હાર્દિક પંડ્યાને શરમ આવી ગઈ! ODI શ્રેણીમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની તસ્વીર પર ચાહકો ભડક્યા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે સિરીઝ સમાપ્ત થયા બાદ હવે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આઈપીએલમાં અલગ અલગ ટીમોમાં જોવા મળશે. આ પહેલા ટીમ ઈન્ડિયાને એક તસ્વીરને લઈ ટ્રોલ કરી રહ્યા છે.

હાર્દિક પંડ્યાને શરમ આવી ગઈ! ODI શ્રેણીમાં હાર બાદ ટીમ ઈન્ડિયાની તસ્વીર પર ચાહકો ભડક્યા
Team India trolled after group photo
| Edited By: | Updated on: Mar 23, 2023 | 6:36 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ હતી. જેને ભારતે 1-2 થી ગુમાવી દીધી હતી. ભારતીય ટીમના બેટરોની રમત કંગાળ જોવા મળી હતી અને જેને લઈ ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાની તસ્વીર સિરીઝ હાર્યા બાદ સામે આવી છે. જે તસ્વીર પર ટીમ ઈન્ડિયાના ચાહકો લાલઘૂમ જોવા મળી રહ્યા છે.

ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સાથેની વનડે સિરીઝની બુધવારે અંતિમ મેચ રમાઈ હતી. ભારતે આ મેચમાં 21 રનથી હાર મેળવી હતી. આ સાથે જ સિરીઝ પણ ભારતે ગુમાવી દીધી હતી. આમ ભારતીય ટીમના ચાહકો નિરાશ હતા, પરંતુ હાર બાદની ટીમ ઈન્ડિયાની તસ્વીર જોઈને ફેન્સ વધારે રોષમાં જોવા મળ્યા હતા.

હાર્દિક પંડ્યા ગાયબ!

ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈમાં હાર બાદ એક ગ્રુપ ફોટો ક્લિક કરાવ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ પણ સામેલ હતા, ગેરહાજર માત્ર હાર્દિક પંડ્યા રહ્યો હતો. આ ગ્રુપ ફોટોમાં કેપ્ટન રોહિત શર્મા, સુપર ફ્લોપ રહેલ સૂર્યાકુમાર યાદવ સહિતના ખેલાડીઓ હસતા ચહેરામાં જોવામાં મળી રહ્યા હતા. ફ્લોપ શો કર્યા બાદ ટીમ ઈન્ડિયાનો ખુશખુલાલ માહોલ જોઈને ફેન્સ ગુસ્સાથી ભડક્યા હતા.

ખેલાડીઓ હાર બાદ પણ હસતા નજર આવતા ફેન્સ ભડક્યા હતા. એક યુઝરે તો તસ્વીર લખ્યુ હતુ કે, હાર્દિક પંડ્યાને શરમ આવી ગઈ હશે એટલે તસ્વીર માટે આવ્યો નહીં હોય. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હવે બે મહિના સુધી અલગ અલગ જોવા મળશે અને એક બીજાની સામે રણનિતી ઘડતા જોવા મળશે. પરંતુ જૂન મહિનાથી ફરી એક સાથે જોવા મળશે.

 

 

લાંબા સમય બાદ ઘર આંગણે ગુમાવી ODI સિરીઝ

ભારતે ઘર આંગણે લાંબા સમય બાદ વનડે સિરીઝમાં ઘર આંગણે હાર સહન કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ ભારતે 1-2 થી ગુમાવી છે. મુંબઈમાં રમાયેલી સિરીઝની પ્રથમ વનડેમાં જીત મેળવ્યા બાદ સળંગ બંને વનડે મેચ ભારતે ગુમાવી હતી. આ પહેલા ભારતે ઘર આંગણે રમાયેલી તમામ વનડે મેચ ભારતે જીતી લીધી હતી. ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાને 3-0 થી હાર આપી હતી. પરંતુ એકાએક જ ભારતીય ટીમના ખેલાડીઓની રમત ઘર આંગણે જ કંગાળ દેખાવા લાગી અને હાર મેળવી હતી.

Published On - 5:48 pm, Thu, 23 March 23