicate his @cricketworldcup 2019 form when he scored 648 runs including five centuries
More https://t.co/Hy00qfQJnl pic.twitter.com/mCJAAJdFj6
— ICC (@ICC) August 29, 2023
બેંગલુરુના કેમ્પમાં ટ્રેનિંગમાં જે જોવા મળ્યું છે એ જોતા લાગે છે કે કેપ્ટન રોહિત શર્મા ઓપનિંગની જવાબદારી પોતાના ખભા પર રાખવા માંગશે. તેના સિવાય ગિલ ટીમનો બીજો ઓપનર બની શકે છે. આ પછી વિરાટ કોહલી ત્રીજા ક્રમે રમી શકે છે. જ્યારે શ્રેયસ અય્યરનું ચોથા નંબર પર રમવું પણ લગભગ નિશ્ચિત છે.
જો ટોપ 4 બેટ્સમેન પછી 5માં નંબર પર ફિટ થઈ જાય તો કેએલ રાહુલ રમતો જોવા મળી શકે છે. જો તે ફિટ ન હોય તો સંભવતઃ ઈશાન કિશન તે પોઝિશન પર રમતો જોવા મળી શકે છે. છઠ્ઠું સ્થાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું રહેશે.
Indian team for the Asia Cup.
All the best Team india, time to bring the cup back. pic.twitter.com/232FSrK1sW
— Johns. (@CricCrazyJohns) August 21, 2023
જો બોલિંગની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સ્પિનની કમાન સંભાળતા જોવા મળશે. તો બીજી તરફ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી ફાસ્ટ બોલિંગની જવાબદારી નિભાવી શકે છે. તેથી એકંદરે આવી ટીમ પાકિસ્તાન સામે રમતી જોવા મળી શકે છે.
આ પણ વાંચો : National Sports Day 2023: PM મોદીએ રાષ્ટ્રીય રમત દિવસ પર મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ/ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી