Team India: ભારતીય ટીમના ખેલાડીઓની જર્સી પર જોવા મળતા ત્રણ સ્ટારનુ શુ છે મહત્વ ? શા માટે અંકિત કરવામાં આવે છે, જાણો

|

Oct 20, 2021 | 8:54 AM

ભારતીય ટીમ (Team India) ના ગૌરવના રુપમાં આ સ્ટારને અંકિત કરવામાં આવે છે, જે સ્ટારની સંખ્યા ખાસ ગૌરવને દર્શાવે છે.

Team India: ભારતીય ટીમના ખેલાડીઓની જર્સી પર જોવા મળતા ત્રણ સ્ટારનુ શુ છે મહત્વ ? શા માટે અંકિત કરવામાં આવે છે, જાણો
Virat Kohli-Hardik Pandya-KL Rahul

Follow us on

ભારતીય ટીમ (Indian Cricket Team) આગામી રવિવારથી ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) માં તેનુ અભિયાન શરુ કરશે. ભારતીય ટીમને વિશ્વકપમાં પ્રબળ દાવેદાર ટીમ તરીકે જોવામાં આવે છે. વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ રમવા માટે પાકિસ્તાન (Pakistan) સામે મેદાને ઉતરશે ત્યારે નવી જર્સીમાં ટીમ ઇન્ડીયા જોવા મળશે. નવી જર્સીમાં ટીમ ઇન્ડીયાના ખેલાડીઓને જોવા માટેની ઉત્સુકતા વર્તાઇ રહી છે. લોન્ચ કરાયેલી જર્સીમાં BCCI ના લોગો સાથે અગાઉની માફક ત્રણ સ્ટાર જર્સી પર જોવા મળે છે. આ સ્ટારને લઇને જાણવા માટે એ પણ સવાલ થઇ રહ્યા છે કે, આ સ્ટાર કેમ લગાવવામાં આવે છે અને એ પણ ત્રણ જ કેમ?

રોયલ બ્લૂ કલરના શેડ્સ ધરાવતી નવી જર્સીમાં ઓરેન્જ અક્ષરથી ઇન્ડિયા લખેલુ છે. જર્સીની તસ્વીરો કેટલાક ખેલાડીઓ એ પણ ખૂબ વાયરલ કરી છે. આ જર્સીમાં પહેલાની જેમ જ ત્રણ સ્ટાર પણ અંકિત કરવામાં આવ્યા છે. જે સ્ટારને જોવાને લઇને અનેક વાર સવાલ પણ મનમાં થઇ ઉઠતો હોય છે કે તેને જર્સીમાં લોગો સાથે સ્થાન આપવા માટેનુ મહત્વ શુ છે. તે સ્ટારનુ ખૂબ મહત્વ છે અને તે ભારતીય ટીમના ગૌરવના માટેના ગૌરવશાળી સ્ટાર છે.

આ સ્ટાર જર્સીની જમણી બાજુએ ઉપરના ભાગે BCCI ના લોગોની ઉપર દર્શાવવામાં આવે છે. આ સ્ટાર ભારતીય ટીમે જીતેલા વિશ્વકપ દર્શાવે છે. તે સ્ટાર દર્શાવે છે કે, ભારતીય ટીમ કેટલા વિશ્વકપ જીતી ચૂકી છે. આમ ભારતીય ટીમે ત્રણ વિશ્વકપ પોતાના નામે કર્યા છે અને જે માટે ત્રણ સ્ટાર જર્સી પર સ્થાન ધરાવે છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

ભારતે 2 વન ડે અને 1 ટી20 વિશ્વકપ જીત્યો

ભારતીય ટીમે 1983 માં પ્રથમ વિશ્વકપ જીત્યો હતો. કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતે વન ડે ક્રિકેટના ફોર્મેટમાં વિશ્વકપ જીતવાની સફળતા મળી હતી. ત્યાર બાદ 24 વર્ષે ભારતીય ટીમ મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં 2007માં ટી20 વિશ્વકપ જીતી હતી. જે ટી20 વિશ્વકપનુ પ્રથમ આયોજન હતુ. ત્યાર બાદ ધોનીની આગેવાનીમાં વન ડે વિશ્વકપ પણ જીતી લીધો હતો. આમ ભારતે ક્રિકેટના વન ડે અને ટી20 ફોર્મેટમાં ત્રણ વિશ્વકપ જીત્યા છે. જે ગૌરવને જર્સી પર ત્રણ સ્ટારના સ્વરુપમાં સ્થાન અપાયુ છે.

ભારતીય ટીમ ટી20 વિશ્વકપ 2021માં તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રવિવારે એટલે કે 24 ઓક્ટોબરે રમનારી છે. આ દિવસ ક્રિકેટ વિશ્વમાં મહાસંગ્રામના રુપમાં ઓળખાઇ રહ્યો છે. ટીમને વિશ્વકપમાં જીત અપાવવા માટે એમએસ ધોની મેંટોરની ભૂમિકા નિભાવી રહ્યો છે. વિરાટ કોહલી માટે ટી20 ફોર્મેટની તેની અંતિમ ટૂર્નામેન્ટ કેપ્ટનશિપની ભૂમિકામાં હશે.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: 12 વર્ષની બાળકીએ ડિઝાઇન કરી દીધી વિશ્વકપ ટીમની સ્ટાઇલિસ્ટ જર્સી સહીતની કિટ, જર્સી ફેમસ થતા આવી ચર્ચામાં

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: ઓમાનના ક્રિકેટરની હ્રદયસ્પર્શી કહાની, શિખર ધવનની સ્ટાઇલમાં મનાવે છે જશ્ન, પરિવાર ટીમ ઇન્ડિયાને ચિયર કરે છે

Next Article